Ahmedabad: આશાવર્કર-આંગણવાડીની બહેનોએ કલેક્ટર કચેરી બહાર વિશાળ રેલી કાઢીને વિરોધ વ્યક્ત કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં આજે રવિવારે આશાવર્કર બહેનો અને આંગણવાડીની મહિલાઓએ વિરોધ વ્યક્ત કર્યો છે. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આંગણવાડી મહિલા અને આશાવર્કર બહેનોએ ભેગા થઈને મોટો વિરોધ વ્યક્ત કર્યો છે. કલેક્ટર કચેરીથી વિશાળ રેલી કાઢીને મહિલાઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.
22 પડતર પ્રશ્નની બજેટમાં સમાવેશ કરવાની માગ
સમગ્ર રાજ્યભરની આશાવર્કર બહેનો અને આંગણવાડીની મહિલાઓ કલેક્ટર કચેરી ખાતે એકઠી થઈ અને આશા વર્કર અને આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા અમદાવાદમાં વિશાળ રેલી કાઢીને વિરોધ વ્યક્ત કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આંગણવાડી બહેનો દ્વારા 22 પડતર પ્રશ્નની બજેટમાં સમાવેશ કરવાની માગ કરવામાં આવી છે. આ સાથે જ લઘુતમ વેતનથી પણ ઓછું વેતન મળતા આંગણવાડી તેમજ આશા વર્કર કર્મચારીઓ રેલીમાં જોડાઈને વિરોધ વ્યક્ત કર્યો છે. અમદાવાદ કલેક્ટર કચેરીથી સાબરમતી સુધી રેલી કાઢવામાં આવી હતી. રૂપિયા 60 કરોડ ગ્રાન્ટ ફાળવાઈ હોવા છતાં આંગણવાડી બહેનોને ફોન અત્યાર સુધી આપવામાં આવ્યા નથી.
1355 આંગણવાડી કેન્દ્રને છેલ્લા 1વર્ષથી ગ્રાન્ટ ન મળતાં કુપોષિત જેવા હાલ
તમને જણાવી દઈએ કે સુરેન્દ્રનગર જિલ્લામાં બાળકોને પોષિત કરનારી આંગણવાડીની સ્થિતિ જ એક વર્ષથી ગાંધીનગરથી ગ્રાન્ટ નહીં આવતા કુપોષિત જેવા હાલ થઈ ગયા છે. સરકારી કામની કે કોન્ટ્રાકટરની ગ્રાન્ટ ન આવે ત્યારે કામ આગળ વધતા નથી કે સ્ટાફના પગાર પણ ચૂકવતા નથી. સુરેન્દ્રનગર જિલ્લાની 1355 આંગણવાડી કેન્દ્રની અમુક પ્રકારની એક વર્ષથી ગ્રાન્ટ ગાંધીનગરથી આવી જ નથી. એમ છતાંય મોટાભાગના આંગણવાડી સંચાલકો પોતે સગવડતા કરી બાળકોને નાસ્તા કરાવતા હોવાનું જાણવા મળ્યુ છે.
What's Your Reaction?






