Anand: આણંદમાં પ્રવેશોત્સવની 1800થી વધુ સાયકલોનું રંગ રોગાન કરાયું શરૂ
આણંદ જિલ્લામાં રાજય સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધો.9ની કન્યાઓને શાળામાં અવર જવર કરવા માટે સાયકલો આપવામાં આવે છે,પરંતુ તંત્રની લાપરવાહીનાં કારણે કન્યાઓને વિતરણ કરવાની સાયકલો છેલ્લા દોઢ વર્ષથી સામરખાની એચ એલ પટેલ હાઈસ્કુલનાં ખુલ્લા મેદાનમાં કાટ ખાઈ રહી છે,ત્યારે સાયકલ વિતરણ કરતી એજન્સી દ્વારા કાટ ખવાયેલી સાયકલોને સાફ કરી રંગ રોગાન કરી જુની સાયકલો કન્યાઓને પધરાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. રાજય સરકારની સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધો.9માં અભ્યાસ કરતી અનુસુચિત જાતી અને બક્ષિપંચ સહીતની વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરવા માટે દોઢ વર્ષ પૂર્વે આણંદનાં સામરખાની એચ એલ પટેલ હાઈસ્કુલનાં મેદાનમાં સાયકલો ઉતારવામાં આવી હતી પરંતુ ત્યારબાદ શાળા પ્રવેશોત્સવ 2023માં આ સાયકલો વિતરણ કરવાની હતી પરંતુ તંત્રની લાપરવાહીનાં કારણે વર્ષ 2024 પૂર્ણ થવાનાં આરે છે,તેમ છતાં કન્યાઓને આ સાયકલો વિતરણ કરવામાં આવી નથી અને જેને લઈને છેલ્લા દોઢ વર્ષથી આ સાયકલો કાટ ખવાઈ રહી છે,સાયકલોની આસપાસ ઝાડી ઝાંખરા ઉગી નિકળ્યા છે,જયારે પાછળ બ્રેકલાઈટનાં બકલો પણ તુટી ગયા છે,અને સાયકલની ચેઈન સાયકલનાં વ્હીલ,સ્પોક સ્ટેરીંગને કાટ લાગી ગયો છે, દોઢ વર્ષ બાદ જાગેલા તંત્ર દ્વારા અચાનક સાયકલ વિતરણ કરવા માટેનું નક્કી કરાતા સાયકલ વિતરણ કરતી એજન્સી ગ્રીમકોની ટીમનાં કર્મચારીઓ દ્વારા કાટ ખવાયેલી સાયકલોને સાફ કરી કાટ પર રંગરોગાન કરી જુની કાટ ખવાયેલી સાયકલોને નવા કલેવર પહેરાવીને વિદ્યાર્થીનીઓને પધરાવવા માટે સાયકલોને રંગરોગાન કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે,એક તરફ રાજય સરકાર દ્વારા જુની કાટ ખવાયેલી સાયકલોને પરત લઈને નવી સાયકલોનું વિતરણ કરવા માટેનાં આદેશ આપેલા હોવા છતાં તંત્ર અને એજન્સીની મિલિભગતથી કાટ ખવાયેલી જુની સાયકલોને રંગરોગાન કરી સાયકલો વિતરણ કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. આણંદનાં બક્ષીપંચ સમાજ કલ્યાણ અધિકારી અને અનુસુચિત જાતી વિભાગનાં સમાજ કલ્યાણ વિભાગનાં અધિકારીઓેએ જણાવ્યું હતું જે સાયકલો પડી રહેલી છે,તે સાયકલોનો કબ્જો હજુ સુધી અમારા વિભાગને સોંપવામાં આવેલો નથી,કવોલીટી ચેક કર્યા બાદ જે તે કવોલીટી ચેક નિરિક્ષક દ્વારા કવોલીટી ચેકનાં સ્ટીકર માર્યા બાદ સાયકલો સમાજ કલ્યાણ વિભાગને સોંપવામાં આવશે અને ત્યારબાદ આ સાયકલો વિદ્યાર્થીનીઓને વિતરીત કરવામાં આવશે. 1800 થી વધુ નવી નકોર સાયકલો ચોમાસા દરમિયાન હાઈસ્કૂલના ખુલ્લા મેદાનમાં પડી રહેવાનાં કારણે સાયકલોનાં ઢગલા વચ્ચે ધાસ અને ઝાડી ઝાંખરા ઉગી નિકળ્યા છે,અને જેના કારણે નવી સાયકલોને કાટ આવવાથી સાયકલો ભંગારમાં ફેરવાઈ ગઈ છે,અને 2500થી વધુ સાયકલોમાંથી 600 થી વધુ સાયકલોને્ રંગરોગાન કરી કવોલીટી ચેકનો સિક્કો મારી વિદ્યાર્થીનીઓને પધરાવી દેવામાં આવી છે. વિકસતી જાતી સમાજ કલ્યાણ અધિકારી દ્વારા 8600ની સાયકલોની માંગણી સામે ગ્રીમકો દ્વારા 581 સાયકલો સમાજ કલ્યાણ વિભાગને સોંપવામાં આવી છે, અને જે સાયકલો કન્યાઓને વિતરણ કરવામાં આવી છે.અને અન્ય સાયકલો મળ્યા બાદ કન્યાઓને વિતરણ કરવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદ જિલ્લામાં રાજય સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધો.9ની કન્યાઓને શાળામાં અવર જવર કરવા માટે સાયકલો આપવામાં આવે છે,પરંતુ તંત્રની લાપરવાહીનાં કારણે કન્યાઓને વિતરણ કરવાની સાયકલો છેલ્લા દોઢ વર્ષથી સામરખાની એચ એલ પટેલ હાઈસ્કુલનાં ખુલ્લા મેદાનમાં કાટ ખાઈ રહી છે,ત્યારે સાયકલ વિતરણ કરતી એજન્સી દ્વારા કાટ ખવાયેલી સાયકલોને સાફ કરી રંગ રોગાન કરી જુની સાયકલો કન્યાઓને પધરાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.
રાજય સરકારની સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધો.9માં અભ્યાસ કરતી અનુસુચિત જાતી અને બક્ષિપંચ સહીતની વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરવા માટે દોઢ વર્ષ પૂર્વે આણંદનાં સામરખાની એચ એલ પટેલ હાઈસ્કુલનાં મેદાનમાં સાયકલો ઉતારવામાં આવી હતી પરંતુ ત્યારબાદ શાળા પ્રવેશોત્સવ 2023માં આ સાયકલો વિતરણ કરવાની હતી પરંતુ તંત્રની લાપરવાહીનાં કારણે વર્ષ 2024 પૂર્ણ થવાનાં આરે છે,તેમ છતાં કન્યાઓને આ સાયકલો વિતરણ કરવામાં આવી નથી અને જેને લઈને છેલ્લા દોઢ વર્ષથી આ સાયકલો કાટ ખવાઈ રહી છે,સાયકલોની આસપાસ ઝાડી ઝાંખરા ઉગી નિકળ્યા છે,જયારે પાછળ બ્રેકલાઈટનાં બકલો પણ તુટી ગયા છે,અને સાયકલની ચેઈન સાયકલનાં વ્હીલ,સ્પોક સ્ટેરીંગને કાટ લાગી ગયો છે,
દોઢ વર્ષ બાદ જાગેલા તંત્ર દ્વારા અચાનક સાયકલ વિતરણ કરવા માટેનું નક્કી કરાતા સાયકલ વિતરણ કરતી એજન્સી ગ્રીમકોની ટીમનાં કર્મચારીઓ દ્વારા કાટ ખવાયેલી સાયકલોને સાફ કરી કાટ પર રંગરોગાન કરી જુની કાટ ખવાયેલી સાયકલોને નવા કલેવર પહેરાવીને વિદ્યાર્થીનીઓને પધરાવવા માટે સાયકલોને રંગરોગાન કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે,એક તરફ રાજય સરકાર દ્વારા જુની કાટ ખવાયેલી સાયકલોને પરત લઈને નવી સાયકલોનું વિતરણ કરવા માટેનાં આદેશ આપેલા હોવા છતાં તંત્ર અને એજન્સીની મિલિભગતથી કાટ ખવાયેલી જુની સાયકલોને રંગરોગાન કરી સાયકલો વિતરણ કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે.
આણંદનાં બક્ષીપંચ સમાજ કલ્યાણ અધિકારી અને અનુસુચિત જાતી વિભાગનાં સમાજ કલ્યાણ વિભાગનાં અધિકારીઓેએ જણાવ્યું હતું જે સાયકલો પડી રહેલી છે,તે સાયકલોનો કબ્જો હજુ સુધી અમારા વિભાગને સોંપવામાં આવેલો નથી,કવોલીટી ચેક કર્યા બાદ જે તે કવોલીટી ચેક નિરિક્ષક દ્વારા કવોલીટી ચેકનાં સ્ટીકર માર્યા બાદ સાયકલો સમાજ કલ્યાણ વિભાગને સોંપવામાં આવશે અને ત્યારબાદ આ સાયકલો વિદ્યાર્થીનીઓને વિતરીત કરવામાં આવશે.
1800 થી વધુ નવી નકોર સાયકલો ચોમાસા દરમિયાન હાઈસ્કૂલના ખુલ્લા મેદાનમાં પડી રહેવાનાં કારણે સાયકલોનાં ઢગલા વચ્ચે ધાસ અને ઝાડી ઝાંખરા ઉગી નિકળ્યા છે,અને જેના કારણે નવી સાયકલોને કાટ આવવાથી સાયકલો ભંગારમાં ફેરવાઈ ગઈ છે,અને 2500થી વધુ સાયકલોમાંથી 600 થી વધુ સાયકલોને્ રંગરોગાન કરી કવોલીટી ચેકનો સિક્કો મારી વિદ્યાર્થીનીઓને પધરાવી દેવામાં આવી છે. વિકસતી જાતી સમાજ કલ્યાણ અધિકારી દ્વારા 8600ની સાયકલોની માંગણી સામે ગ્રીમકો દ્વારા 581 સાયકલો સમાજ કલ્યાણ વિભાગને સોંપવામાં આવી છે, અને જે સાયકલો કન્યાઓને વિતરણ કરવામાં આવી છે.અને અન્ય સાયકલો મળ્યા બાદ કન્યાઓને વિતરણ કરવામાં આવશે.