Ahmedabad: ભૂવો રીપેર કરવા આવનાર JCB ભૂવામાં ગરકાવ

ગીતામંદિર પાછળ લક્ષ્મીપુરા ચાલીનો બનાવ ભારે વાહન પર પ્રતિબંધ છતાં જેસીબી મોકલાયું કામગીરી સમયે AMCનાં કોઈ અધિકારીઓ હાજર નહોતા અમદાવાદના ગીતામંદિર પાસે બે દિવસ પહેલા પડેલા ભૂવામાં જેસીબી ગરકાવ થઈ ગયું છે. ભૂવાને રિપેર કરવા આવનાર JCB જ ભૂવામાં પડી જતાં મુશ્કેલીમાં વધારો થયો છે. છેલ્લા ઘણા દિવસોથી સાર્વત્રિક વરસાદને લીધે અમદાવાદના ગીતામંદિર પાસે ભૂવો પડ્યો હતો. જે ભૂવાને રિપેર કરવા આવનાર જેસીબી જ ભૂવામાં પડી ગયું હતું. જેસીબી ગરકાવ થતાં ભૂવો મોટો પડી ગયો હતો. આ કામગીરી દરમિયાન ભૂવાની આસપાસ બાળકો રમી રહ્યા હતા. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આ રસ્તા પર ભારે વાહનો નહીં લઈ જવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. તેમ છતાં આ રસ્તા પર પડેલા ભૂવાને રિપેર કરવા માટે જેસીબીને મોકલવામાં આવ્યું હતું. સ્માર્ટસિટીનો દરજ્જો ધરાવે છે અમદાવાદ સ્માર્ટસિટીનો દરજ્જો ધરાવે છે અમદાવાદ. જોકે આ શહેર સ્માર્ટસિટી નહીં, પરંતુ ખાડા સિટી બનતું જાય છે. ચોમાસામાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં ખાડા પડી ગયા છે, જેને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવે છે. જોકે વરસાદના બીજા રાઉન્ડમાં જેટલા ખાડા પૂરવામાં આવ્યા હતા, એ ફરીથી મોટા ખાડામાં પરિવર્તિત થઈ ગયા છે તેમજ અનેક જગ્યાએ નવા ખાડા પણ પડી ગયા છે. રોડની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે આખો રોડ જ ખાડો બની ગયો છે. અમદાવાદમાં પૂર્વ હોય કે પશ્ચિમ દરેક વિસ્તારમાં રોડ ખાડા વાળા જોવા મળી રહ્યા છે. ભાજપના કોર્પોરેટરની ઓફિસની બહાર જ રોડ પર અને ચાર રસ્તા પર ખાડાઓ જ ખાડાઓ જોવા મળ્યા છે.

Ahmedabad: ભૂવો રીપેર કરવા આવનાર JCB ભૂવામાં ગરકાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગીતામંદિર પાછળ લક્ષ્મીપુરા ચાલીનો બનાવ
  • ભારે વાહન પર પ્રતિબંધ છતાં જેસીબી મોકલાયું
  • કામગીરી સમયે AMCનાં કોઈ અધિકારીઓ હાજર નહોતા

અમદાવાદના ગીતામંદિર પાસે બે દિવસ પહેલા પડેલા ભૂવામાં જેસીબી ગરકાવ થઈ ગયું છે. ભૂવાને રિપેર કરવા આવનાર JCB જ ભૂવામાં પડી જતાં મુશ્કેલીમાં વધારો થયો છે.

છેલ્લા ઘણા દિવસોથી સાર્વત્રિક વરસાદને લીધે અમદાવાદના ગીતામંદિર પાસે ભૂવો પડ્યો હતો. જે ભૂવાને રિપેર કરવા આવનાર જેસીબી જ ભૂવામાં પડી ગયું હતું. જેસીબી ગરકાવ થતાં ભૂવો મોટો પડી ગયો હતો. આ કામગીરી દરમિયાન ભૂવાની આસપાસ બાળકો રમી રહ્યા હતા. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આ રસ્તા પર ભારે વાહનો નહીં લઈ જવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. તેમ છતાં આ રસ્તા પર પડેલા ભૂવાને રિપેર કરવા માટે જેસીબીને મોકલવામાં આવ્યું હતું.


સ્માર્ટસિટીનો દરજ્જો ધરાવે છે અમદાવાદ

સ્માર્ટસિટીનો દરજ્જો ધરાવે છે અમદાવાદ. જોકે આ શહેર સ્માર્ટસિટી નહીં, પરંતુ ખાડા સિટી બનતું જાય છે. ચોમાસામાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં ખાડા પડી ગયા છે, જેને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવે છે. જોકે વરસાદના બીજા રાઉન્ડમાં જેટલા ખાડા પૂરવામાં આવ્યા હતા, એ ફરીથી મોટા ખાડામાં પરિવર્તિત થઈ ગયા છે તેમજ અનેક જગ્યાએ નવા ખાડા પણ પડી ગયા છે. રોડની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે આખો રોડ જ ખાડો બની ગયો છે. અમદાવાદમાં પૂર્વ હોય કે પશ્ચિમ દરેક વિસ્તારમાં રોડ ખાડા વાળા જોવા મળી રહ્યા છે. ભાજપના કોર્પોરેટરની ઓફિસની બહાર જ રોડ પર અને ચાર રસ્તા પર ખાડાઓ જ ખાડાઓ જોવા મળ્યા છે.