Ahmedabad: જવેલર્સની દુકાનમાં કર્મચારીએ જ કરી ચોરી, પોલીસે બે આરોપીની કરી ધરપકડ

આરોપીએ 2.68 લાખની સોનાની માળાની ચોરી કરીઘાટલોડીયા પોલીસે સીસીટીવી કબ્જે કરી ફરિયાદ નોંધી બે આરોપીને ઝડપ્યા ચોરી કરવા માટે જવેલર્સની દુકાનમાં નોકરી ચાલુ કરી તસ્કરો માટે જ્વેલર્સ હંમેશા સોફ્ટ ટાર્ગેટ રહ્યા છે પણ જે ગુનો પોલીસ ચોપડે નોંધાયો છે. તે સાંભળી તમે પણ ચોકી જશો. એટલે કે જ્વેલર્સને ત્યાં એક યુવક માત્ર ચોરી કરવાના ઈરાદે જ નોકરી આવ્યો અને 4 કલાકમાં જ જ્વેલર્સની દુકાનમાં ચોરીને અંજામ આપ્યો. આશાપુરી જ્વેલર્સમાં એક કર્મચારીએ જ સોનાની માળાની ચોરી કરી જોકે સ્ટોકની ગણતરી કરતા યુવકનો ભાંડો ફુટ્યો અને પોલીસે ચોરી કરનાર અને ચોરીના દાગીના લઈ જનારની ધરપકડ કરી અને સાથે જ ચોરીનો મુદ્દામાલ કબ્જે કરવા પોલીસે કાર્યવાહી શરુ કરી છે. શહેરના શાસ્ત્રીનગર પાસે આવેલી આશાપુરી જ્વેલર્સમાં તેના જ એક કર્મચારીએ સોનાની માળાની ચોરી કરી હતી. મયુર ઉર્ફે રાજા ખટીક 2 ઓગસ્ટે જ્વેલર્સની દુકાનમાં નોકરી ચાલુ કરી હતી અને 4 કલાક બાદ બપોરે બે વાગે નજર ચુકવી 37 ગ્રામની સોનાની માળા ચોરી કરી તેના મિત્રને આપી દીધી હતી. પોલીસે બે આરોપીની કરી ધરપકડ આ આરોપીએ 2.68 લાખની માળા ચોરી કરી હતી. મયુરે અન્ય આરોપી હર્ષ ઉર્ફે બબલુને તે આપી દીધી હતી. જે ચોરી અંગે સાંજે સ્ટોક ગણતા વેપારીને ખબર પડી હતી. જેથી સીસીટીવીના આધારે પોલીસને જાણ કરતા પોલીસે બંનીની ધરપકડ કરી છે. ઘાટલોડીયા પોલીસે સીસીટીવી કબ્જે કરી ફરિયાદ નોંધી બે આરોપી મયુર ઉર્ફે રાજા ખટીક અને તેના મિત્ર હર્ષ ઉર્ફે બબલુની ધરપકડ કરી છે. મોજશોખ પુરા કરવા માટે ચોરીને અંજામ આપ્યો પોલીસની તપાસમાં સામે આવ્યું કે મયુરે ચોરી કરેલી માળા તેના મિત્રને આપતા તે માણેક ચોક ખાતે એક સોની વેપારીને તે વેચી આવ્યો છે. સાથે જ મોજશોખ પુરા કરવા માટે આ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે 2.68 લાખની સોનાની ચેઈન ચોરી કરવા પાછળ શું કારણ જવાબદાર છે. તેની પોલીસ તપાસ કરી રહી છે. મહત્વનું છે કે ચોરીને અંજામ આપનાર બંને આરોપીની પોલીસે ધરપકડ કરી છે. જોકે મુદ્દામાલ કબ્જે કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આરોપીની તપાસમાં શું નવા ખુલાસા થાય છે, તે જોવુ મહત્વનું છે.

Ahmedabad: જવેલર્સની દુકાનમાં કર્મચારીએ જ કરી ચોરી, પોલીસે બે આરોપીની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આરોપીએ 2.68 લાખની સોનાની માળાની ચોરી કરી
  • ઘાટલોડીયા પોલીસે સીસીટીવી કબ્જે કરી ફરિયાદ નોંધી બે આરોપીને ઝડપ્યા
  • ચોરી કરવા માટે જવેલર્સની દુકાનમાં નોકરી ચાલુ કરી

તસ્કરો માટે જ્વેલર્સ હંમેશા સોફ્ટ ટાર્ગેટ રહ્યા છે પણ જે ગુનો પોલીસ ચોપડે નોંધાયો છે. તે સાંભળી તમે પણ ચોકી જશો. એટલે કે જ્વેલર્સને ત્યાં એક યુવક માત્ર ચોરી કરવાના ઈરાદે જ નોકરી આવ્યો અને 4 કલાકમાં જ જ્વેલર્સની દુકાનમાં ચોરીને અંજામ આપ્યો.

આશાપુરી જ્વેલર્સમાં એક કર્મચારીએ જ સોનાની માળાની ચોરી કરી

જોકે સ્ટોકની ગણતરી કરતા યુવકનો ભાંડો ફુટ્યો અને પોલીસે ચોરી કરનાર અને ચોરીના દાગીના લઈ જનારની ધરપકડ કરી અને સાથે જ ચોરીનો મુદ્દામાલ કબ્જે કરવા પોલીસે કાર્યવાહી શરુ કરી છે. શહેરના શાસ્ત્રીનગર પાસે આવેલી આશાપુરી જ્વેલર્સમાં તેના જ એક કર્મચારીએ સોનાની માળાની ચોરી કરી હતી. મયુર ઉર્ફે રાજા ખટીક 2 ઓગસ્ટે જ્વેલર્સની દુકાનમાં નોકરી ચાલુ કરી હતી અને 4 કલાક બાદ બપોરે બે વાગે નજર ચુકવી 37 ગ્રામની સોનાની માળા ચોરી કરી તેના મિત્રને આપી દીધી હતી.

પોલીસે બે આરોપીની કરી ધરપકડ

આ આરોપીએ 2.68 લાખની માળા ચોરી કરી હતી. મયુરે અન્ય આરોપી હર્ષ ઉર્ફે બબલુને તે આપી દીધી હતી. જે ચોરી અંગે સાંજે સ્ટોક ગણતા વેપારીને ખબર પડી હતી. જેથી સીસીટીવીના આધારે પોલીસને જાણ કરતા પોલીસે બંનીની ધરપકડ કરી છે. ઘાટલોડીયા પોલીસે સીસીટીવી કબ્જે કરી ફરિયાદ નોંધી બે આરોપી મયુર ઉર્ફે રાજા ખટીક અને તેના મિત્ર હર્ષ ઉર્ફે બબલુની ધરપકડ કરી છે.

મોજશોખ પુરા કરવા માટે ચોરીને અંજામ આપ્યો

પોલીસની તપાસમાં સામે આવ્યું કે મયુરે ચોરી કરેલી માળા તેના મિત્રને આપતા તે માણેક ચોક ખાતે એક સોની વેપારીને તે વેચી આવ્યો છે. સાથે જ મોજશોખ પુરા કરવા માટે આ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે 2.68 લાખની સોનાની ચેઈન ચોરી કરવા પાછળ શું કારણ જવાબદાર છે. તેની પોલીસ તપાસ કરી રહી છે. મહત્વનું છે કે ચોરીને અંજામ આપનાર બંને આરોપીની પોલીસે ધરપકડ કરી છે. જોકે મુદ્દામાલ કબ્જે કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આરોપીની તપાસમાં શું નવા ખુલાસા થાય છે, તે જોવુ મહત્વનું છે.