3 વર્ષની માસૂમ બાળા સાથે દુષ્કર્મના વિરોધમાં ઉમરગામમાં સજ્જડ બંધ, ઘર્ષણ થતાં લાઠી ચાર્જ

Umargam Shutdown Protest: ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં ત્રણ વર્ષીય માસૂમ બાળકી સાથે વિધર્મી યુવાને દુષ્કર્મ કરાયાની ગંભીર ઘટનાને પગલે બુધવારે ઉમરગામ સ્વયંભૂ બંધ રહી ભારે વિરોધ સાથે આક્રોશ વ્યકત કર્યો હતો. ઉમરગામ ટાઉનથી મહિલા સહિત હજારો લોકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. જો કે પોલીસ દ્વારા રેલીને અટકાવવા પ્રયાસ કરાતા લોકોએ ભારે હંગામો મચાવી દેતા મહિલા સહીત લોકો પર પોલીસે દંડાવાળી કરી હતી. બીજી તરફ સમગ્ર ઉમરગામમાં વેપાર-ધંધો બંધ રહ્યો હતો. પોલીસે આ ગંભીર ગુનામાં પોલીસે આરોપીને પકડી પાડયો હતો. ત્રણ વર્ષીય માસૂમ બાળકી સાથે પાડોશીએ દુષ્કર્મ આચર્યું ઉમરગામના ગાંધીવાડી ખાતે રહેતા પરપ્રાંતિય પરિવારની ત્રણ વર્ષીય માસૂમ બાળકી સાથે પાડોશમાં રહેતા વિધર્મી યુવાને કામવાસનામાં ચકચુર બની દુષ્કર્મ આચર્યું હતું. મંગળવારે સાંજે આ ગંભીર ઘટના બહાર આવતા લોકોમાં ભારે ચકચાર સાથે વિરોધનો ચરૂ ઉઠયો હતો. હિન્દુ સંગઠનના આગેવાનો સહિતના હજારો લોકોએ પોલીસ મથકનો ઘેરાવ કરી ભારે આક્રોશ સાથે હંગામો મચાવી દીધો હતો. જો કે પોલીસે આ ગંભીર ઘટનામાં ગંભીર બની નરાધમ આરોપીને મહારાષ્ટ્રના પાલઘરથી દબોચી લીધો હતો.આ પણ વાંચો: માઉન્ટ આબુમાં ભારે વરસાદ પડતાં નખી તળાવ ઓવરફ્‌લો, અત્યાર સુધીમાં 46 ઇંચ વરસાદબાળકી સાથે દુષ્કર્મના વિરોધમાં ઉમરગામ સજ્જડ બંધમાસૂમ બાળકી પર થયેલા અત્યાચારના વિરોધમાં આજે બુધવારે ઉમરગામ સ્વયંભૂ બંધ રાખી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તમામ દુકાનો, હોટલો, લારીગલ્લા બંધ રહ્યા હતા. એટલું જ નહીં પણ ઓટો રીક્ષા, સ્કૂલ વાહનો, કર્મચારી વાહનો  પણ બંધ રહ્યા હતા. તો કેટલીક કંપનીઓમાં કર્મચારી નહીં પહોંચતા કંપનીઓ પણ બંધ રહી હતી. ઉમરગામના ખતલવાડા ગામે વેપારી એસોસિયશન દ્વારા ઉમરગામની માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટનાનો ભારે વિરોધ કર્યો હતો. ઘટનાના વિરોધમાં લોકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી વેપારીઓ દ્વારા આ ઘટનાના વિરોધમાં બુધવારે દુકાનો બંધ રાખી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. બીજી તરફ ઉમરગામ ટાઉનથી મહિલા સહિતના હજારો લોકોની રેલી નીકળી હતી. રેલીમાં જોડાયેલા લોકોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસ દ્વારા આ રેલી રોકવા પ્રયાસ કરાતા લોકોએ ભારે હંગામો મચાવી દીધો હતો. પરિસ્થિતિ વઘુ વણસે નહીં તે માટે પોલીસે મહિલા સહિતના લોકો પર દંડાવાળી કરી હતી. પોલીસે આરોપી સામે જુદી જુદીં કલમ હેઠળ ગુનો નોંઘ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ઠેરઠેર પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો હતો. આ પણ વાંચો: સરકારના બે મંત્રીઓ આવ્યા, પૂરના પાણીમાં પગ મૂક્યા વગર ‘ફ્‌લડ ટુરિઝમ’ કરીને રવાનાપોલીસ દ્વારા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા દરખાસ્ત કરાશેવલસાડ જીલ્લા પોલીસવડા કરણરાજ વાઘેલાએ બુધવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં ત્રણ વર્ષીય માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને પકડી પાડયો હોવાનું જણાવી તેની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 65(2) પોકસો કલમ 4,5,6,8 સહિત જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેઓ આ ગુનામાં ફાસીની સજાની જોગવાઈ હોવાનું ઉમેરી ગણતરીના દિવસોમાં તમામ પુરાવાઓ સાથે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરાશે અને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા દરખાસ્ત કરાશે એમ જણાવ્યું હતું.બાઈક, રીક્ષા સહિતના વાહનો સળગાવી દેવાયાંઉમરગામમાં માસૂમ બાળકી સાથે થયેલા અત્યાચારને પગલે હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા બાદ ભારે વિરોધ સાથે પોલીસ મથકનો ઘેરાવ કરી હોબાળો મચાવી દીધો હતો. હિન્દુ સંગઠનના આગેવાનો સહિત લોકોએ કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. ગઈકાલે મંગળવારે મધરાતે  લોકોનું ટોળુ ગાંધીવાડીમાં ધસી ગયા બાદ બાઈક, રીક્ષા સહિતના વાહનોને આગ લગાવી બેથી ત્રણ દુકાનોમાં તોડફોડ કરી આક્રોશ ઠાલવ્યો હતો.આ પણ વાંચો: અમદાવાદમાં 89 તળાવ વરસાદી પાણીથી છલકાયા, શહેરમાં 130 તળાવો છતાં બાર મહિના પાણી રહેતુ જ નથીઆરોપી મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રેનમાંથી પકડાયોઆરોપી માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચારી ફરાર થઈ ગયો હતો. આ ગંભીર ઘટનામાં પોલીસ ગંભીર બની આરોપીને પકડવા માટે જુદી જુદી ટીમ બનાવી આકાશ-પાતાળ એક કરી દીધા હતા. પોલીસે લગભગ બે કલાકના સમયગાળા દરમિયાન જ મળેલી કડીના આધારે મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશને સુરતથી વિરાર જતી ટ્રેનના ડબ્બામાંથી દબોચી લીધો હતો.પોલીસ મથકમાં આરોપીની પકડવાની માંગ સાથે બેસી ગયાઉમરગામ પોલીસ મથકમાં હિન્દુ સંગઠનોના આગેવાનો સહિત હજારો લોકો એકત્રિત થઈ બાળકી સાથે થયેલા દુષ્કર્મને લઈ ભારે હંગામો મચાવી દીધો હતો. લોકોએ આરોપીને તાત્કાલિક પકડવાની માગ પણ કરી હતી. એટલું જ નહી પણ પોલીસ અધિકારી અને લોકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. જ્યા સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી લોકોએ પોલીસ મથકેથી નહીં જવાનું જણાવી લોકો જમીન પર મધરાત સુધી બેસી રહ્યા હતા. જો કે આરોપી પકડાઈ જતાં લોકો વિખેરાઈ ગયા હતા.

3 વર્ષની માસૂમ બાળા સાથે દુષ્કર્મના વિરોધમાં ઉમરગામમાં સજ્જડ બંધ, ઘર્ષણ થતાં લાઠી ચાર્જ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Umargam Shutdown Protest

Umargam Shutdown Protest: ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં ત્રણ વર્ષીય માસૂમ બાળકી સાથે વિધર્મી યુવાને દુષ્કર્મ કરાયાની ગંભીર ઘટનાને પગલે બુધવારે ઉમરગામ સ્વયંભૂ બંધ રહી ભારે વિરોધ સાથે આક્રોશ વ્યકત કર્યો હતો. ઉમરગામ ટાઉનથી મહિલા સહિત હજારો લોકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. જો કે પોલીસ દ્વારા રેલીને અટકાવવા પ્રયાસ કરાતા લોકોએ ભારે હંગામો મચાવી દેતા મહિલા સહીત લોકો પર પોલીસે દંડાવાળી કરી હતી. બીજી તરફ સમગ્ર ઉમરગામમાં વેપાર-ધંધો બંધ રહ્યો હતો. પોલીસે આ ગંભીર ગુનામાં પોલીસે આરોપીને પકડી પાડયો હતો. 

ત્રણ વર્ષીય માસૂમ બાળકી સાથે પાડોશીએ દુષ્કર્મ આચર્યું 

ઉમરગામના ગાંધીવાડી ખાતે રહેતા પરપ્રાંતિય પરિવારની ત્રણ વર્ષીય માસૂમ બાળકી સાથે પાડોશમાં રહેતા વિધર્મી યુવાને કામવાસનામાં ચકચુર બની દુષ્કર્મ આચર્યું હતું. મંગળવારે સાંજે આ ગંભીર ઘટના બહાર આવતા લોકોમાં ભારે ચકચાર સાથે વિરોધનો ચરૂ ઉઠયો હતો. હિન્દુ સંગઠનના આગેવાનો સહિતના હજારો લોકોએ પોલીસ મથકનો ઘેરાવ કરી ભારે આક્રોશ સાથે હંગામો મચાવી દીધો હતો. જો કે પોલીસે આ ગંભીર ઘટનામાં ગંભીર બની નરાધમ આરોપીને મહારાષ્ટ્રના પાલઘરથી દબોચી લીધો હતો.

આ પણ વાંચો: માઉન્ટ આબુમાં ભારે વરસાદ પડતાં નખી તળાવ ઓવરફ્‌લો, અત્યાર સુધીમાં 46 ઇંચ વરસાદ

બાળકી સાથે દુષ્કર્મના વિરોધમાં ઉમરગામ સજ્જડ બંધ

માસૂમ બાળકી પર થયેલા અત્યાચારના વિરોધમાં આજે બુધવારે ઉમરગામ સ્વયંભૂ બંધ રાખી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તમામ દુકાનો, હોટલો, લારીગલ્લા બંધ રહ્યા હતા. એટલું જ નહીં પણ ઓટો રીક્ષા, સ્કૂલ વાહનો, કર્મચારી વાહનો  પણ બંધ રહ્યા હતા. તો કેટલીક કંપનીઓમાં કર્મચારી નહીં પહોંચતા કંપનીઓ પણ બંધ રહી હતી. ઉમરગામના ખતલવાડા ગામે વેપારી એસોસિયશન દ્વારા ઉમરગામની માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટનાનો ભારે વિરોધ કર્યો હતો. 

ઘટનાના વિરોધમાં લોકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી 

વેપારીઓ દ્વારા આ ઘટનાના વિરોધમાં બુધવારે દુકાનો બંધ રાખી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. બીજી તરફ ઉમરગામ ટાઉનથી મહિલા સહિતના હજારો લોકોની રેલી નીકળી હતી. રેલીમાં જોડાયેલા લોકોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસ દ્વારા આ રેલી રોકવા પ્રયાસ કરાતા લોકોએ ભારે હંગામો મચાવી દીધો હતો. પરિસ્થિતિ વઘુ વણસે નહીં તે માટે પોલીસે મહિલા સહિતના લોકો પર દંડાવાળી કરી હતી. પોલીસે આરોપી સામે જુદી જુદીં કલમ હેઠળ ગુનો નોંઘ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ઠેરઠેર પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો હતો. 

આ પણ વાંચો: સરકારના બે મંત્રીઓ આવ્યા, પૂરના પાણીમાં પગ મૂક્યા વગર ‘ફ્‌લડ ટુરિઝમ’ કરીને રવાના

પોલીસ દ્વારા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા દરખાસ્ત કરાશે

વલસાડ જીલ્લા પોલીસવડા કરણરાજ વાઘેલાએ બુધવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં ત્રણ વર્ષીય માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને પકડી પાડયો હોવાનું જણાવી તેની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 65(2) પોકસો કલમ 4,5,6,8 સહિત જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેઓ આ ગુનામાં ફાસીની સજાની જોગવાઈ હોવાનું ઉમેરી ગણતરીના દિવસોમાં તમામ પુરાવાઓ સાથે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરાશે અને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા દરખાસ્ત કરાશે એમ જણાવ્યું હતું.

બાઈક, રીક્ષા સહિતના વાહનો સળગાવી દેવાયાં

ઉમરગામમાં માસૂમ બાળકી સાથે થયેલા અત્યાચારને પગલે હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા બાદ ભારે વિરોધ સાથે પોલીસ મથકનો ઘેરાવ કરી હોબાળો મચાવી દીધો હતો. હિન્દુ સંગઠનના આગેવાનો સહિત લોકોએ કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. ગઈકાલે મંગળવારે મધરાતે  લોકોનું ટોળુ ગાંધીવાડીમાં ધસી ગયા બાદ બાઈક, રીક્ષા સહિતના વાહનોને આગ લગાવી બેથી ત્રણ દુકાનોમાં તોડફોડ કરી આક્રોશ ઠાલવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં 89 તળાવ વરસાદી પાણીથી છલકાયા, શહેરમાં 130 તળાવો છતાં બાર મહિના પાણી રહેતુ જ નથી

આરોપી મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રેનમાંથી પકડાયો

આરોપી માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચારી ફરાર થઈ ગયો હતો. આ ગંભીર ઘટનામાં પોલીસ ગંભીર બની આરોપીને પકડવા માટે જુદી જુદી ટીમ બનાવી આકાશ-પાતાળ એક કરી દીધા હતા. પોલીસે લગભગ બે કલાકના સમયગાળા દરમિયાન જ મળેલી કડીના આધારે મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશને સુરતથી વિરાર જતી ટ્રેનના ડબ્બામાંથી દબોચી લીધો હતો.

પોલીસ મથકમાં આરોપીની પકડવાની માંગ સાથે બેસી ગયા

ઉમરગામ પોલીસ મથકમાં હિન્દુ સંગઠનોના આગેવાનો સહિત હજારો લોકો એકત્રિત થઈ બાળકી સાથે થયેલા દુષ્કર્મને લઈ ભારે હંગામો મચાવી દીધો હતો. લોકોએ આરોપીને તાત્કાલિક પકડવાની માગ પણ કરી હતી. એટલું જ નહી પણ પોલીસ અધિકારી અને લોકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. જ્યા સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી લોકોએ પોલીસ મથકેથી નહીં જવાનું જણાવી લોકો જમીન પર મધરાત સુધી બેસી રહ્યા હતા. જો કે આરોપી પકડાઈ જતાં લોકો વિખેરાઈ ગયા હતા.