Ahmedabad : બાવળા હાઈવે પર રજોડા ગેટ પાસે ટ્રક પલટી, ડ્રાઈવરનો આબાદ બચાવ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ-બાવળા નેશનલ હાઇવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે. આજે બાવળાના રજોડા ગેટ પાસે એક માલવાહક ટ્રક અચાનક પલટી મારી જવાની ઘટના સામે આવી છે. આ ગમખ્વાર અકસ્માતમાં ટ્રકને ભારે નુકસાન થયું છે, પરંતુ સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો છે.
રજોડા ગેટ પાસે સર્જાયો અકસ્માત
મળતી માહિતી મુજબ, ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રક રોડની એક બાજુ આડી પડી ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. ડ્રાઈવરને માત્ર નાની-મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસની ત્વરિત કામગીરી
અકસ્માતને કારણે હાઈવે પર વાહનોની અવરજવરમાં અડચણ ઉભી થઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. બનાવની જાણ થતા જ બાવળા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ક્રેઈનની મદદથી અકસ્માતગ્રસ્ત ટ્રકને રોડની બાજુ પર ખસેડવાની કામગીરી હાથ ધરી હતી અને ટૂંક સમયમાં ટ્રાફિક ક્લિયર કરાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
આ પણ વાંચો--- Kutch : સારા સમાચાર, સાઉદીથી 48,000 ટન LPG ભરેલું વિશાળ જહાજ AL AIN રવિવારે મુંદ્રા પોર્ટ પહોંચશે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

