Ahmedabad: સાણંદમાંથી ગૌવંશની ચોરી કરનાર 5 આરોપીની LCBએ કરી ધરપકડ
અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં ગૌવંશ ચોરીના CCTV વાયરલ થયા બાદ ગ્રામ્ય LCBએ 5 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ઝડપેલા તમામ આરોપી જુહાપુરાના હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ ગૌમાંસની માંગ વધુ અને ભાવ વધુ હોવાથી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આરોપીઓ અગાઉ પણ આ પ્રકારની ચોરીને અંજામ આપી ચૂક્યા છે. મોટાભાગના આરોપીનો ગુનાઈત ઈતિહાસ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોપીએ ગૌંવશ કોને વેચ્યુ અને ક્યાં તેની તપાસ ચાલુ છે. ગૌવંશની ચોરીના CCTV આવ્યા સામે અમદાવાદ ગ્રામ્ય LCBની કસ્ટડીમાં રહેલા આરોપીના નામ સોહીલ ઘાંચી, સમીર મોમીન, શહેબાઝ પઠાણ, સીરાજ શેખ અને સલીમખાન પઠાણ છે. આ તમામ આરોપી અમદાવાદ જુહાપુરાના વતની છે. આરોપીઓએ 5 દિવસ પહેલા વાઘેલા બોર્ડીંગ પાસે એક ગાયની ચોરી કરી હતી. જેના CCTV સામે આવ્યા બાદ સમગ્ર ગ્રામ્યની પોલીસ આ આરોપીને શોધવા લાગી હતી. જેમાં ગાડીની તપાસ કરતા તમામ આરોપી અમદાવાદના હોવાનું સામે આવતા પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી છે. સાથે જ ગુનામાં વપરાયેલી ગાડી કબજે કરી છે. આરોપીઓ અગાઉ અનેક ગુનાઓમાં સંડોવાયેલાગૌવંશ ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપીની પુછપરછ કરતા સામે આવ્યું કે, ગૌમાંશની માંગ વધુ અને ભાવ પણ સારો મળતો હોવાથી ચોરી કરી હતી. સાથે જ વધુ એક ગાય ચોરીનો પ્રયાસ પણ તેમણે કર્યો હતો. આરોપીના ગુનાહીત ભુતકાળની તપાસ કરતા સોહીલ ધાંચી, સમીર મોમીન, શહેબાઝ પઠાણ અને સલીમ પઠાણ વિરુદ્ધ કુલ 26 કરતા વધુ ગુના નોંધાયા છે. આરોપી અગાઉ પણ ગૌવંશની ચોરી કરી તેને કસાઈઓને વહેંચી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. તેથી પોલીસે આ ગુનામાં ગૌવંશ કોને વેચ્યુ છે તે અંગે તપાશ શરુ કરી છે. પોલીસે 5 આરોપીની ધરપકડ કરી ગૌવંશની ચોરીના CCTV સામે આવ્યા બાદ પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત પણ અગાઉ પોલીસ આવી ગૌવંશ ચોરી કરતી ગેંગ ઝડપી ચૂકી છે. ત્યારે ગૌમાંસ પર પ્રતિંબધ હોવા છતાં અવારનવાર ગૌવંશની ચોરી અને ગૌમાંસનું વેચાણ ઝડપાય છે. પરંતુ આવા આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી ન થતા ગૌવંશની ચોરી અને હત્યા રોકવામાં પોલીસ સફળ થતી નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં ગૌવંશ ચોરીના CCTV વાયરલ થયા બાદ ગ્રામ્ય LCBએ 5 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ઝડપેલા તમામ આરોપી જુહાપુરાના હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ ગૌમાંસની માંગ વધુ અને ભાવ વધુ હોવાથી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આરોપીઓ અગાઉ પણ આ પ્રકારની ચોરીને અંજામ આપી ચૂક્યા છે. મોટાભાગના આરોપીનો ગુનાઈત ઈતિહાસ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોપીએ ગૌંવશ કોને વેચ્યુ અને ક્યાં તેની તપાસ ચાલુ છે.
ગૌવંશની ચોરીના CCTV આવ્યા સામે
અમદાવાદ ગ્રામ્ય LCBની કસ્ટડીમાં રહેલા આરોપીના નામ સોહીલ ઘાંચી, સમીર મોમીન, શહેબાઝ પઠાણ, સીરાજ શેખ અને સલીમખાન પઠાણ છે. આ તમામ આરોપી અમદાવાદ જુહાપુરાના વતની છે. આરોપીઓએ 5 દિવસ પહેલા વાઘેલા બોર્ડીંગ પાસે એક ગાયની ચોરી કરી હતી. જેના CCTV સામે આવ્યા બાદ સમગ્ર ગ્રામ્યની પોલીસ આ આરોપીને શોધવા લાગી હતી. જેમાં ગાડીની તપાસ કરતા તમામ આરોપી અમદાવાદના હોવાનું સામે આવતા પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી છે. સાથે જ ગુનામાં વપરાયેલી ગાડી કબજે કરી છે.
આરોપીઓ અગાઉ અનેક ગુનાઓમાં સંડોવાયેલા
ગૌવંશ ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપીની પુછપરછ કરતા સામે આવ્યું કે, ગૌમાંશની માંગ વધુ અને ભાવ પણ સારો મળતો હોવાથી ચોરી કરી હતી. સાથે જ વધુ એક ગાય ચોરીનો પ્રયાસ પણ તેમણે કર્યો હતો. આરોપીના ગુનાહીત ભુતકાળની તપાસ કરતા સોહીલ ધાંચી, સમીર મોમીન, શહેબાઝ પઠાણ અને સલીમ પઠાણ વિરુદ્ધ કુલ 26 કરતા વધુ ગુના નોંધાયા છે. આરોપી અગાઉ પણ ગૌવંશની ચોરી કરી તેને કસાઈઓને વહેંચી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. તેથી પોલીસે આ ગુનામાં ગૌવંશ કોને વેચ્યુ છે તે અંગે તપાશ શરુ કરી છે.
પોલીસે 5 આરોપીની ધરપકડ કરી
ગૌવંશની ચોરીના CCTV સામે આવ્યા બાદ પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત પણ અગાઉ પોલીસ આવી ગૌવંશ ચોરી કરતી ગેંગ ઝડપી ચૂકી છે. ત્યારે ગૌમાંસ પર પ્રતિંબધ હોવા છતાં અવારનવાર ગૌવંશની ચોરી અને ગૌમાંસનું વેચાણ ઝડપાય છે. પરંતુ આવા આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી ન થતા ગૌવંશની ચોરી અને હત્યા રોકવામાં પોલીસ સફળ થતી નથી.