Botad માહિતી કચેરી અને ગુજરાત પ્રેસ અકાદમી સંવાદ સાથે વિશેષ કાર્યક્રમ યોજશે
બોટાદ જિલ્લા માહિતી કચેરી અને ગુજરાત પ્રેસ અકાદમીના સંયુક્ત ઉપક્રમે “સર્જક સાથે સંવાદ” કાર્યક્રમ તા. 27 નવેમ્બર,2024ના બુધવારે સવારે 11 કલાકે કવિ બોટાદકર કોલેજ ખાતે કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત સાહિત્યમાં અનન્ય પ્રદાન કરનારા અને બોટાદના પનોતા પુત્ર સર્જક વિનોદ જોશી ઉપસ્થિત રહેનાર છે. બહુપ્રશંસિત કવિ સર્જક વિનોદ જોશી ગુજરાતી સાહિત્યના અનુઆધુનિક સમયગાળાના એક અગ્રિમ અને બહુપ્રશંસિત કવિ છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ભાવનગર ખાતે ગુજરાતી અનુસ્નાતક વિભાગમાં પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે એમણે કામ કર્યું અને ડીન તેમજ કુલપતિપદેથી આ યુનિવર્સિટીનું નેતૃત્વ પણ કર્યું. એમણે 2008થી 2012 દરમિયાન કેન્દ્રીય સાહિત્ય અકાદમીમાં ગુજરાતી અને પશ્ચિમભારતીય ભાષાઓના કન્વીનર તરીકે સેવા આપી હતી. એમને 2018થી 2022 ના સમયગાળા માટે ફરી એ જ પદ પર એમને નિયુક્ત કરવામાં આવ્યા હતા. પુસ્તકોના રચિયતા વિનોદ જોશી સર્જન, વિવેચન અને સંપાદનનાં 40થી પણ વધુ પુસ્તકોના રચિયતા છે. કવિતા ક્ષેત્રે તેમનું યોગદાન અનન્ય રહ્યું છે. એમની મોટાભાગની કવિતા ગ્રામજીવનની અને સ્ત્રીભાવનાઓની રસદીપ્તિથી ભાવપ્રચુરતાનો અનુભવ આપનારી બની રહી છે. નારીચિત્તની ઉદાત્ત અને સંવેદનશીલ અભિવ્યક્તિ, ભાષાની રોજિંદી પરંતુ નૂતન વળોટમાં ગૂંથાયેલી કલ્પનપૂત ભાષા, દર્શનની ઊંચાઈ સુધી પહોંચતાં એમનાં તત્ત્વનિષ્ઠ નિરીક્ષણો અને છંદોલયના અવનવીન મોહક આવિર્ભાવો એમનાં કાવ્યસર્જનનાં મુખ્ય પરિમાણો છે. કાવ્યસંગ્રહ કવિલોક ટ્રસ્ટ દ્વારા વિનોદ જોશીનો પ્રથમ કાવ્યસંગ્રહ 'પરંતુ' 1984માં પ્રકાશિત થયો હતો. સંસ્કૃત વૃત્તોમાં લખાયેલી ત્રિસર્ગી દીર્ઘકવિતા 'શિખંડી'(1985), અનુઆધુનિક ગુજરાતી કવિતાની નોંધપાત્ર રચના ગણાયેલી મધ્યકાલીન શૈલીની પદ્યવાર્તા 'તુણ્ડિલ- તુણ્ડિકા'(1987), તેમજ બહુપ્રશસ્ત કાવ્યસંગ્રહ 'ઝાલર વાગે જૂઠડી' (1991)ની રચના કરી છે, જેની એકાધિક આવૃત્તિઓ પ્રગટ થઇ છે. વર્ષ 2018માં ચોપાઈ અને દોહરામાં લખાયેલાં સાત સર્ગ અને ઓગણપચાસ ખંડનાં એમનાં પ્રશિષ્ટ પ્રબંધકાવ્યથી એમની કવિપ્રતિષ્ઠા સર્વાધિક ધ્યાનપાત્ર બની હતી. દ્રૌપદીનાં સૈરન્ધ્રીરૂપનું તેમાં નારીસાપેક્ષ ભાવોત્કટ અને તત્ત્વનિષ્ઠ આલેખન થયું છે. આ પ્રબંધકાવ્યનો સ્વયં કવિએ હિન્દી ભાષામાં સમચ્છંદી અનુવાદ પણ કર્યો છે. તેનાં નૃત્ય-નાટ્ય રૂપાંતરો દેશ-વિદેશમાં ભજવાયાં પણ છે. સન્માનિત કરાયા વિનોદ જોશીને વર્ષ 2013માં કવીશ્વર દલપતરામ એવોર્ડ અને વર્ષ 2015માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં છે. એમનાં વિવેચનપુસ્તક `નિવેશ' (1994)ને ગુજરાતી સાહિત્ય પરિષદનું રમણલાલ જોશી પારિતોષિક અર્પણ થયું છે. વર્ષ 2012માં, પ્રસાર ભારતી અમદાવાદ દૂરદર્શન દ્વારા ગિરનાર સાહિત્ય શિરોમણી પુરસ્કાર પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ સાહિત્યકાર છે. તેમને ઉમાશંકર જોશી એવોર્ડ (1986), જયંત પાઠક કવિતા પુરસ્કાર (1984), ક્રિટીક્સ એવોર્ડ (1986), ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર (2011), રાષ્ટ્રીય કલાકેન્દ્ર પુરસ્કાર (2014), ગુજરાત કલારત્ન એવોર્ડ (2016) મનુભાઈ પંચોળી 'દર્શક' સન્માન (2021) અને નર્મદ સુવર્ણચંદ્ર (2022)થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ ભારતીય વિદ્યાભવન, મુંબઈ દ્વારા સમર્પણ સન્માન (2018) અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા 'સૈરન્ધ્રી' અને `નિર્વિવાદ' માટે 2018ની શ્રેષ્ઠ કવિતા અને શ્રેષ્ઠ વિવેચનનાં પારિતોષિકોથી તેમજ આઈ.એન.ટી. દ્વારા અપાતા કલાપી એવોર્ડથી પણ સન્માનિત થયાં છે. લોકપ્રિય ગુજરાતી કવિતામાં એમના ઉત્કૃષ્ટ યોગદાન માટે એમને 2018માં ગુજરાતી કવિતાનો સર્વોચ્ય `નરસિંહ મહેતા એવોર્ડ' અર્પણ થયો છે. ભારતીય સાહિત્ય અકાદમી, નવી દિલ્હી દ્વારા એમનાં પ્રબંધકાવ્ય 'સૈરન્ધ્રી' માટે એમને રાષ્ટ્રીય એવોર્ડ (2023)મળ્યો છે. એમણે ગુજરાતી ભાષાના કવિ તરીકે ચીન, જાપાન, કેન્યા, ઈંગ્લેન્ડ, અમેરિકા, યુએઈ, થાઈલેન્ડ, ઓસ્ટ્રેલિયા, મોરેશિયસ, કેનેડા વગેરે જેવા ઘણા દેશોમાં ભારતીય સાહિત્યના પ્રતિનિધિ તરીકે અને નિમંત્રિત કવિ તરીકે ભાગ લીધો છે. એમનાં કાવ્યો મોટાભાગનાં સંગીતકલાકારો દ્વારા સ્વરબદ્ધ થઇ ગવાયાં છે અને ખૂબ લોકપ્રિય થયાં છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બોટાદ જિલ્લા માહિતી કચેરી અને ગુજરાત પ્રેસ અકાદમીના સંયુક્ત ઉપક્રમે “સર્જક સાથે સંવાદ” કાર્યક્રમ તા. 27 નવેમ્બર,2024ના બુધવારે સવારે 11 કલાકે કવિ બોટાદકર કોલેજ ખાતે કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત સાહિત્યમાં અનન્ય પ્રદાન કરનારા અને બોટાદના પનોતા પુત્ર સર્જક વિનોદ જોશી ઉપસ્થિત રહેનાર છે.
બહુપ્રશંસિત કવિ
સર્જક વિનોદ જોશી ગુજરાતી સાહિત્યના અનુઆધુનિક સમયગાળાના એક અગ્રિમ અને બહુપ્રશંસિત કવિ છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ભાવનગર ખાતે ગુજરાતી અનુસ્નાતક વિભાગમાં પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે એમણે કામ કર્યું અને ડીન તેમજ કુલપતિપદેથી આ યુનિવર્સિટીનું નેતૃત્વ પણ કર્યું. એમણે 2008થી 2012 દરમિયાન કેન્દ્રીય સાહિત્ય અકાદમીમાં ગુજરાતી અને પશ્ચિમભારતીય ભાષાઓના કન્વીનર તરીકે સેવા આપી હતી. એમને 2018થી 2022 ના સમયગાળા માટે ફરી એ જ પદ પર એમને નિયુક્ત કરવામાં આવ્યા હતા.
પુસ્તકોના રચિયતા
વિનોદ જોશી સર્જન, વિવેચન અને સંપાદનનાં 40થી પણ વધુ પુસ્તકોના રચિયતા છે. કવિતા ક્ષેત્રે તેમનું યોગદાન અનન્ય રહ્યું છે. એમની મોટાભાગની કવિતા ગ્રામજીવનની અને સ્ત્રીભાવનાઓની રસદીપ્તિથી ભાવપ્રચુરતાનો અનુભવ આપનારી બની રહી છે. નારીચિત્તની ઉદાત્ત અને સંવેદનશીલ અભિવ્યક્તિ, ભાષાની રોજિંદી પરંતુ નૂતન વળોટમાં ગૂંથાયેલી કલ્પનપૂત ભાષા, દર્શનની ઊંચાઈ સુધી પહોંચતાં એમનાં તત્ત્વનિષ્ઠ નિરીક્ષણો અને છંદોલયના અવનવીન મોહક આવિર્ભાવો એમનાં કાવ્યસર્જનનાં મુખ્ય પરિમાણો છે.
કાવ્યસંગ્રહ
કવિલોક ટ્રસ્ટ દ્વારા વિનોદ જોશીનો પ્રથમ કાવ્યસંગ્રહ 'પરંતુ' 1984માં પ્રકાશિત થયો હતો. સંસ્કૃત વૃત્તોમાં લખાયેલી ત્રિસર્ગી દીર્ઘકવિતા 'શિખંડી'(1985), અનુઆધુનિક ગુજરાતી કવિતાની નોંધપાત્ર રચના ગણાયેલી મધ્યકાલીન શૈલીની પદ્યવાર્તા 'તુણ્ડિલ- તુણ્ડિકા'(1987), તેમજ બહુપ્રશસ્ત કાવ્યસંગ્રહ 'ઝાલર વાગે જૂઠડી' (1991)ની રચના કરી છે, જેની એકાધિક આવૃત્તિઓ પ્રગટ થઇ છે. વર્ષ 2018માં ચોપાઈ અને દોહરામાં લખાયેલાં સાત સર્ગ અને ઓગણપચાસ ખંડનાં એમનાં પ્રશિષ્ટ પ્રબંધકાવ્યથી એમની કવિપ્રતિષ્ઠા સર્વાધિક ધ્યાનપાત્ર બની હતી. દ્રૌપદીનાં સૈરન્ધ્રીરૂપનું તેમાં નારીસાપેક્ષ ભાવોત્કટ અને તત્ત્વનિષ્ઠ આલેખન થયું છે. આ પ્રબંધકાવ્યનો સ્વયં કવિએ હિન્દી ભાષામાં સમચ્છંદી અનુવાદ પણ કર્યો છે. તેનાં નૃત્ય-નાટ્ય રૂપાંતરો દેશ-વિદેશમાં ભજવાયાં પણ છે.
સન્માનિત કરાયા
વિનોદ જોશીને વર્ષ 2013માં કવીશ્વર દલપતરામ એવોર્ડ અને વર્ષ 2015માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં છે. એમનાં વિવેચનપુસ્તક `નિવેશ' (1994)ને ગુજરાતી સાહિત્ય પરિષદનું રમણલાલ જોશી પારિતોષિક અર્પણ થયું છે. વર્ષ 2012માં, પ્રસાર ભારતી અમદાવાદ દૂરદર્શન દ્વારા ગિરનાર સાહિત્ય શિરોમણી પુરસ્કાર પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ સાહિત્યકાર છે. તેમને ઉમાશંકર જોશી એવોર્ડ (1986), જયંત પાઠક કવિતા પુરસ્કાર (1984), ક્રિટીક્સ એવોર્ડ (1986), ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર (2011), રાષ્ટ્રીય કલાકેન્દ્ર પુરસ્કાર (2014), ગુજરાત કલારત્ન એવોર્ડ (2016) મનુભાઈ પંચોળી 'દર્શક' સન્માન (2021) અને નર્મદ સુવર્ણચંદ્ર (2022)થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ ભારતીય વિદ્યાભવન, મુંબઈ દ્વારા સમર્પણ સન્માન (2018) અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા 'સૈરન્ધ્રી' અને `નિર્વિવાદ' માટે 2018ની શ્રેષ્ઠ કવિતા અને શ્રેષ્ઠ વિવેચનનાં પારિતોષિકોથી તેમજ આઈ.એન.ટી. દ્વારા અપાતા કલાપી એવોર્ડથી પણ સન્માનિત થયાં છે.
લોકપ્રિય
ગુજરાતી કવિતામાં એમના ઉત્કૃષ્ટ યોગદાન માટે એમને 2018માં ગુજરાતી કવિતાનો સર્વોચ્ય `નરસિંહ મહેતા એવોર્ડ' અર્પણ થયો છે. ભારતીય સાહિત્ય અકાદમી, નવી દિલ્હી દ્વારા એમનાં પ્રબંધકાવ્ય 'સૈરન્ધ્રી' માટે એમને રાષ્ટ્રીય એવોર્ડ (2023)મળ્યો છે. એમણે ગુજરાતી ભાષાના કવિ તરીકે ચીન, જાપાન, કેન્યા, ઈંગ્લેન્ડ, અમેરિકા, યુએઈ, થાઈલેન્ડ, ઓસ્ટ્રેલિયા, મોરેશિયસ, કેનેડા વગેરે જેવા ઘણા દેશોમાં ભારતીય સાહિત્યના પ્રતિનિધિ તરીકે અને નિમંત્રિત કવિ તરીકે ભાગ લીધો છે. એમનાં કાવ્યો મોટાભાગનાં સંગીતકલાકારો દ્વારા સ્વરબદ્ધ થઇ ગવાયાં છે અને ખૂબ લોકપ્રિય થયાં છે.