Ahmedabad: ગીતામંદિર બસ સ્ટેન્ડમાં કુખ્યાત આરોપીએ કોન્સ્ટેબલને છરીનો ઘા મારીને ધમકી આપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગીતામંદિર એસટી સ્ટેન્ડમાં કુખ્યાત આરોપી પેસેન્જરો સાથે મારામારી કરી રહ્યો હતો. જેથી પોલીસકર્મી ત્યાં ગયો હતો તે સમયે આરોપીએ પોલીસકર્મીને છરીનો ઘા મારી ધમકી આપી હતી. આ અંગે કોન્સ્ટેબલે આરોપી સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.
કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નગીનભાઇ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. જેમાં ગત 7 જૂને સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. ત્યારે સાંજના સમયે ગીતામંદિર બસ સ્ટેન્ડમાં એક શખ્સ પેસેન્જરો સાથે ગાળા ગાળી કરીને ઝઘડો કરતો હતો. જેથી પેસેન્જરો અને શખ્સ વચ્ચે મારામારી થઇ હતી. જેથી નગીનભાઇ ઝઘડો છોડાવવા જતા શખ્સે ઉશ્કેરાઈને પોલીસકર્મીને બિભત્સ ગાળો બોલીને છરી વડે હુમલો કર્યો હતો. તેમજ અહિથી જતો રહે નહિ તો મારી નાખીશ તેવી ધમકી આપી ફ્રાર થઇ ગયો હતો. બાદમાં તપાસ કરતા શખ્સનું નામ ભાવેશ વાઢેર હોવાનું સામે આવ્યુ હતુ. આ અંગે નગીનભાઇએ ભાવેશ સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે હજુ ચાર દિવસ પહેલા જ એક આરોપીએ પોલીસ સાથે ઘર્ષણ કર્યુ હતુ તેમાં પોલીસે તેને પીસીઆર ગાડીમાંથી નીચે ઉતારીને શબક શીખવાડયો હતો. તેમ છતા ફ્રીથી તેને પોલીસ પર હુમલો થયાની ઘટના સામે આવી છે.
What's Your Reaction?






