Ahmedabad: લઘુમતી મોરચાના નવા અધ્યક્ષ રઉફ શેખ વિરુદ્ધ પૂર્વ મહામંત્રીની રાષ્ટ્રીય અધ્યક્ષને ગંભીર ફરિયાદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેર ભાજપ સંગઠનમાં નવી નિમણૂકો જાહેર થયા બાદ વિવાદનો મધપૂડો છંછેડાયો છે. લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે રઉફ શેખની વરણી કરવામાં આવતા જ સંગઠનમાં વિરોધના સૂર ઉઠ્યા છે. લઘુમતી મોરચાના જ પૂર્વ મહામંત્રીએ આ નિમણૂક સામે વાંધો ઉઠાવતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને ઈ-મેઈલ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
ભાજપ સંગઠનમાં નવી નિમણૂકો બાદ વિવાદ
પૂર્વ મહામંત્રીએ રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલેલા ઈ-મેઈલમાં નવનિયુક્ત પ્રમુખ રઉફ શેખ વિરુદ્ધ અત્યંત આક્રમક રજૂઆતો કરી છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે રઉફ શેખ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સંગઠનમાં પાયાની કામગીરી કરનારા કાર્યકરોને બદલે આવા વ્યક્તિને મહત્વનું પદ સોંપવા સામે પૂર્વ મહામંત્રીએ રોષ ઠાલવ્યો છે.
સંગઠનનું જ્ઞાન ન હોવાનો દાવો
ઈ-મેઈલમાં માત્ર ચરિત્ર સામે જ નહીં, પરંતુ રઉફ શેખની સંગઠન શક્તિ સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ફરિયાદમાં જણાવાયું છે કે, "રઉફ શેખને ભાજપની પાયાની કાર્યપ્રણાલી એવી બુથ સમિતિ કે પેજ સમિતિ વિશે પણ કોઈ જાણકારી નથી." જે વ્યક્તિ પક્ષના પાયાના માળખાથી અજાણ હોય તેને મોરચાના પ્રમુખ બનાવવાથી સંગઠનને નુકસાન થશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો:Bharuch: કંપનીમાં અચાનક લાગી આગ, પાલિકા અને GNFCના ફાયર ફાઈટરોએ ભારે જહેમતે આગ બુઝાવી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

