Ahmedabad: ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલને સાથે રાખી હોસ્પિટલમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસ

અમદાવાદમાં બહુચર્ચિત ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે કાર્તિકને સાથે રાખીને ઓફિસમાં અને હોસ્પિટલ ખોટ કરતી હોવા અંગે તપાસ કરાશે. અગાઉ રાહુલ જૈન, ચિરાગ રાજપૂતની પૂછપરછ થઇ ચૂકી છે. કાર્તિકે દોષનો ટોપલો ચિરાગ અને રાહુલના માથે ઢોળ્યો છે.ખ્યાતિ હોસ્પિટલના બોગસ ઓપરેશન મામલે કાર્તિક પટેલની ધરપકડ બાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી તેજ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ ખ્યાતિ હોસ્પિટલ પહોચી છે. કાર્તિક પટેલને સાથે રાખી ખ્યાતિ હોસ્પિટલમાં તપાસ શરૂ કરી છે. ખ્યાતિકાંડના ચેરમેન કાર્તિક પટેલની ઓફિસમાં તપાસ શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલ ખોટ કરતી હોવાની માહિતી મામલે પણ તપાસ કરવામાં આવશે. રાહુલ જૈન અને ચિરાગ રાજપૂતની પૂછપરછ બાદ કાર્તિક પટેલની પૂછપરછ શરૂ કરાઈ છે. કાર્તિકે દોષનો ટોપલો ચિરાગ અને રાહુલના માથે નાખ્યો હતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે કાર્તિક પટેલ વિરુદ્ધ જે પણ પૂરાવા મળશે તે દિશામાં તપાસનો ધમધમાટ આદરશે. અમદાવાદની ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડઅમદાવાદની ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે અમદાવાદ એરપોર્ટથી કાર્તિક પટેલને ઝડપી પાડ્યો હતો. ખ્યાતિ ફાઉન્ડેશનનો ચેરમેન કાર્તિક પટેલ 2 મહિનાથી ફરાર હતો. દુબઈથી અમદાવાદ આવતા કાર્તિક પટેલની એરપોર્ટ પર જ ધરપકડ કરવામાં આવી છે. ખ્યાતિકાંડ સમયે કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયામાં હતા. પરંતું ખ્યાતિકાંડ સામે આવ્યા બાદ તે દુબઈ ભાગી ગયો હતો. જેથી કરીને પોલીસે કાર્તિક પટેલ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી. કાર્તિક પટેલે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી પણ કરી હતી. પરંતું કોર્ટે કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી ફગાવી હતી. ત્યારે હવે સકંજામાં આવેલા કાર્તિક પટેલની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે. શું હતો મામલો?ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડી ખાતે 10 નવેમ્બરના રોજ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો. ફ્રી સારવાર બાદ અમદાવાદ સારવાર કરવા દર્દીઓને બોલાવવામાં આવ્યા હતા. જેમાં ગામમાંથી 19 લોકોને અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યા હતા. જે બાદ દર્દીઓની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. એન્જિયોગ્રાફી બાદ દર્દીના હૃદયમાં સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 2 દર્દીઓના મોત થયા હતા. દર્દીના સબંધીઓએ હોસ્પિટલમાં તોડફોડ કરીને હોબાળો મચાવ્યો હતો. આખરે ખ્યાતિ હોસ્પિટલનો સમગ્ર કાંડ બહાર આવ્યો હતો. 

Ahmedabad: ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલને સાથે રાખી હોસ્પિટલમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં બહુચર્ચિત ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે કાર્તિકને સાથે રાખીને ઓફિસમાં અને હોસ્પિટલ ખોટ કરતી હોવા અંગે તપાસ કરાશે. અગાઉ રાહુલ જૈન, ચિરાગ રાજપૂતની પૂછપરછ થઇ ચૂકી છે. કાર્તિકે દોષનો ટોપલો ચિરાગ અને રાહુલના માથે ઢોળ્યો છે.

ખ્યાતિ હોસ્પિટલના બોગસ ઓપરેશન મામલે કાર્તિક પટેલની ધરપકડ બાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી તેજ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ ખ્યાતિ હોસ્પિટલ પહોચી છે. કાર્તિક પટેલને સાથે રાખી ખ્યાતિ હોસ્પિટલમાં તપાસ શરૂ કરી છે. ખ્યાતિકાંડના ચેરમેન કાર્તિક પટેલની ઓફિસમાં તપાસ શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલ ખોટ કરતી હોવાની માહિતી મામલે પણ તપાસ કરવામાં આવશે. રાહુલ જૈન અને ચિરાગ રાજપૂતની પૂછપરછ બાદ કાર્તિક પટેલની પૂછપરછ શરૂ કરાઈ છે. કાર્તિકે દોષનો ટોપલો ચિરાગ અને રાહુલના માથે નાખ્યો હતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે કાર્તિક પટેલ વિરુદ્ધ જે પણ પૂરાવા મળશે તે દિશામાં તપાસનો ધમધમાટ આદરશે. 

અમદાવાદની ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ

અમદાવાદની ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે અમદાવાદ એરપોર્ટથી કાર્તિક પટેલને ઝડપી પાડ્યો હતો. ખ્યાતિ ફાઉન્ડેશનનો ચેરમેન કાર્તિક પટેલ 2 મહિનાથી ફરાર હતો. દુબઈથી અમદાવાદ આવતા કાર્તિક પટેલની એરપોર્ટ પર જ ધરપકડ કરવામાં આવી છે. ખ્યાતિકાંડ સમયે કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયામાં હતા. પરંતું ખ્યાતિકાંડ સામે આવ્યા બાદ તે દુબઈ ભાગી ગયો હતો. જેથી કરીને પોલીસે કાર્તિક પટેલ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી. કાર્તિક પટેલે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી પણ કરી હતી. પરંતું કોર્ટે કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી ફગાવી હતી. ત્યારે હવે સકંજામાં આવેલા કાર્તિક પટેલની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે. 

શું હતો મામલો?

ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડી ખાતે 10 નવેમ્બરના રોજ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો. ફ્રી સારવાર બાદ અમદાવાદ સારવાર કરવા દર્દીઓને બોલાવવામાં આવ્યા હતા. જેમાં ગામમાંથી 19 લોકોને અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યા હતા. જે બાદ દર્દીઓની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. એન્જિયોગ્રાફી બાદ દર્દીના હૃદયમાં સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 2 દર્દીઓના મોત થયા હતા. દર્દીના સબંધીઓએ હોસ્પિટલમાં તોડફોડ કરીને હોબાળો મચાવ્યો હતો. આખરે ખ્યાતિ હોસ્પિટલનો સમગ્ર કાંડ બહાર આવ્યો હતો.