Ahmedabad : પહેલી ઓક્ટોબરથી CCI ગુજરાતમાં ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરશે

કોટન કોર્પોરેશન ઓફ્ ઈન્ડિયા (CCI) દેશમાં કપાસ માટે લઘુત્તમ ટેકાના ભાવથી ખરીદીની કામગીરી કરવા માટે કેન્દ્રીય નોડલ એજન્સી છે. ઓકટોબર મહિનાથી કપાસની નવી સિઝન શરૂ થશે તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન 1 ઓકટોબરથી ગુજરાતમાં ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરશે. કપાસ પકવતા ખેડૂતો 1 ઓક્ટોબરથી ટેકાના ભાવે તેમનો કપાસ વેચી શકે તે માટે, CCIએ કપાસના ખેડૂતોની નોંધણી પહેલાથી જ શરૂ કરી દીધી છે. નોંધણી માટે, ખેડૂતો નજીકના ખરીદ કેન્દ્રનો સંપર્ક કરી શકે છે તેમ કોર્પોરેશનની યાદીમાં જણાવાયું છે. નજીકના ખરીદ કેન્દ્રની સંપર્ક વિગતો માટે, ખેડૂતો મોબાઇલ પર કોટ-એલી (cott-ally) એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે અથવા CCIની વેબસાઇટ પરથી વિગતો મેળવી શકે છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -