Lakhtar તાલુકાના ઢાંકી ગામ ખાતે ફાયરિંગની ઘટનામાં એક બાળકનું મોત

લખતર તાલુકાના ઢાંકી ગામ ખાતે ફાયરિંગની ઘટનામાં એક બાળકનું મોત થયુ છે. જેમાં કારેલા ગામની સીમમાં વસતા અને ગુજસીટોકના આરોપી દ્વારા બંદૂક દ્વારા ફાયરિંગ કરતા એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે તેમજ બાર વર્ષના બાળકને બંદૂકનો છરો લાગતા ઘટના સ્થળે મોત નિપજયું છે. ગુજસીટોકનો આરોપી અલી નથુ ડફેર તેમજ તેના સાથી આરોપી કરણ ડુંગરાણીયા દ્વારા લૂંટ અને દાદાગીરી કરતા હોવાનું વારંવાર ગામજનોને પરેશાન કરતા હતા. બંદૂકથી બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું ઢાંકી ગામના બાબુભાઈ નારાયણભાઈ ઓળકિયા દ્વારા અલી નથુ અને કરણને તેમના શેરી રસ્તા ઉપર લૂંટ કરી અવારનવાર નીકળતા હોવાનું ના પાડતા અલી નથુ દ્વારા બાબુભાઈ ઉપર બંદૂકથી બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બે રાઉન્ડ ફાયરિંગમાં નિકુંજભાઈ સંજયભાઈ ડુંગરાણી ઉંમર વર્ષ 12 અને બાબુભાઈ નારણભાઈ ઓળકિયા ઉંમર વર્ષ 35 છરા લાગતા બાબુભાઈને પેટના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જ્યારે નિકુંજને છાતીના હૃદયના ભાગ ઉપર છરો ઘૂસી જતા નિકુંજનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અલી નથુ ડફેર દ્વારા બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યુ અલી નથુ ગુજસીટોકનો આરોપી પેરોલ પર કારેલા ગામ રહેતા તેના રણાંક પર આવીને ભાગી છુટ્યો હતો અને પેરોલ જમ્પ થયો હતો. પેરોલ જમ્પ આરોપી દ્વારા ફાયરિંગ થતા પોલીસ ઉપર સવાલો ઉઠ્યા છે. લખતર તાલુકાના ઢાંકી ગામ ખાતે સાંજે 7:00 વાગેના રોજ ગુજસીટોક નો આરોપી અલી નથુ ડફેર તેમજ તેના સાથી આરોપી કરણ ડુંગરાણીયા અને ઢાંકી ગામમાં રહેતા બાબુભાઈ નારાયણભાઈ ધોળકિયા સાથે અવારનવાર તકરાર થતી હતી. જેને લઇ તારીખ 29.09.2024 ના રોજ સાંજે 7:00 કલાકે બંને આરોપી ઢાંકી ગામથી નીકળેલ તેઓને બાબુભાઈ દ્વારા અહીંયાથી નીકળવાની ના પાડતા આરોપી દ્વારા ત્યાંથી જતા રહેલ ત્યારબાદ હથિયાર લઈને પરત પાછા આવેલો અને બાબુભાઈ સાથે તકરાર કરતા હતા તે સમયે પડોશમાં રહેતા દાનાભાઈ દ્વારા તે લોકોને સમજાવવા ગયેલ અને ઝઘડો ના કરવાનો કહેલ તેમ છતાં અલી નથુ દ્વારા દાનાભાઈની બાજુમાં તેમના દીકરાના દીકરા એટલે પૌત્ર પાણીની બોટલ ભરી રહ્યા હતા તે સમયે બાબુભાઈ ઉપર અલી નથુ ડફેર દ્વારા બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યુ હતું. હાજર ડોક્ટર દ્વારા નિકુંજને મૃત જાહેર કર્યો હતો બાબુભાઈને પેટના ભાગે છરા વાગતા ગંભીર ઇજા પહોંચી હતી અને દાનાભાઈના પૌત્ર નિકુંજભાઈ ઉંમર વર્ષ 12 ત્યાં પાણી ભરી રહ્યા હતા તે ફાયરિંગમાં છરો મિસ થઈ નિકુંજના છાતીના ભાગે હૃદય ઉપર લાગી આવ્યો હતો અને નિકુંજ તેના ઘરમાં ઢળી પડ્યો હતો ત્યારે તેના દાદા અને પરિવારજનો દ્વારા નિકુંજને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ નિકુંજ ઉઠ્યો ન હતો. ત્યારે તાત્કાલિક નિકુંજને તેના દાદા અને પરિવારજન દ્વારા લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને હાજર ડોક્ટર દ્વારા નિકુંજને મૃત જાહેર કર્યો હતો.

Lakhtar તાલુકાના ઢાંકી ગામ ખાતે ફાયરિંગની ઘટનામાં એક બાળકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

લખતર તાલુકાના ઢાંકી ગામ ખાતે ફાયરિંગની ઘટનામાં એક બાળકનું મોત થયુ છે. જેમાં કારેલા ગામની સીમમાં વસતા અને ગુજસીટોકના આરોપી દ્વારા બંદૂક દ્વારા ફાયરિંગ કરતા એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે તેમજ બાર વર્ષના બાળકને બંદૂકનો છરો લાગતા ઘટના સ્થળે મોત નિપજયું છે. ગુજસીટોકનો આરોપી અલી નથુ ડફેર તેમજ તેના સાથી આરોપી કરણ ડુંગરાણીયા દ્વારા લૂંટ અને દાદાગીરી કરતા હોવાનું વારંવાર ગામજનોને પરેશાન કરતા હતા.

બંદૂકથી બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું

ઢાંકી ગામના બાબુભાઈ નારાયણભાઈ ઓળકિયા દ્વારા અલી નથુ અને કરણને તેમના શેરી રસ્તા ઉપર લૂંટ કરી અવારનવાર નીકળતા હોવાનું ના પાડતા અલી નથુ દ્વારા બાબુભાઈ ઉપર બંદૂકથી બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બે રાઉન્ડ ફાયરિંગમાં નિકુંજભાઈ સંજયભાઈ ડુંગરાણી ઉંમર વર્ષ 12 અને બાબુભાઈ નારણભાઈ ઓળકિયા ઉંમર વર્ષ 35 છરા લાગતા બાબુભાઈને પેટના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જ્યારે નિકુંજને છાતીના હૃદયના ભાગ ઉપર છરો ઘૂસી જતા નિકુંજનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

અલી નથુ ડફેર દ્વારા બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યુ

અલી નથુ ગુજસીટોકનો આરોપી પેરોલ પર કારેલા ગામ રહેતા તેના રણાંક પર આવીને ભાગી છુટ્યો હતો અને પેરોલ જમ્પ થયો હતો. પેરોલ જમ્પ આરોપી દ્વારા ફાયરિંગ થતા પોલીસ ઉપર સવાલો ઉઠ્યા છે. લખતર તાલુકાના ઢાંકી ગામ ખાતે સાંજે 7:00 વાગેના રોજ ગુજસીટોક નો આરોપી અલી નથુ ડફેર તેમજ તેના સાથી આરોપી કરણ ડુંગરાણીયા અને ઢાંકી ગામમાં રહેતા બાબુભાઈ નારાયણભાઈ ધોળકિયા સાથે અવારનવાર તકરાર થતી હતી. જેને લઇ તારીખ 29.09.2024 ના રોજ સાંજે 7:00 કલાકે બંને આરોપી ઢાંકી ગામથી નીકળેલ તેઓને બાબુભાઈ દ્વારા અહીંયાથી નીકળવાની ના પાડતા આરોપી દ્વારા ત્યાંથી જતા રહેલ ત્યારબાદ હથિયાર લઈને પરત પાછા આવેલો અને બાબુભાઈ સાથે તકરાર કરતા હતા તે સમયે પડોશમાં રહેતા દાનાભાઈ દ્વારા તે લોકોને સમજાવવા ગયેલ અને ઝઘડો ના કરવાનો કહેલ તેમ છતાં અલી નથુ દ્વારા દાનાભાઈની બાજુમાં તેમના દીકરાના દીકરા એટલે પૌત્ર પાણીની બોટલ ભરી રહ્યા હતા તે સમયે બાબુભાઈ ઉપર અલી નથુ ડફેર દ્વારા બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યુ હતું.

હાજર ડોક્ટર દ્વારા નિકુંજને મૃત જાહેર કર્યો હતો

બાબુભાઈને પેટના ભાગે છરા વાગતા ગંભીર ઇજા પહોંચી હતી અને દાનાભાઈના પૌત્ર નિકુંજભાઈ ઉંમર વર્ષ 12 ત્યાં પાણી ભરી રહ્યા હતા તે ફાયરિંગમાં છરો મિસ થઈ નિકુંજના છાતીના ભાગે હૃદય ઉપર લાગી આવ્યો હતો અને નિકુંજ તેના ઘરમાં ઢળી પડ્યો હતો ત્યારે તેના દાદા અને પરિવારજનો દ્વારા નિકુંજને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ નિકુંજ ઉઠ્યો ન હતો. ત્યારે તાત્કાલિક નિકુંજને તેના દાદા અને પરિવારજન દ્વારા લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને હાજર ડોક્ટર દ્વારા નિકુંજને મૃત જાહેર કર્યો હતો.