Ahmedabad : આનંદનગરમાં વિદ્યાનગર શાળાની ઓફિસમાં પગારની રાખેલ રોકડ ચોરાઈ

Feb 8, 2025 - 15:00
Ahmedabad : આનંદનગરમાં વિદ્યાનગર શાળાની ઓફિસમાં પગારની રાખેલ રોકડ ચોરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં શાળામાંથી લાખો રૂપિયાની ચોરી થયાની ઘટના સામે આવી. આનંદનગરની વિદ્યાનગર શાળાની ઓફિસમાં ઘૂસી તિજોરીમાં રાખેલ રૂપિયા ચોરી એક શખ્સ ફરાર થઈ ગયો. વિદ્યાનગર શાળામાં લાખો રૂપિયાની ચોરી મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ.

મળતી માહિતી મુજબ આનંદનગરની હવેલી સ્થિત વિદ્યાનગર શાળામાં ચોરીના બનાવ બન્યો. વિદ્યાનગર શાળાની ઓફિસમાં શિક્ષકો ઉપરાંત અન્ય સ્ટાફનો પગાર તિજોરીમાં હતો. શાળાની ઓફિસમાં અંદાજે રૂ. 3.80 લાખ હતા. અજાણ્યા શખ્સે ઓફિસમાં ઘૂસીને પગારની રાખેલ રોકડની ચોરી કરી. શાળાએ ઓફિસમાંથી રૂપિયાની ચોરી મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ. શાળાની ઓફિસમાંથી ચોરી કરનાર શખ્સ કોઈ જાણ ભેદુ હશે કે પછી અજાણ્યો માણસ ગોઈ શકે તેવી તમામ સંભાવનાને લઈને પોલીસ શાળાના સીસીટીવી ચેક કરશે અને શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ કરી શકે છે.

પોલીસે તપાસ હાથ ધરી

રાજ્યમાં શાળામાં ચોરીની ઘટના વધવા લાગી છે. અગાઉ બોરસદની શાળામાં એક ઇસમ ચોરી કરવાના ઇરાદે ઘૂસ્યો. આ ઇસમ શનિવારે શાળા બંધ થયા બાદ વાલી અને શિક્ષકો જતા રહેતા ચોરી કરવા અંદર ઘૂસ્યો. ઓફિસમાંથી શાળાના કાસાના ઘંટની ચોરી કરી બહાર નીકળતો હતો ત્યારે અચાનક કેટલાક લોકોની નજર ગઈ. અને આ શખ્સ અજાણ્યો હોવાનું માલૂમ પડતાં ઘંટની ચોરી કરનાર શખ્સને ઝડપી પાડ્યો. લોકોએ ઘંટચોરની પોલીસને હવાલે કર્યો. હાલમાં અમદાવાદની વિદ્યાનગર શાળાની ઓફિસમાં રૂ. 3.80 લાખની ચોરી થયાનો મામલો સામે આવ્યો. શાળા સંચાલકોએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0