Mahisagar: ‘IAS નેહા કુમારીએ માલધારી બહેનોને દંડાથી માર્યા’: લાલજી દેસાઈ

મહિસાગર જિલ્લા કલેક્ટર સામે કોંગ્રેસ સેવાદળના પ્રમુખ લાલજી દેસાઈએ આક્ષેપ કરતા જણાવ્યું કે, આઈએએસ અધિકારીને ના શોભે તેવા અપશબ્દો તેમણે બોલ્યા હતા જેથી સ્પષ્ટ દેખાયું હતું કે, અધિકારી તરીકે તેમણે ખોટો પાવર અને સત્તાનો દુરઉપયોગ કર્યો હતો. વધુમાં લાલજી દેસાઈએ જણાવ્યું કે, મહિસાગરના કલેક્ટર તરીકે દલીત એક્ટિવીસ્ટોને સરકારી કાર્યક્રમના એક મંચ ઉપરથી ઈન્ફર્મલ ટોકમાં એમણે એમના અધિકારીઓ અને પદાધિકારીઓ સામે કહ્યું કે, આ બધા દલીત અને આદિવાસીઓ જે છે તે 90 ટકા કેસ બ્લેકમેલ કરે છે. આ લોકોને બધાને ચપ્પલથી મારવાની જરૂર છે, આવી ટીપ્પણી કરી હતી. ગુજરાતના વંચિતોનું અપમાન થઈ રહ્યું છે લાલજી દેસાઈએ કહ્યું કે, નેહા કુમારી IAS ઓફિસર માલધારી બહેનોને દંડો લઈને મારતા હોય છે. IAS અધિકારી તરીકેના પાવરનો ખોટો ઉપયોગ કરે છે. મહીસાગરમાં તેમણે દલિત અને આદિવાસીઓ વિરુદ્ધ વાત કરી હતી. તેમણે મહિલાઓ મુદ્દે પણ ટિપ્પણી કરી હતી. સંવિધાનના રક્ષક સંવિધાનનું અપમાન કરે છે. ગુજરાતના તંત્રમાં તેમને આવો હક્ક કોણે આપ્યો. સરકારના હાથ બંધાયેલા હોય એમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. લુણાવાડા ખાતે 6 તારીખે સ્વભિમાન સંમેલન થશે. આદિવાસીઓના મતથી ચૂંટાઈને આવેલા કુબેર ડિંડોર પણ અવાજ ઉઠાવી શકતા નથી. ગુજરાતમાં માત્ર બાબુઓનું જ રાજ ચાલે છે. રાજ્યના પોલીસવડાને નોટિસ આપવામાં આવી તાજેતરમાં મહીસાગર જિલ્લા કલેકટર દલિત યુવક સાથેના તેમના કથિત ગેરવર્તનને લઈને વિવાદમાં આવ્યા બાદ હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. નેહા કુમારી વિરુદ્ધ પોલીસમાં કરવામાં આવેલી લેખિત ફરિયાદ મામલે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા આઈએએસ નેહા કુમારી મામલે રાજ્યના પોલીસવડાને નોટિસ આપવામાં આવી છે. 23 ઓકટોબરના રોજ બનેલી ઘટનાને લઈને મહીસાગર જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા IAS નેહા કુમારી વિવાદમાં છે. વિજય પરમાર નામના એક દલિત યુવાનને કથિત ગાળો બોલતો આ મહિલા અધિકારીનો વિડિયો ખૂબ વાયરલ થયેલો છે. એમાં તેઓ કથિત રીતે વિજયને ચપ્પલથી મારવાની વાત કરતા તેમજ હરામી કહેતા સંભળાય છે. એટલું જ નહિ, તેઓ વકીલોને પણ ચપ્પલથી માર ખાવાને લાયક છે એવી વાત કરે છે. વધુમાં તેઓ એવું કહેતા સંભળાય છે કે, દલિતો અને આદિવાસીઓ દ્વારા કરવામાં આવતા એટ્રોસિટીના કેસો બ્લેકમેઇલ માટે કરવામાં આવે છે. આ મુદ્દે જ્ઞાતિ નિર્મૂલન સમિતિના આગેવાન સંજય પરમારે રાષ્ટ્રીય અનુસૂચિત આયોગ સમક્ષ કરેલી રજૂઆતને પગલે આયોગે રાજ્યના પોલીસ વડાને નોટિસ ફટકારી આ મુદ્દે ખુલાસો માંગ્યો છે. આગળ જતાં, આ મુદ્દે સુનાવણી પણ થઈ શકે છે અને આયોગને સત્તા છે કે પોલીસ વડાને ગુનો દાખલ કરવા સૂચન પણ કરે. ઉલ્લેનીય છે કે, નેહા કુમારી સામે 26 નવેમ્બરના રોજ રાજ્યના 140થી વધુ પોલીસ સ્ટેશનમાં દલિત આદિવાસી સંગઠનના કાર્યકરો દ્વારા પોલીસ ફરિયાદો આપવામાં આવેલ છે અને 6 ડિસેમ્બર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે લુણાવાડા ખાતે દલિત આદિવાસી ઓબીસી સમાજની એક સંયુક્ત મીટિંગ પણ રાખવામાં આવેલ છે. બીજી તરફ સરકાર પણ એ જ સમયે લુણાવાડામાં આદિવાસી ઉત્કર્ષનો કાર્યક્રમ યોજી, આંદોલનને તોડી પાડવા કમર કસી રહી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

Mahisagar: ‘IAS નેહા કુમારીએ માલધારી બહેનોને દંડાથી માર્યા’: લાલજી દેસાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહિસાગર જિલ્લા કલેક્ટર સામે કોંગ્રેસ સેવાદળના પ્રમુખ લાલજી દેસાઈએ આક્ષેપ કરતા જણાવ્યું કે, આઈએએસ અધિકારીને ના શોભે તેવા અપશબ્દો તેમણે બોલ્યા હતા જેથી સ્પષ્ટ દેખાયું હતું કે, અધિકારી તરીકે તેમણે ખોટો પાવર અને સત્તાનો દુરઉપયોગ કર્યો હતો.

વધુમાં લાલજી દેસાઈએ જણાવ્યું કે, મહિસાગરના કલેક્ટર તરીકે દલીત એક્ટિવીસ્ટોને સરકારી કાર્યક્રમના એક મંચ ઉપરથી ઈન્ફર્મલ ટોકમાં એમણે એમના અધિકારીઓ અને પદાધિકારીઓ સામે કહ્યું કે, આ બધા દલીત અને આદિવાસીઓ જે છે તે 90 ટકા કેસ બ્લેકમેલ કરે છે. આ લોકોને બધાને ચપ્પલથી મારવાની જરૂર છે, આવી ટીપ્પણી કરી હતી.

ગુજરાતના વંચિતોનું અપમાન થઈ રહ્યું છે

લાલજી દેસાઈએ કહ્યું કે, નેહા કુમારી IAS ઓફિસર માલધારી બહેનોને દંડો લઈને મારતા હોય છે. IAS અધિકારી તરીકેના પાવરનો ખોટો ઉપયોગ કરે છે. મહીસાગરમાં તેમણે દલિત અને આદિવાસીઓ વિરુદ્ધ વાત કરી હતી. તેમણે મહિલાઓ મુદ્દે પણ ટિપ્પણી કરી હતી. સંવિધાનના રક્ષક સંવિધાનનું અપમાન કરે છે. ગુજરાતના તંત્રમાં તેમને આવો હક્ક કોણે આપ્યો. સરકારના હાથ બંધાયેલા હોય એમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. લુણાવાડા ખાતે 6 તારીખે સ્વભિમાન સંમેલન થશે. આદિવાસીઓના મતથી ચૂંટાઈને આવેલા કુબેર ડિંડોર પણ અવાજ ઉઠાવી શકતા નથી. ગુજરાતમાં માત્ર બાબુઓનું જ રાજ ચાલે છે.

રાજ્યના પોલીસવડાને નોટિસ આપવામાં આવી

તાજેતરમાં મહીસાગર જિલ્લા કલેકટર દલિત યુવક સાથેના તેમના કથિત ગેરવર્તનને લઈને વિવાદમાં આવ્યા બાદ હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. નેહા કુમારી વિરુદ્ધ પોલીસમાં કરવામાં આવેલી લેખિત ફરિયાદ મામલે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા આઈએએસ નેહા કુમારી મામલે રાજ્યના પોલીસવડાને નોટિસ આપવામાં આવી છે.

23 ઓકટોબરના રોજ બનેલી ઘટનાને લઈને મહીસાગર જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા IAS નેહા કુમારી વિવાદમાં છે. વિજય પરમાર નામના એક દલિત યુવાનને કથિત ગાળો બોલતો આ મહિલા અધિકારીનો વિડિયો ખૂબ વાયરલ થયેલો છે. એમાં તેઓ કથિત રીતે વિજયને ચપ્પલથી મારવાની વાત કરતા તેમજ હરામી કહેતા સંભળાય છે. એટલું જ નહિ, તેઓ વકીલોને પણ ચપ્પલથી માર ખાવાને લાયક છે એવી વાત કરે છે. વધુમાં તેઓ એવું કહેતા સંભળાય છે કે, દલિતો અને આદિવાસીઓ દ્વારા કરવામાં આવતા એટ્રોસિટીના કેસો બ્લેકમેઇલ માટે કરવામાં આવે છે.

આ મુદ્દે જ્ઞાતિ નિર્મૂલન સમિતિના આગેવાન સંજય પરમારે રાષ્ટ્રીય અનુસૂચિત આયોગ સમક્ષ કરેલી રજૂઆતને પગલે આયોગે રાજ્યના પોલીસ વડાને નોટિસ ફટકારી આ મુદ્દે ખુલાસો માંગ્યો છે. આગળ જતાં, આ મુદ્દે સુનાવણી પણ થઈ શકે છે અને આયોગને સત્તા છે કે પોલીસ વડાને ગુનો દાખલ કરવા સૂચન પણ કરે.

ઉલ્લેનીય છે કે, નેહા કુમારી સામે 26 નવેમ્બરના રોજ રાજ્યના 140થી વધુ પોલીસ સ્ટેશનમાં દલિત આદિવાસી સંગઠનના કાર્યકરો દ્વારા પોલીસ ફરિયાદો આપવામાં આવેલ છે અને 6 ડિસેમ્બર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે લુણાવાડા ખાતે દલિત આદિવાસી ઓબીસી સમાજની એક સંયુક્ત મીટિંગ પણ રાખવામાં આવેલ છે. બીજી તરફ સરકાર પણ એ જ સમયે લુણાવાડામાં આદિવાસી ઉત્કર્ષનો કાર્યક્રમ યોજી, આંદોલનને તોડી પાડવા કમર કસી રહી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.