Ahmedabad: રૂ.116.98 કરોડની કરચોરી કેસમાં આરોપીના જામીન મેટ્રો.કોર્ટે ફગાવ્યા

રૂ.116.98 કરોડની જીએસટી ચોરી કેસમાં પકડાયેલ આરોપી આસિફ્ હારૂનભાઇ ડોલાનીના જામીન એડિશનલ ચીફ્ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સનત જ્યંતિલાલ પંચાલે ફ્ગાવી દીધી છે. કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપી સામે પ્રથમદર્શીય કેસ બનતો હોવાથી તપાસ એજન્સીએ તેની ધરપકડ કરી છે,આવા વ્હાઇટ કોલર આરોપીઓના લીધે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચે છેત્યારે આવા આરોપીને જામીન આપવામાં આવે તો સમાજ પર કાયદાની વિપરીત અસર પડે તેમ છે. ઉપરાંત આરોપીને જામીન મળે તો નાસી કે ભાગી જાય તેવી શક્યતા છે ત્યારે જામીન પર મુક્ત કરવો ન્યાયોચિત જણાતું નથી. કરોડોના જીએસટી ચોરી કૌભાંડમાં પકડાયેલ આસિફ્ હારૂનભાઇ ડોલાનીએ ચાર્જશીટ બાદ જામીન માટે અરજી કરી હતી. જીએસટીના ખાસ એડવોકેટ સુધીર ગુપ્તાએ કોર્ટને જણાવ્યુ હતુ કે, ફ્ક્ત ચાર્જશીટ થવાથી જામીન આપવાના કોઇ નવા કારણો ઉભા થયા નથી, આરોપીએ સહ આરોપીઓ સાથે મળી 33 પેઢીઓ ખોલી જીએસટી રજીસ્ટ્રેશન નંબર મેળવ્યો હતો. ત્યારબાદ 656.71 કરોડના બિલિંગ વ્યાવહારો કર્યા હતા. જેમાંથી 116.98 કરોડ રૂપિયાની કર ચોરી કરી છે, આ એક મોટો આર્થિક ગુનો છે જેના કારણે દેશના અર્થતંત્ર પર મોટી અસર પડે છે, આ પ્રકારના ગુના વધી રહ્યાં છે ત્યારે આવા આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો આવા આરોપીઓને મોકડું મેદાન મળે તેમ છે તેથી આરોપીના જામીન રદ કરવા જોઇએ. ત્યારબાદ કોર્ટે આરોપીના જામીન આકરા વલણ સાથે ફ્ગાવી દીધા છે.

Ahmedabad: રૂ.116.98 કરોડની કરચોરી કેસમાં આરોપીના જામીન મેટ્રો.કોર્ટે ફગાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રૂ.116.98 કરોડની જીએસટી ચોરી કેસમાં પકડાયેલ આરોપી આસિફ્ હારૂનભાઇ ડોલાનીના જામીન એડિશનલ ચીફ્ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સનત જ્યંતિલાલ પંચાલે ફ્ગાવી દીધી છે. કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપી સામે પ્રથમદર્શીય કેસ બનતો હોવાથી તપાસ એજન્સીએ તેની ધરપકડ કરી છે,આવા વ્હાઇટ કોલર આરોપીઓના લીધે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચે છે

ત્યારે આવા આરોપીને જામીન આપવામાં આવે તો સમાજ પર કાયદાની વિપરીત અસર પડે તેમ છે. ઉપરાંત આરોપીને જામીન મળે તો નાસી કે ભાગી જાય તેવી શક્યતા છે ત્યારે જામીન પર મુક્ત કરવો ન્યાયોચિત જણાતું નથી.

કરોડોના જીએસટી ચોરી કૌભાંડમાં પકડાયેલ આસિફ્ હારૂનભાઇ ડોલાનીએ ચાર્જશીટ બાદ જામીન માટે અરજી કરી હતી. જીએસટીના ખાસ એડવોકેટ સુધીર ગુપ્તાએ કોર્ટને જણાવ્યુ હતુ કે, ફ્ક્ત ચાર્જશીટ થવાથી જામીન આપવાના કોઇ નવા કારણો ઉભા થયા નથી, આરોપીએ સહ આરોપીઓ સાથે મળી 33 પેઢીઓ ખોલી જીએસટી રજીસ્ટ્રેશન નંબર મેળવ્યો હતો. ત્યારબાદ 656.71 કરોડના બિલિંગ વ્યાવહારો કર્યા હતા. જેમાંથી 116.98 કરોડ રૂપિયાની કર ચોરી કરી છે, આ એક મોટો આર્થિક ગુનો છે જેના કારણે દેશના અર્થતંત્ર પર મોટી અસર પડે છે, આ પ્રકારના ગુના વધી રહ્યાં છે ત્યારે આવા આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો આવા આરોપીઓને મોકડું મેદાન મળે તેમ છે તેથી આરોપીના જામીન રદ કરવા જોઇએ. ત્યારબાદ કોર્ટે આરોપીના જામીન આકરા વલણ સાથે ફ્ગાવી દીધા છે.