Ahmedabad: ચાંદખેડા CBD મોલ પાસેથી લોકગાયિકા કિંજલ રબારીના અપહરણના મેસેજથી દોડધામ

Sep 6, 2026 - 18:00
Ahmedabad: ચાંદખેડા CBD મોલ પાસેથી લોકગાયિકા કિંજલ રબારીના અપહરણના મેસેજથી દોડધામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ચાંદખેડા વિસ્તારમાં આવેલા ચર્ચિત સીબીડી (CBD) મોલ નજીકથી જાણીતી લોકગાયિકા કિંજલ રબારીનું અપહરણ થયું હોવાની સનસનાટીભરી વિગતો સામે આવતાં સમગ્ર વિસ્તારમાં અને કલા જગતમાં ખળભળાટ મચી ગયો છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ, બપોરે આશરે 2:00વાગ્યાના સુમારે કાળા રંગની ગાડીમાં આવેલા કેટલાક અજાણ્યા શખ્સો ગાયિકા કિંજલ રબારીને પરાણ મુકીને ગાડીમાં બેસાડી અપહરણ કરી ગયા હોવાનો મેસેજ વહેતો થયો હતો.

અમદાવાદમાં મોટી ગંભીર ઘટના

બનાવની જાણ થતાં જ પોલીસ કંટ્રોલ રૂમ મેસેજ ફ્લેશ કરવામાં આવ્યો હતો, જેના પગલે ચાંદખેડા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સીબીડી મોલ ખાતે દોડી ગયો હતો.ચાંદખેડા પોલીસે સીબીડી મોલ અને તેની આસપાસના માર્ગો પર લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવીને કાળા રંગની ગાડી અને સમગ્ર ઘટનાક્રમની ટેકનિકલ તપાસ શરૂ કરી છે.

ચાંદખેડા CBD મોલ પાસેથી લોકગાયિકા કિંજલ રબારીનું અપહરણ 

મેસેજના આધારે અમદાવાદ શહેર અને ગાંધીનગર સરહદી વિસ્તારોમાં કાળી કાર સંદર્ભે નાકાબંધી ગોઠવવામાં આવી રહી છે. અપહરણના આ મેસેજ પાછળ કોઈ અંગત વિવાદ, અંગત મનમુટાવ કે અન્ય કોઈ કારણ છે કે કેમ અને મેસેજ કેટલો સત્ય છે તે તમામ પાસાઓ પર ચાંદખેડા પોલીસની ટીમો તપાસ ચલાવી રહી છે.ગાયિકાના પરિવારજનો અને પરિચિતો સાથે પણ પોલીસ સંપર્ક સાધીને વધુ વિગતો એકત્રિત કરી રહી છે.
આ પણ વાંચો: Surat: સલાબતપુરામાં ટેક્સટાઇલ વેપારી સાથે 21.86 લાખની ઠગાઈ આચરનાર બે વોન્ટેડ આરોપી રાજસ્થાનથી પકડાયા

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0