CID ક્રાઈમનો BZ ગ્રુપ પર સપાટો, ગાંધીનગર-વડોદરા, હિંમતનગર સહિતના વિવિધ ઠેકાણે દરોડા
BZ ગ્રુપ દ્વારા પોન્ઝી સ્કીમ મારફતે લોકોના કરોડો રૂપિયા પડાવી લેવાની ફરિયાદના આધારે CID ક્રાઈમ દ્વારા આજે આ ગ્રુપ પર તવાઈ બોલાવવામાં આવી હતી. જેમાં ઉત્તર ગુજરાતના ગ્રુપના અલગ-અલગ ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા.હકીકતમાં CID ક્રાઈમને એક અરજી મળી હતી. જેમા જણાવ્યું હતું કે, સાબરકાંઠામાં રહેતા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાના મળતિયાઓ સાથે ભેગા મળીને BZ Financial Services તથા BZ Groupની અલગ-અલગ કંપનીઓ ખોલી પોન્ઝી સ્કીમ શરૂ કરવામાં આવી હતી. જેની ગુજરાત અને રાજસ્થાનના અલગ-અલગ શહેરોમાં બ્રાન્ચો ખોલવામાં આવી હતી. જેના થકી બેંકો અને અન્ય નાણાંકીય સંસ્થાઓ કરતા વધુ ઊંચા વળતરની જાહેરાત આપીને લોકો પાસેથી 6 હજાર કરોડ જેટલી માતબર રકમ પડાવી લેવામાં આવી છે. CID ક્રાઈમના BZ ફાઈનાન્સિયલ ગ્રુપ પર દરોડા ગાંધીનગર, વડોદરા, હિંમતનગર, વિજાપુર, મોડાસામાં CID ક્રાઈમનું સર્ચ આપરેશન હાથ ધરવામાં આવ્યું છે. BZ ગ્રુપે પોન્ઝી સ્કીમમાં 6 હજાર કરોડ ઉઘરાવ્યા છે. RBIની મંજૂરી વિના પોન્ઝી સ્કીમ ઓપરેટ કરતા હતા. રોકાણ સામે 7% ઊંચા વ્યાજની લાલચ અપાતી હતી. 3 વર્ષમાં રૂપિયા ડબલની લાલચ રોકાણકારોને અપાતી હતી. સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલા સહિત એજન્ટો ભૂગર્ભમાં છે.આ ફરિયાદના આધારે CID ક્રાઈમના 7 PI તેમજ 50 પોલીસની ટીમે BZ Groupની બ્રાન્ચ/ઓફીસ (૧) રણાસણ, તા તલોદ (૨) હિંમતનગર (૩) વિજાપુર (૪) મોડાસ (૫) ગાંધીનગર (૫) વડોદરા (૬) માલપુર જીલ્લો અરવલ્લી ખાતે દરોડા પાડ્યા હતા. જ્યાં BZ Financial Servicesની ઓફિસોમાંથી કોમ્પ્યુટર, લેપટોપ, પ્રિન્ટર, કેશ વાઉચર, રોકાણકારો સાથે કરેલ એગ્રેમેન્ટની નકલો, એપ્લીકેશન ફોમ, એફ.ડી ફોમ, રીન્યુઅલ ફોમ, એએડવાન્સ એમાઉન્ટ ફોમ, વિડ્રોઅલ ફોમ, રોકાણકારોના રોકાણ બાબતેના ચોપડા જેવુ સાહિત્ય મોટા પ્રમાણમાં મળી આવ્યું હતુ. જેને કબજે લઈને આગળની તપાસ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
BZ ગ્રુપ દ્વારા પોન્ઝી સ્કીમ મારફતે લોકોના કરોડો રૂપિયા પડાવી લેવાની ફરિયાદના આધારે CID ક્રાઈમ દ્વારા આજે આ ગ્રુપ પર તવાઈ બોલાવવામાં આવી હતી. જેમાં ઉત્તર ગુજરાતના ગ્રુપના અલગ-અલગ ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા.
હકીકતમાં CID ક્રાઈમને એક અરજી મળી હતી. જેમા જણાવ્યું હતું કે, સાબરકાંઠામાં રહેતા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાના મળતિયાઓ સાથે ભેગા મળીને BZ Financial Services તથા BZ Groupની અલગ-અલગ કંપનીઓ ખોલી પોન્ઝી સ્કીમ શરૂ કરવામાં આવી હતી. જેની ગુજરાત અને રાજસ્થાનના અલગ-અલગ શહેરોમાં બ્રાન્ચો ખોલવામાં આવી હતી. જેના થકી બેંકો અને અન્ય નાણાંકીય સંસ્થાઓ કરતા વધુ ઊંચા વળતરની જાહેરાત આપીને લોકો પાસેથી 6 હજાર કરોડ જેટલી માતબર રકમ પડાવી લેવામાં આવી છે.
CID ક્રાઈમના BZ ફાઈનાન્સિયલ ગ્રુપ પર દરોડા
ગાંધીનગર, વડોદરા, હિંમતનગર, વિજાપુર, મોડાસામાં CID ક્રાઈમનું સર્ચ આપરેશન હાથ ધરવામાં આવ્યું છે. BZ ગ્રુપે પોન્ઝી સ્કીમમાં 6 હજાર કરોડ ઉઘરાવ્યા છે. RBIની મંજૂરી વિના પોન્ઝી સ્કીમ ઓપરેટ કરતા હતા. રોકાણ સામે 7% ઊંચા વ્યાજની લાલચ અપાતી હતી. 3 વર્ષમાં રૂપિયા ડબલની લાલચ રોકાણકારોને અપાતી હતી. સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલા સહિત એજન્ટો ભૂગર્ભમાં છે.
આ ફરિયાદના આધારે CID ક્રાઈમના 7 PI તેમજ 50 પોલીસની ટીમે BZ Groupની બ્રાન્ચ/ઓફીસ (૧) રણાસણ, તા તલોદ (૨) હિંમતનગર (૩) વિજાપુર (૪) મોડાસ (૫) ગાંધીનગર (૫) વડોદરા (૬) માલપુર જીલ્લો અરવલ્લી ખાતે દરોડા પાડ્યા હતા. જ્યાં BZ Financial Servicesની ઓફિસોમાંથી કોમ્પ્યુટર, લેપટોપ, પ્રિન્ટર, કેશ વાઉચર, રોકાણકારો સાથે કરેલ એગ્રેમેન્ટની નકલો, એપ્લીકેશન ફોમ, એફ.ડી ફોમ, રીન્યુઅલ ફોમ, એએડવાન્સ એમાઉન્ટ ફોમ, વિડ્રોઅલ ફોમ, રોકાણકારોના રોકાણ બાબતેના ચોપડા જેવુ સાહિત્ય મોટા પ્રમાણમાં મળી આવ્યું હતુ. જેને કબજે લઈને આગળની તપાસ હાથ ધરી છે.