રૃા.૧૦ની સામે રૃા.૧૦૦ની લાલચ આપી યંત્ર આધારીત જુગાર રમતા છ લોકો પકડાયા

અમદાવાદ,બુધવારઅમરાઈવાડીમાં યંત્ર આધારીત જુગાર રમાડવામાં આવતો હતો. જેમાં ૧૦ રૃપિયા લગાવનારને ૧૦૦ રૃપિયા આપવાની લાલચ આપવામાં આવતી હતી. પોલીસે દરોડો પાડીને છ લોકોની ધરપકડ કરી ૬૫ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસેને થાપ આપીને જુગારનો ગોરખંધંધો ચલાવનાર સંચાલક ભાગી ગયો હતો. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસે દરોડા પાડતા દોડધામ મચી પોલીસને થાપ આપી જુગારનો ગોરખધંધો કરતો સંચાલક ભાગી ગયોઅમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રકાશભાઇ પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે, અમરાઇવાડી જનતાનગર ખાતે જય હેર સ્ટાઇલની બાજુમાં આવેલી દુકાનમાં ઓનલાઇન એલ.ઇ.ડી યંત્રો ઉપર ગેમ રમાડી રહ્યા છે જેમાં દર પાંચ મિનિટે ઇનામી ડ્રો ખોલવામાં આવતો હતો અને ૧૦ રૃપિયા લગાવનારાને ૧૦૦ રૃપિયા આપવાની લાલચ આપવામાં આવતી હતી. આ બાતમી બાદ ઉચ્ચ પોલીસ અધિકારીને જાણ કરીને પોલીસે ત્યાં રેડ કરી હતી અને કોર્ડન કરી તમામ લોકોને ઝડપી લીધા હતા. પોલીસે  છ લોકોની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ટીવીમાં અલગ અલગ યંત્રોના ચિત્રો ઉપર ઓન લાઇન જુગાર રમાડતા હતા. ગ્રાહક યંત્ર ઉપર ૧૦ રૃપિયા લગાવ્યા પછી દર પાંચ મિનિટે ડ્રો કરવામાં આવતો હતો અને જેને લાગે તેને ૧૦૦ રૃપિયા આપવામાં આવતા હતા કોઇને ઇનામ પેટે યંત્ર કે ચાંદીના સિક્કા આપતા ન હતા જુગાર ચલાવવા માટે રોજ ૨૦૦ રૃપિયા પગાર આપવામાં આવતો હતો અમરાઇવાડી પોલીસે જુગારધારા સહિતની કલમ હેઠળ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રૃા.૧૦ની સામે રૃા.૧૦૦ની લાલચ આપી યંત્ર આધારીત જુગાર રમતા છ લોકો પકડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,બુધવાર

અમરાઈવાડીમાં યંત્ર આધારીત જુગાર રમાડવામાં આવતો હતો. જેમાં ૧૦ રૃપિયા લગાવનારને ૧૦૦ રૃપિયા આપવાની લાલચ આપવામાં આવતી હતી. પોલીસે દરોડો પાડીને છ લોકોની ધરપકડ કરી ૬૫ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસેને થાપ આપીને જુગારનો ગોરખંધંધો ચલાવનાર સંચાલક ભાગી ગયો હતો. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. 

પોલીસે દરોડા પાડતા દોડધામ મચી પોલીસને થાપ આપી જુગારનો ગોરખધંધો કરતો સંચાલક ભાગી ગયો

અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રકાશભાઇ પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે, અમરાઇવાડી જનતાનગર ખાતે જય હેર સ્ટાઇલની બાજુમાં આવેલી દુકાનમાં ઓનલાઇન એલ.ઇ.ડી યંત્રો ઉપર ગેમ રમાડી રહ્યા છે જેમાં દર પાંચ મિનિટે ઇનામી ડ્રો ખોલવામાં આવતો હતો અને ૧૦ રૃપિયા લગાવનારાને ૧૦૦ રૃપિયા આપવાની લાલચ આપવામાં આવતી હતી. આ બાતમી બાદ ઉચ્ચ પોલીસ અધિકારીને જાણ કરીને પોલીસે ત્યાં રેડ કરી હતી અને કોર્ડન કરી તમામ લોકોને ઝડપી લીધા હતા. 

પોલીસે  છ લોકોની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ટીવીમાં અલગ અલગ યંત્રોના ચિત્રો ઉપર ઓન લાઇન જુગાર રમાડતા હતા. ગ્રાહક યંત્ર ઉપર ૧૦ રૃપિયા લગાવ્યા પછી દર પાંચ મિનિટે ડ્રો કરવામાં આવતો હતો અને જેને લાગે તેને ૧૦૦ રૃપિયા આપવામાં આવતા હતા કોઇને ઇનામ પેટે યંત્ર કે ચાંદીના સિક્કા આપતા ન હતા જુગાર ચલાવવા માટે રોજ ૨૦૦ રૃપિયા પગાર આપવામાં આવતો હતો અમરાઇવાડી પોલીસે જુગારધારા સહિતની કલમ હેઠળ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.