Ahmedabad: ધોળકાના ચલોડા ગામે 85 વર્ષીય વૃદ્ધાની કરપીણ હત્યા કરાઈ

ધોળકા તાલુકાના ચલોડા ખાતે સીમ વિસ્તારમાં આવેલા 360 ફાર્મ ખાતે કરપીણ હત્યાની ઘટના બની છે. ધોળકા તાલુકાના ચલોડા ખાતે સીમ વિસ્તારમાં આવેલા 360 ફાર્મમાં ચોરીના ઈરાદે આવેલા ઈસમે 85 વર્ષીય વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી દીધા છે. હત્યાની ઘટનાએ આસપાસના વિસ્તારમાં ચકચાર મચાવી છે.મોડી રાત્રે કાળુભાઈ ઠાકોર ચોરીના ઈરાદે ફાર્મમાં ઘૂસ્યો હતો ખેતરમાં 85 વર્ષીય વૃદ્ધની કરપીણ હત્યાની ઘટના સામે આવી છે. જેને લઈને આસપાસના લોકોમાં ભારે ડરનો માહોલ છે. ચલોડાના સીમ વિસ્તારમાં આવેલા 360 ફાર્મ હાઉસ ખાતે 7 ફેબ્રુઆરીની મોડી રાત્રે કાળુભાઈ ઠાકોર ચોરીના ઈરાદે ઘૂસ્યો હતો, જો કે અવાજ થતાં ફાર્મ હાઉસમાં ઘરની બહાર ઉંઘી રહેલા તખીબેન ઠાકોર જાગી ગયા હતા અને આ અજાણ્યા વ્યક્તિને પડકાર્યો હતો. આથી પકડાઈ જવાના ડરથી આરોપીએ લાકડી વડે વૃદ્ધા પર તૂટી પડ્યો હતો, જેમાં તખીબેનને ગંભીર ઈજા થતાં તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. ત્યારબાદ ચોરે અન્ય એક મકાનની દીવાલને તોડવાનો પ્રયાસ કરતા સમયે અન્ય લોકો જાગી જતા આ ઈસમને પકડી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. આરોપીની વધુ પૂછપરછ પોલીસે શરૂ કરી પોલીસના જણાવ્યા મુજબ મોડી રાત્રીના 3 વાગ્યા આસપાસ આરોપી કાળુભાઈએ ફાર્મ હાઉસ ખાતે જઈને બહાર ઉંઘી રહેલા વૃદ્ધા પર લાકડી વડે હુમલો કરી તેમની હત્યા કરી હતી અને ત્યારબાદ બાજુના મકાનની દીવાલ પર લાકડીના ઘા મારતા અન્ય લોકો જાગી ગયા હતા અને આ ઇસમને ઝડપી પાડી પોલીસ ને હવાલે કર્યો હતો હાલ પોલીસે સમગ્ર મામલે અગમ્ય કારણો સર ફાર્મ હાઉસ ખાતે વૃદ્ધા પર હીચકારો હુમલો કરી હત્યા નિપજાવવા સબબ ગુનો નોંધ્યો છે. આરોપીની વધુ પૂછપરછ પોલીસ કરી રહી છે.

Ahmedabad: ધોળકાના ચલોડા ગામે 85 વર્ષીય વૃદ્ધાની કરપીણ હત્યા કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધોળકા તાલુકાના ચલોડા ખાતે સીમ વિસ્તારમાં આવેલા 360 ફાર્મ ખાતે કરપીણ હત્યાની ઘટના બની છે. ધોળકા તાલુકાના ચલોડા ખાતે સીમ વિસ્તારમાં આવેલા 360 ફાર્મમાં ચોરીના ઈરાદે આવેલા ઈસમે 85 વર્ષીય વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી દીધા છે. હત્યાની ઘટનાએ આસપાસના વિસ્તારમાં ચકચાર મચાવી છે.

મોડી રાત્રે કાળુભાઈ ઠાકોર ચોરીના ઈરાદે ફાર્મમાં ઘૂસ્યો હતો

ખેતરમાં 85 વર્ષીય વૃદ્ધની કરપીણ હત્યાની ઘટના સામે આવી છે. જેને લઈને આસપાસના લોકોમાં ભારે ડરનો માહોલ છે. ચલોડાના સીમ વિસ્તારમાં આવેલા 360 ફાર્મ હાઉસ ખાતે 7 ફેબ્રુઆરીની મોડી રાત્રે કાળુભાઈ ઠાકોર ચોરીના ઈરાદે ઘૂસ્યો હતો, જો કે અવાજ થતાં ફાર્મ હાઉસમાં ઘરની બહાર ઉંઘી રહેલા તખીબેન ઠાકોર જાગી ગયા હતા અને આ અજાણ્યા વ્યક્તિને પડકાર્યો હતો. આથી પકડાઈ જવાના ડરથી આરોપીએ લાકડી વડે વૃદ્ધા પર તૂટી પડ્યો હતો, જેમાં તખીબેનને ગંભીર ઈજા થતાં તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. ત્યારબાદ ચોરે અન્ય એક મકાનની દીવાલને તોડવાનો પ્રયાસ કરતા સમયે અન્ય લોકો જાગી જતા આ ઈસમને પકડી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.

આરોપીની વધુ પૂછપરછ પોલીસે શરૂ કરી

પોલીસના જણાવ્યા મુજબ મોડી રાત્રીના 3 વાગ્યા આસપાસ આરોપી કાળુભાઈએ ફાર્મ હાઉસ ખાતે જઈને બહાર ઉંઘી રહેલા વૃદ્ધા પર લાકડી વડે હુમલો કરી તેમની હત્યા કરી હતી અને ત્યારબાદ બાજુના મકાનની દીવાલ પર લાકડીના ઘા મારતા અન્ય લોકો જાગી ગયા હતા અને આ ઇસમને ઝડપી પાડી પોલીસ ને હવાલે કર્યો હતો હાલ પોલીસે સમગ્ર મામલે અગમ્ય કારણો સર ફાર્મ હાઉસ ખાતે વૃદ્ધા પર હીચકારો હુમલો કરી હત્યા નિપજાવવા સબબ ગુનો નોંધ્યો છે. આરોપીની વધુ પૂછપરછ પોલીસ કરી રહી છે.