Gujarat : તહેવારોના સમયે ફૂલોની માગ વધી, ગલગોટાના ફૂલ બન્યા મોંઘા
ગુલાબના ફૂલ પછી જો કોઈ સૌથી વધારે વપરાશમા લેવાતું ફૂલ હોય તો તે ગલગોટાનું ફૂલ છે અને પીળા, કેસરી, લાલ જેવા કલરના અલગ અલગ પ્રકારના ગલગોટાના ફૂલ આંખને ઠંડક આપનાર એવા દેખાય છે, આ ફૂલ મોટે ભાગે ધાર્મિક સ્થાનોને શણગારવા, મકાનોને શુભ પ્રસંગે શણગારવા, અને લગ્ન પ્રસંગ પર ગુલાબના ફૂલની સાથે સાથે તેના હાર પણ બને છે અને ભગવાનની મૂર્તિથી લઇ મોટા નેતાઓ કે મહાનુભાવોના સન્માન માટે પણ ગલગોટાના ફૂલ વપરાતા હોય છે.ધાર્મિક પ્રસંગમાં ઉપયોગમાં લેવાય છે ફૂલ ખાસ કરીને ધાર્મિક પ્રસંગે અને તહેવારો દરમિયાન ગલગોટાના ફૂલની માંગ વધી જતી હોય છે અને એમાંય દિવાળીનો તહેવાર જે હિન્દુ ધર્મનો મોટામા મોટો તહેવાર કહેવાય છે અને આ દિવસોમા મંદિરોમા હોય કે મકાનો મા કે પોતાના વાહનો પર ચોક્કસથી ગલગોટાની જરૂર પડતી જ હોય છે ગલગોટાના ફૂલના હાર બનાવી ને દીવાળી દરમિયાન અનેક રીતે તેને શણગારવામા આવે છે. પંચમહાલમાં થાય છે ખેતી પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના અરાદ ગામની આસપાસના ખેતરોમા નજર કરો તો અહીં નયનરમ્ય દ્રશ્યો જોવા મળે છે અહીંની 700 વિઘા જમીનમા ખેડૂતો માત્ર ગલગોટાના ફૂલની બગાયતી ખેતી કરે છે, પરંપરાગત ખેતી માંથી અલગ કંઈક કરવાની અહીં ના કેટલાક ખેડૂતોએ આજ થી આઠ વર્ષ પહેલા શરૂઆત કરી અને એકાદ બે ખેતર મા ગલગોટાની ખેતી કરી અને માત્ર ત્રણ જ મહિના મા મબલખ કહી શકાય એવો ગલગોટાના ફૂલ ખિલાવી દીધા અને નજીકના શહેરો મા વેચી રોકડા પણ સારા એવા કમાયા અને આ અનુભવ ને આસપાસ ના ખેડૂતો એ પ્રેરણા લઇ પોતાના ખેતર મા પણ પ્રયોગ કર્યો જેમા બાગાયતના વૈજ્ઞાનિક ની પણ સલાહ લીધી અને આજે જ્યાં નજર કરો ત્યા ગલગોટાના ફૂલ ખીલી જતા સમગ્ર વિસ્તાર ફૂલોથી આંચ્છાદિત દેખાઈ રહ્યો છે. ગલગોટાના ફૂલની માગ વધુ અંગ્રેજીમા મેરી ગોલ્ડ અને હિન્દીમા ગેંદા ફૂલ તરીકે ઓળખાતા ગલગોટાના ફૂલનો આ વિસ્તાર મા મબલખ પાક ઉતરતા હવે અહીંના ગલગોટાના ફૂલ મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાવનગર, બોટાદ,વડોદરા, નડિયાદ જેવા શહેરોમા વેચાઈ રહ્યા છે.મોટે ભાગે તહેવારોની સીઝન શ્રાવણ માસથી દીવાળી ની વચ્ચે ની હોય છે અને આ ગલગોટાના ફૂલ પણ તહેવારોની સીઝનના પહેલા ના 60 દિવસ પહેલા વાવેતર કરવું પડતું હોય છે જેથી તહેવારો શરૂ થતા જ ગલગોટાના ફૂલ ખીલવાની શરૂઆત થઇ જતી હોય છે જેમા શ્રાવણ માસ, ગણેશ ઉત્સવ, નવરાત્રિ અને હિંદુઓનો મોટા તહેવાર કહેવાતા દીવાળીના તહેવાર દરમિયાન સૌથી વધુપાક ઉતરતો હોય છે અને માગ પ્રમાણે અહીં થી મોટા પ્રમાણમા ફૂલની માગ હોય છે. ગલગોટાની ખેતી સરળ સામાન્ય ખેતી જેવી કે મકાઈ, બાજરી, ઘઉં કે ડાંગર એ હવે ખેડૂતો ને ખર્ચાળ તો બની છે ગલગોટા ની ટૂંકા અને મર્યાદિત સમય ની ખેતી ને લઇ અહીં ના ખેડૂતો ની આર્થિક આવક વધી ગઈ છે અને દિવાળી પણ જાણે સુધરી ગઈ એમ કહી શકાય છે, અને ત્રણ માસ ની ખેતી બાદ અન્ય રેગ્યુલર ખેતી પણ અહીં ના ખેડૂતો કરી રહ્યા છે, આમ પ્રસંગો ને રંગીન કરનાર આ ગલગોટા ના ફૂલોએ દીવાળી ની દરેક ને ઉજવણી કરાવી એટલું જ નહીં ખેડૂતો ની પણ દીવાળી સુધારી એવી ચોક્કસ કહી શકાય છે. જોકે આટલા મોટા વિસ્તાર મા ટન બંધ ફૂલો પકવતા ખેડૂતો ને નજીક માંજ બજાર મળી રહે અને વધુ પડતા વરસાદ મા નુકસાની થતા સહાય પણ મળે એવી સરકાર પાસે ખેડૂતો આશા રાખી રહ્યા છે અને માગ પણ કરી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -