Ahmedabad: ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ થતાં મહાકુંભ જવા માટે અમદાવાદથી જ રોજની 35બસો

અમદાવાદીઓમાં પ્રયાગરાજના 144 વર્ષ બાદ આવેલા મહાકુંભમાં સ્નાન કરવા જવા માટે ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. અમદાવાદથી રોજની 35 જેટલી મહાકુંભ સ્પેશિયલ લકઝરી બસો પ્રયાણ કરી રહી છે. બસ સંચાલકોના જણાવ્યા મુજબ 10 થી 13 હજાર સુધીનું વ્યક્તિદીઠ આવવા-જવાનું ભાડું ચાલી રહ્યું છે.બસો પણ હવે હાઉસફૂલ થઇ રહી છે. મોંઘા ભાડા વચ્ચે હવે અમદાવાદીઓ તેમના ખાનગી વાહનો લઇને મિત્રમંડળ, સહપરિવાર પ્રયાગરાજ જવા નીકળી ગયા છે. ટ્રેનોની ભીડ, વિમાનના આસમાને પહોંચેલા ભાડા વચ્ચે લોકો હવે પોતપોતાની રીતે ટુકડીઓ બનાવીને ખાનગી વાહનો લઇ મહાકુંભ માટે ઉપડી રહ્યા છે. મહાકુંભ વિશે સૌથી વધુ સર્ચ કરવામાં સમગ્ર ભારત દેશમાં હિંમતનગર અવ્વલ સ્થાને છે. અહીંથી રોજની દસ બસ ઉપડે છે. શાહીસ્નાનની તારીખોમાં ફલાઈટના ભાડા પાંચ હજારથી વધી 35 હજાર થયા છે. આ ઉપરાંત અમદાવાદથી પ્રયાગરાજ વચ્ચે બે નવી ફલાઈટ શરૂ થઈ છે. અમદાવાદમાં ઓઢવના ભરવાડવાસમાંથી એક સાથે દશ ગાડીઓ પ્રયાગરાજ જવા નીકળી હતી. આ અંગે બિજલભાઇ કરમણભાઇ ભરવાડના જણાવ્યા મુજબ ફોર વ્હિલરમાં આવવા-જવાનો આશરે 15 હજાર જેટલો ખર્ચ થાય છે. 1,300 કિ.મી.નું અંતર છે. એક ગાડીમાં પાંચ જણા બેસી શકતા હોવાથી મુસાફરી ખર્ચ ખૂબ ઓછો આવે છે. ટ્રેનમાં ટિકિટો મળતી નથી. વિમાની ભાડા 40 હજાર સુધી પહોંચી ગયા છે. ત્યારે મધ્યમવર્ગીય પરિવારો માટે આ એક જ વિકલ્પ રહે છે કે જેનાથી તેઓ મહાકુંભમાં પહોંચી શકે અને સ્નાન કરી શકે. બસ સંચાલકોના જણાવ્યા મુજબ કાઠિયાવાડથી મોટાભાગની લકઝરી બસો મહાકુંભ માટે ઉપડી છે. તે અમદાવાદ થઇને જઇ રહી છે. પતરાંના રૂમ બનાવાયા છે, ઠંડી ન લાગે તે માટે નીચે ડાંગરના પૂળા પાથરી તેના પર ગાદલા મુકાયા છે ! પ્રયાગરાજમાં ગુજરાતના વિવિધ અખાડા, મંદિરો અને સમાજની ધર્મશાળાઓમાં ગુજરાતથી આવતા લોકોને ઉતારો અપાય છે. નદીના પટમાં પતરાંના ઘરો બનાવીને તેને ડેકોરેશનથી સુંદર બનાવાયા છે. આ રૂમમાં નીચે ડાંગરના પૂળા પાથરવામાં આવ્યા છે કે જેથી ગરમાવો રહે. તેની ઉપર પ્લાસ્ટિકના મિણિયા પાથરીને તેની ઉપર ગાદલા પાથરી દેવાયા છે. જેથી કરીને લોકોને રહેવા, ઉંઘવાની આરામદાયક સુવિધા મળી રહે છે. હાલ પ્રયાગરાજ તટથી આશરે પાંચેક કિ.મી. દૂર વાહનો પાર્ક કરવા પડે છે. ત્યાંથી ચાલીને ફરવું પડે છે. થરાવાળા ઘનશ્યાપુરી બાપુ, વિરમગામવાળા રામજી મંદિરના રામકુમારદાસ બાપના આશ્રામમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓને ઉતારા અપાયા છે. 500 મીટરનો સસ્તો પૂરો કરવામાં એક કલાક સુધીનો સમય લાગે છે ! મહાકુંભ પહોંચી ગયેલા મહાદેવભાઇના જણાવ્યા મુજબ રવિવારે પ્રયાગરાજમાં સ્નાન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હોવાથી પ્રયાગરાજમાં ચક્કાજામની સ્થિતિ જોવા મળી હતી. શહેરના સીએમપી ડૉટ પુલ, બૈરહના, સોબબતિયાબાગ, ગઉઘાટ, અલ્લાપુર, રામબાગ ચાર રસ્તા, બાંગડ ધર્મશાળા, ગીતા નિકેતન, અલોપીબાગમાં ટ્રાફિકજામની સ્થિતિ અતિ ગંભીર બની હતી. ડાઇવર્ઝનો એટલા અપાયેલા છે કે ત્યાં અવર-જવર કરવામાં કલાકો લાગી જાય છે. 500 મીટરનો સસ્તો પુરો કરવામાં એક કલાક સુધીનો સમય લાગ્યો હતો.

Ahmedabad: ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ થતાં મહાકુંભ જવા માટે અમદાવાદથી જ રોજની 35બસો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદીઓમાં પ્રયાગરાજના 144 વર્ષ બાદ આવેલા મહાકુંભમાં સ્નાન કરવા જવા માટે ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. અમદાવાદથી રોજની 35 જેટલી મહાકુંભ સ્પેશિયલ લકઝરી બસો પ્રયાણ કરી રહી છે. બસ સંચાલકોના જણાવ્યા મુજબ 10 થી 13 હજાર સુધીનું વ્યક્તિદીઠ આવવા-જવાનું ભાડું ચાલી રહ્યું છે.

બસો પણ હવે હાઉસફૂલ થઇ રહી છે. મોંઘા ભાડા વચ્ચે હવે અમદાવાદીઓ તેમના ખાનગી વાહનો લઇને મિત્રમંડળ, સહપરિવાર પ્રયાગરાજ જવા નીકળી ગયા છે. ટ્રેનોની ભીડ, વિમાનના આસમાને પહોંચેલા ભાડા વચ્ચે લોકો હવે પોતપોતાની રીતે ટુકડીઓ બનાવીને ખાનગી વાહનો લઇ મહાકુંભ માટે ઉપડી રહ્યા છે. મહાકુંભ વિશે સૌથી વધુ સર્ચ કરવામાં સમગ્ર ભારત દેશમાં હિંમતનગર અવ્વલ સ્થાને છે. અહીંથી રોજની દસ બસ ઉપડે છે. શાહીસ્નાનની તારીખોમાં ફલાઈટના ભાડા પાંચ હજારથી વધી 35 હજાર થયા છે. આ ઉપરાંત અમદાવાદથી પ્રયાગરાજ વચ્ચે બે નવી ફલાઈટ શરૂ થઈ છે. અમદાવાદમાં ઓઢવના ભરવાડવાસમાંથી એક સાથે દશ ગાડીઓ પ્રયાગરાજ જવા નીકળી હતી. આ અંગે બિજલભાઇ કરમણભાઇ ભરવાડના જણાવ્યા મુજબ ફોર વ્હિલરમાં આવવા-જવાનો આશરે 15 હજાર જેટલો ખર્ચ થાય છે. 1,300 કિ.મી.નું અંતર છે. એક ગાડીમાં પાંચ જણા બેસી શકતા હોવાથી મુસાફરી ખર્ચ ખૂબ ઓછો આવે છે. ટ્રેનમાં ટિકિટો મળતી નથી. વિમાની ભાડા 40 હજાર સુધી પહોંચી ગયા છે. ત્યારે મધ્યમવર્ગીય પરિવારો માટે આ એક જ વિકલ્પ રહે છે કે જેનાથી તેઓ મહાકુંભમાં પહોંચી શકે અને સ્નાન કરી શકે. બસ સંચાલકોના જણાવ્યા મુજબ કાઠિયાવાડથી મોટાભાગની લકઝરી બસો મહાકુંભ માટે ઉપડી છે. તે અમદાવાદ થઇને જઇ રહી છે.

પતરાંના રૂમ બનાવાયા છે, ઠંડી ન લાગે તે માટે નીચે ડાંગરના પૂળા પાથરી તેના પર ગાદલા મુકાયા છે !

પ્રયાગરાજમાં ગુજરાતના વિવિધ અખાડા, મંદિરો અને સમાજની ધર્મશાળાઓમાં ગુજરાતથી આવતા લોકોને ઉતારો અપાય છે. નદીના પટમાં પતરાંના ઘરો બનાવીને તેને ડેકોરેશનથી સુંદર બનાવાયા છે. આ રૂમમાં નીચે ડાંગરના પૂળા પાથરવામાં આવ્યા છે કે જેથી ગરમાવો રહે. તેની ઉપર પ્લાસ્ટિકના મિણિયા પાથરીને તેની ઉપર ગાદલા પાથરી દેવાયા છે. જેથી કરીને લોકોને રહેવા, ઉંઘવાની આરામદાયક સુવિધા મળી રહે છે. હાલ પ્રયાગરાજ તટથી આશરે પાંચેક કિ.મી. દૂર વાહનો પાર્ક કરવા પડે છે. ત્યાંથી ચાલીને ફરવું પડે છે. થરાવાળા ઘનશ્યાપુરી બાપુ, વિરમગામવાળા રામજી મંદિરના રામકુમારદાસ બાપના આશ્રામમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓને ઉતારા અપાયા છે.

500 મીટરનો સસ્તો પૂરો કરવામાં એક કલાક સુધીનો સમય લાગે છે !

મહાકુંભ પહોંચી ગયેલા મહાદેવભાઇના જણાવ્યા મુજબ રવિવારે પ્રયાગરાજમાં સ્નાન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હોવાથી પ્રયાગરાજમાં ચક્કાજામની સ્થિતિ જોવા મળી હતી. શહેરના સીએમપી ડૉટ પુલ, બૈરહના, સોબબતિયાબાગ, ગઉઘાટ, અલ્લાપુર, રામબાગ ચાર રસ્તા, બાંગડ ધર્મશાળા, ગીતા નિકેતન, અલોપીબાગમાં ટ્રાફિકજામની સ્થિતિ અતિ ગંભીર બની હતી. ડાઇવર્ઝનો એટલા અપાયેલા છે કે ત્યાં અવર-જવર કરવામાં કલાકો લાગી જાય છે. 500 મીટરનો સસ્તો પુરો કરવામાં એક કલાક સુધીનો સમય લાગ્યો હતો.