Ahmedabad: કાગડાપીઠ વિસ્તારમાં ANTFના દરોડા, નશાકારક કોડીન સિરપના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરમાં નશાના કાળા કારોબારને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) સતત કાર્યરત છે. કાગડાપીઠ વિસ્તારમાં ANTFની ટીમે બાતમીના આધારે દરોડા પાડીને પ્રતિબંધિત અને નશાકારક કફ સિરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એકની શોધખોળ હાથ ધરી છે.
દરોડા અને મુદ્દામાલની વિગત
ANTFને ચોક્કસ બાતમી મળી હતી કે કાગડાપીઠ વિસ્તારમાં નશાકારક દવાઓનું ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે કરવામાં આવેલી તપાસમાં પોલીસને કોડીન સિરપની 70 બોટલો મળી આવી હતી. આ કફ સિરપનો ઉપયોગ નશા તરીકે કરવામાં આવતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે સ્થળ પરથી આરોપી આમિન શેખની ધરપકડ કરી છે અને તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે.
NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ:
આરોપી આમિન શેખ વિરુદ્ધ NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં વધુ એક આરોપીનું નામ પણ સામે આવ્યું છે, જે હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. ANTF દ્વારા આ ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Surendranagar: દસાડા પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ 80 હજારની લાંચ લેતા ઝડપાયો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

