Bhuj: ભુજનું હૃદય સમુ હમીરસર તળાવ દયનીય સ્થિતિમાં, તંત્રની આંખ આડા કાન!
ભુજ શહેરમાં હમીસરના કિનારે આવેલ વોક-વે દયનીય સ્થિતિમાં છે. બે વર્ષ અગાઉ પાલિકા દ્વારા વોકવેનું કરોડોના ખર્ચે બ્યુટીફીકેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી ... પ્રોજેક્ટ વિવાદમાં રહેતા કામ આજદિન સુધી પૂરું થઇ શક્યું નથી જેના કારણે વોકવે ની સ્થિતિ દયનીય જોવા મળી રહી છે.ભુજ શહેરમાં આવેલા વોકવે છેલ્લા ઘણા સમયથી દયનીય સ્થિતિમાં છે. પોલિક દ્વારા અઢી કરોડના ખર્ચે રિનોવેશનની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. બાદમાં વોકવે ડીઝાઈન લઈને વિવાદ થયો હતો જેના કારણે કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા નવી ડીઝાઈન મુજબ કામ ચાલુ કરવામાં આવ્યું છે. કામ ધીમીગતિથી ચાલી રહ્યું છે, જેના કારણે વોકિંગ કરવા માટે આવતા લોકોને હાલાકી પડી રહી છે.વોક વે પર સવારે અને સાંજે વોકિંગ અને કસરત કરવા માટે શહેરીજનો આવતા હોય છે. હાલમાં વોકવે દયનીય સ્થિતિમાં જોવા મળી રહયો છે. ચાલવા માટેનો ટ્રક પર ઠેર ઠેર રેતી અને કપચીના ઠગલા પડેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે વોકિંગ કરવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે વોકવેનું કામ ઝડપથી પૂરું કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભુજ શહેરમાં હમીસરના કિનારે આવેલ વોક-વે દયનીય સ્થિતિમાં છે. બે વર્ષ અગાઉ પાલિકા દ્વારા વોકવેનું કરોડોના ખર્ચે બ્યુટીફીકેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી ... પ્રોજેક્ટ વિવાદમાં રહેતા કામ આજદિન સુધી પૂરું થઇ શક્યું નથી જેના કારણે વોકવે ની સ્થિતિ દયનીય જોવા મળી રહી છે.
ભુજ શહેરમાં આવેલા વોકવે છેલ્લા ઘણા સમયથી દયનીય સ્થિતિમાં છે. પોલિક દ્વારા અઢી કરોડના ખર્ચે રિનોવેશનની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. બાદમાં વોકવે ડીઝાઈન લઈને વિવાદ થયો હતો જેના કારણે કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા નવી ડીઝાઈન મુજબ કામ ચાલુ કરવામાં આવ્યું છે. કામ ધીમીગતિથી ચાલી રહ્યું છે, જેના કારણે વોકિંગ કરવા માટે આવતા લોકોને હાલાકી પડી રહી છે.
વોક વે પર સવારે અને સાંજે વોકિંગ અને કસરત કરવા માટે શહેરીજનો આવતા હોય છે. હાલમાં વોકવે દયનીય સ્થિતિમાં જોવા મળી રહયો છે. ચાલવા માટેનો ટ્રક પર ઠેર ઠેર રેતી અને કપચીના ઠગલા પડેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે વોકિંગ કરવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે વોકવેનું કામ ઝડપથી પૂરું કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે.