Ahmedabad: પોર્ટુગલના નાગરિક બનવા સ્વર્ગસ્થ પિતરાઈ ભાઈની ઓળખ ચોરી કરી

Feb 20, 2025 - 01:00
Ahmedabad: પોર્ટુગલના નાગરિક બનવા સ્વર્ગસ્થ પિતરાઈ ભાઈની ઓળખ ચોરી કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલસાડના યુવકે તેના માસીયાઇ ભાઇનું અવસાન થયા બાદ તેની ઓળખ ચોરી કરીને બોગસ ડોક્યુમેન્ટ બનાવીને મુંબઇની પાસપોર્ટ ઓફિસમાં રજૂ કરીને ભારતીય પાસપોર્ટ કઢાવ્યો હતો.

બાદમાં યુવકે પોર્ટુગલના નાગરિક તરીકેનો દરજ્જો લેવા અને ભારતીય પાસપોર્ટ રદ કરવા માટે E-FRROમાં ઓનલાઇન અરજી કરી હતી. આ અરજી કર્યા બાદ યુવકને FRRO ઓફિસમાં બોલાવીને ભારતીય પાસપોર્ટ રદ કરવા ડોક્યુમેન્ટ માંગતા સમગ્ર ભાંડો ફૂટયો હતો. આ અંગે FRROના અધિકારીએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં યુવક વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

નવરંગપુરામાં રહેતા ઇશિતા ઠક્કર 3 વર્ષથી ફોરેન રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસમાં ઇમિગ્રેશન ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેમની પાસે વિઝા એપ્લીકેશન આવે તેનું વેરીફિકેશન કરીને પરમિશન આપવાનું કામ છે. તેઓ ગત.7 જાન્યુઆરીએ E-FRRO પોર્ટલ પર એક અરજી આવી હતી. જેમાં પોર્ટુગીઝ પાસપોર્ટ ધારક મયુર રમેશ ટંડેલ નામના યુવકે ભારતીય વિઝા મેળવવા માટે ઓનલાઇન અરજી કરી હતી. મયુરે ભારતીય પાસપોર્ટનો ફોટો મૂક્યો હતો. જે પાસપોર્ટ મુંબઇની રિજનલ પાસપોર્ટ ઓફિસથી ઇસ્યુ થયો હતો. મયુરનું જન્મ સ્થળ ભારતીય પાસપોર્ટમાં દમણ લખેલુ હતુ. મંગળવારે મયુર વિઝા મેળવવા માટે FRRO કચેરીએ આવી ઇશિતા ઠક્કરને મળ્યો હતો.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0