Ahmedabad-ઉદેપુર નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ, વાહનચાલકો 3 કિમી ટ્રાફિક જામમાં ફસાયા
અમદાવાદ ઉદેપુર નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામ સર્જાયો છે. હિંમતનગર મોતીપુરા સહકારી જીન વિસ્તારમાં ટ્રાફિક સર્જાતા ત્રણ કિલોમીટર સુધી વાહનચાલકોની લાંબી લાઈન લાગી. અસંખ્ય વાહન ચાલકો હાઇવે જામમાં અટવાયા છે. દિલ્હી અમદાવાદ મુંબઈને જોડતા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાતા આરટીઓ સહિત એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ છે. નવસારીના હાઇવે નં.48 પર ટ્રાફિક જામ સર્જાયો નવસારીમાં આવેલ ધારાગીરી ઓવરબ્રિજ અને તેની આસપાસ રસ્તા બિસ્માર બનતા દરરોજ સાંજે ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થઇ રહી છે. માત્ર 50 ફૂટ રસ્તો રીપેર થાય તો ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થઈ શકે એમ છે છતાં છેલ્લા ત્રણ માસથી હાઇવે ઓથોરિટી રસ્તો ન બનાવતા લોકોને 15 મિનિટને બદલે બે કલાક પસાર થતા આંદોલન સાથે રસ્તા પર ચક્કાજામ કરવાની ચીમકી આપતા માહોલ ગરમાયો છે. નવસારીમાં હાઇવે-48 વેસ્માંથી ધારાગીરી ઓવરબ્રિજ સુધીનો રસ્તો તાજેતરમાં પડેલા વરસાદને કારણે બિસ્માર થયો છે, પણ હાઇવે ઓથોરિટી દ્વારા કોઈ પગલાં ન લેવાતાં લોકો ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થઈ છે. જેને લીધે વાહનચાલકો 15 મિનિટમાં પસાર થતા હતા તે જગ્યાએ હવે 2 કલાક લાગી રહ્યો છે. જેને લઇ વાહન ચાલકોમાં આક્રોશ ફેલાયો છે. આ બાબતે વાહન ચાલકોએ જણાવ્યું કે જો હાઇવે ઓથોરિટી દ્વારા બિસ્માર રસ્તા રીપેર ન કરે તો ચક્કા જામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. હાઇવે ઓથોરિટી કેમ ધ્યાન આપતી નથી ધારાગીરી ઓવર બ્રિજ પાસે માટે 50 ફૂટ રસ્તો અતિશય બિસ્માર છે. પહેલા માત્ર 15 મિનિટ પસાર થવા લાગતી પણ એક માસથી રસ્તો પસાર કરવા માટે 2 કલાક લાગી રહ્યો છે. જો આવી જ પરિસ્થિતિ રહેશે તો વાહનચાલકોએ ચીમકી આપી છે કે આંદોલન થશે અને ચક્કા જામ થશે તેની જવાબદારી હાઇવે ઓથોરિટીની રહેશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ ઉદેપુર નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામ સર્જાયો છે. હિંમતનગર મોતીપુરા સહકારી જીન વિસ્તારમાં ટ્રાફિક સર્જાતા ત્રણ કિલોમીટર સુધી વાહનચાલકોની લાંબી લાઈન લાગી. અસંખ્ય વાહન ચાલકો હાઇવે જામમાં અટવાયા છે. દિલ્હી અમદાવાદ મુંબઈને જોડતા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાતા આરટીઓ સહિત એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ છે.
નવસારીના હાઇવે નં.48 પર ટ્રાફિક જામ સર્જાયો
નવસારીમાં આવેલ ધારાગીરી ઓવરબ્રિજ અને તેની આસપાસ રસ્તા બિસ્માર બનતા દરરોજ સાંજે ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થઇ રહી છે. માત્ર 50 ફૂટ રસ્તો રીપેર થાય તો ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થઈ શકે એમ છે છતાં છેલ્લા ત્રણ માસથી હાઇવે ઓથોરિટી રસ્તો ન બનાવતા લોકોને 15 મિનિટને બદલે બે કલાક પસાર થતા આંદોલન સાથે રસ્તા પર ચક્કાજામ કરવાની ચીમકી આપતા માહોલ ગરમાયો છે. નવસારીમાં હાઇવે-48 વેસ્માંથી ધારાગીરી ઓવરબ્રિજ સુધીનો રસ્તો તાજેતરમાં પડેલા વરસાદને કારણે બિસ્માર થયો છે, પણ હાઇવે ઓથોરિટી દ્વારા કોઈ પગલાં ન લેવાતાં લોકો ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થઈ છે. જેને લીધે વાહનચાલકો 15 મિનિટમાં પસાર થતા હતા તે જગ્યાએ હવે 2 કલાક લાગી રહ્યો છે. જેને લઇ વાહન ચાલકોમાં આક્રોશ ફેલાયો છે. આ બાબતે વાહન ચાલકોએ જણાવ્યું કે જો હાઇવે ઓથોરિટી દ્વારા બિસ્માર રસ્તા રીપેર ન કરે તો ચક્કા જામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
હાઇવે ઓથોરિટી કેમ ધ્યાન આપતી નથી
ધારાગીરી ઓવર બ્રિજ પાસે માટે 50 ફૂટ રસ્તો અતિશય બિસ્માર છે. પહેલા માત્ર 15 મિનિટ પસાર થવા લાગતી પણ એક માસથી રસ્તો પસાર કરવા માટે 2 કલાક લાગી રહ્યો છે. જો આવી જ પરિસ્થિતિ રહેશે તો વાહનચાલકોએ ચીમકી આપી છે કે આંદોલન થશે અને ચક્કા જામ થશે તેની જવાબદારી હાઇવે ઓથોરિટીની રહેશે.