Ahmedabad: દાણાપીઠની વિવાદીત બિલ્ડિંગનો ગેરકાયદે માળ 50 ટકા તોડાયો

દાણાપીઠ AMC કચેરી પાસે પુરાવતત્વ વિભાગની બોગસ NOCથી બનેલા સલમાન એવન્યુના ગેરકાયદે માળ તોડવાની કામગીરી શરૂ થતાં જ જમાલપુર કોંગ્રેસના MLA ઇમરાન ખેડાવાળા અને AIMM કેટલાક કોર્પોરેટરો બચાવમાં દોડી ગયા હતાં.ધારાસભ્ય અને કોર્પોરેટરોના હોબાળા વચ્ચે પણ છ માંથી ગેરકાયદે બનેલા બે માળના બાંધકામને તોડવાનું ચાલુ રાખ્યું હતું. અંદાજે 40થી 50 ટકા તોડવાની કામગીરી પૂરી થઇ ત્યાં સુધીમાં કબજેદારો હાઇકોર્ટમાંથી સ્ટે લઇ આવ્યા હતાં. કોર્ટે તોડેલા ભાગમાં સીલ મારીને કબજો મ્યુનિ.પાસે રાખવા અને કબજેદારોને રિપેરિંગ નહીં કરવા હુકમ કર્યો હતો. બિલ્ડિંગના અન્ય ફલોરમાં મકાનો ચાલુ છે. પરંતુ ડિમોલેશન પૂર્વે 5 અને 6 ફલોર પર રહેતા કબજેદારોને દૂર કરી દેવાયા હતાં. બીજીબાજુ પુરાતત્વ વિભાગની બોગસ NOC સ્વિકારી રજા ચિઠ્ઠી આપનાર અધિકારીઓના બચાવ સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. ભાજપના કેટલાક કોર્પોરેટરોએ કહ્યું કે, બોગસ NOCથી બાંધકામની મંજૂરી આપનાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઇએ અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ. મ્યુનિ.ના લીગલ ચેરમેને કહ્યું કે, ગેરકાયદે માળ તોડવા અગાઉ વારંવાર આપેલી નોટિસની અવગણના કરાઇ હતી. બંદોબસ્ત મેળવી શુક્રવાર સવારે મ્યુનિ. એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી ગઇ હતી. બીજીબાજુ ગેરકાયદે 5 અને 6 માળ તોડતા જ જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા અને છૈંસ્સ્ના કેટલાક કોર્પોરેટરોએ વિરોધ કરતાં બે કલાક કામ રોકવું પડયું હતું. દરમિયાન કબજેદાર કોર્ટમાં પહોંચી ગયો હતો. વર્ષ 2017માં બોગસ NOC અને રજા ચિઠ્ઠી પકડાઇ અને 2024માં તોડવાની કામગીરી થઇ ત્યારે ભાજપ સત્તામાં હતું. 5 મીટરનું બાંધકામ 22 મીટરે પહોંચ્યું, AMC ઊંઘતું રહ્યું સલમાન એવન્યૂને ચોપડાં પર 5 મીટર મુજબ 4 માળના બાંધકામની મંજૂરી અપાઇ હતી. પરંતુ પુરાતત્વ વિભાગની બોગસ NOC રજૂ કરી 22 મીટરની મંજૂરી લઇ વધારા 2 માળ સાથે 6 માળનું બાંધકામ કર્યું હતું. આમ છતાં મ્યુનિ.એસ્ટેટ વિભાગ ઊંઘતું રહ્યું હતું.

Ahmedabad: દાણાપીઠની વિવાદીત બિલ્ડિંગનો ગેરકાયદે માળ 50 ટકા તોડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાણાપીઠ AMC કચેરી પાસે પુરાવતત્વ વિભાગની બોગસ NOCથી બનેલા સલમાન એવન્યુના ગેરકાયદે માળ તોડવાની કામગીરી શરૂ થતાં જ જમાલપુર કોંગ્રેસના MLA ઇમરાન ખેડાવાળા અને AIMM કેટલાક કોર્પોરેટરો બચાવમાં દોડી ગયા હતાં.

ધારાસભ્ય અને કોર્પોરેટરોના હોબાળા વચ્ચે પણ છ માંથી ગેરકાયદે બનેલા બે માળના બાંધકામને તોડવાનું ચાલુ રાખ્યું હતું. અંદાજે 40થી 50 ટકા તોડવાની કામગીરી પૂરી થઇ ત્યાં સુધીમાં કબજેદારો હાઇકોર્ટમાંથી સ્ટે લઇ આવ્યા હતાં. કોર્ટે તોડેલા ભાગમાં સીલ મારીને કબજો મ્યુનિ.પાસે રાખવા અને કબજેદારોને રિપેરિંગ નહીં કરવા હુકમ કર્યો હતો. બિલ્ડિંગના અન્ય ફલોરમાં મકાનો ચાલુ છે. પરંતુ ડિમોલેશન પૂર્વે 5 અને 6 ફલોર પર રહેતા કબજેદારોને દૂર કરી દેવાયા હતાં. બીજીબાજુ પુરાતત્વ વિભાગની બોગસ NOC સ્વિકારી રજા ચિઠ્ઠી આપનાર અધિકારીઓના બચાવ સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. ભાજપના કેટલાક કોર્પોરેટરોએ કહ્યું કે, બોગસ NOCથી બાંધકામની મંજૂરી આપનાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઇએ અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ. મ્યુનિ.ના લીગલ ચેરમેને કહ્યું કે, ગેરકાયદે માળ તોડવા અગાઉ વારંવાર આપેલી નોટિસની અવગણના કરાઇ હતી. બંદોબસ્ત મેળવી શુક્રવાર સવારે મ્યુનિ. એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી ગઇ હતી. બીજીબાજુ ગેરકાયદે 5 અને 6 માળ તોડતા જ જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા અને છૈંસ્સ્ના કેટલાક કોર્પોરેટરોએ વિરોધ કરતાં બે કલાક કામ રોકવું પડયું હતું. દરમિયાન કબજેદાર કોર્ટમાં પહોંચી ગયો હતો. વર્ષ 2017માં બોગસ NOC અને રજા ચિઠ્ઠી પકડાઇ અને 2024માં તોડવાની કામગીરી થઇ ત્યારે ભાજપ સત્તામાં હતું.

5 મીટરનું બાંધકામ 22 મીટરે પહોંચ્યું, AMC ઊંઘતું રહ્યું

સલમાન એવન્યૂને ચોપડાં પર 5 મીટર મુજબ 4 માળના બાંધકામની મંજૂરી અપાઇ હતી. પરંતુ પુરાતત્વ વિભાગની બોગસ NOC રજૂ કરી 22 મીટરની મંજૂરી લઇ વધારા 2 માળ સાથે 6 માળનું બાંધકામ કર્યું હતું. આમ છતાં મ્યુનિ.એસ્ટેટ વિભાગ ઊંઘતું રહ્યું હતું.