Ahmedabad: પ્રહલાદનગરમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 5થી વધુ ફાયર ફાઇટર ઘટનાસ્થળે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં આવેલા પ્રહલાદનગર વિસ્તારમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગની ઘટનાને લઇ 5થી વધુ ફાયરબ્રિગેડ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી છે.
પ્રહલાદનગર વિસ્તારમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી છે. પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાયા હતા. જો કે અત્યાર સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. જણાવવામાં આવી રહ્યું છે કે આગ પર કાબૂ મેળવ્યા બાદ જ ખબર પડશે કે આગ કયા કારણોસર લાગી છે. સાવચેતીના ભાગરૂપે આપાસના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.
પ્રહલાદનગરમાં પ્લાસ્ટિક અને કાગળના વેરહાઉસમાં ભીષણ આગ લાગી હતી, આગ એટલી વિકરાળ હતી કે દૂર દુરથી ધૂમાડા જોવા મળી રહ્યા હતા. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 5 થી વધુ ફાયરબ્રિગેડ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી છે.
What's Your Reaction?






