Ahmedabad : આજથી દુર્ગાપૂજા મહોત્સવની ઉજવણીનો પ્રારંભ

સમગ્ર દેશમાં ખુબજ હર્ષોલ્લાસ સાથે માતાજીની શક્તિની આરાધનાનું પર્વ શારદીય નવરાત્રિ ઉજવાઇ રહ્યુ છે. ખેલૌયાઓઓ મન મુકીને ગરબે ધુમી રહ્યા છે તો બંગાળમાં દુર્ગાપૂજા મહોત્સવ શરૂ થઇ ચુક્યો છે. ગુજરાતમાં અને ખાસ તો અમદાવાદ શહેરમાં વસતા બંગાળના લોકો અહી પણ માતાજીની સાધના કરી આ ઉત્સવની ઉજવણી કરતા હોય છે તો અમદાવાદમાં આજથી દુર્ગાપૂજા મહોત્સવની ઉજવણીનો પ્રારંભ થઇ ચુક્યો છે.પૂજા, આરતી સહિતના અનુષ્ઠાનો બંગાળી સમાજ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે પૂજા, આરતી સહિતના અનુષ્ઠાનો બંગાળી સમાજ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે. શહેરમાં 25 જગ્યાઓ પર દુર્ગાપૂજાના વિશાળ પંડાલો કરાયા તૈયાર કરવામાં આવ્યા છે. દુર્ગા માતાજીની વિશેષ પૂજા બાદ આંખેથી પાટા દૂર કરી ઉજવાશે મહોત્સવ. દુર્ગાપૂજા મહોત્સવ દશેરા સુધી ઉજવવામાં આવશે.નવરાત્રિના જાહેર આયોજન સાથે દુર્ગા પંડાલમાં રખાશે પોલીસ બંદોબસ્ત નવરાત્રિના જાહેર આયોજન સાથે દુર્ગા પંડાલમાં રખાશે પોલીસ બંદોબસ્ત. કોઇ ખરાબ દુર્ઘટના ન સર્જાય તે માટે તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. ફાયર સેફટી,ટ્રાફિક વ્યવસ્થા સહિત દુર્ગાપંડાલમાં કરાઈ વ્યવસ્થા. એસજી હાઇવે પર આવેલા કાલિબારી ખાતે દુગાપુજાનું આયોજન કરાય છે. ભક્તો ખુબજ આસ્થા અને શ્રદ્ધા સાથે આ તહેવારની ઉજવણી કરતા હોય છે. મણિનગર,ઘોડાસર,વટવા,એસજી હાઇવે સહિતના સ્થળો પર દુર્ગાપૂજાના પંડાલ બનાવવામાં આવ્યા છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ તમામ પંડાલોમાં ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે. ભક્તો માતાજીની સાધના કરીને ધન્યતા અનુભવતા હોય છે.આગામી ચાર દિવસ દરમિયાન શહેરમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજનનવરાત્રિ મહોત્સવ દરમિયાન આગામી ચાર દિવસ દરમિયાન શહેરમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. ષષ્ઠીપૂજા, ચંડીપાઠ, આમંત્રણ અને અધિવાસ સાથે સપ્તમી પૂજાવિધિ કરવામાં આવશે.મહાઅષ્ટમીએ નબો પત્રિકા સાથે સપ્તમી પૂજાનું આયોજન કરાશે. અષ્ટમીની પૂજા, સંધી પૂજા અને નવમીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે.શનિવારે વિજયાદશમીના મહાપર્વે દશમી પૂજા કરાશે. માતાજીની મૂર્તિઓની વિસર્જન માટે વિશાળ અને રંગદર્શી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ વિસર્જનયાત્રા વાજતે ગાજતે સ્થાનિક મુખ્ય રાજમાર્ગો પર ફરીને માતાજીનું વિસર્જન કરાશે

Ahmedabad : આજથી દુર્ગાપૂજા મહોત્સવની ઉજવણીનો પ્રારંભ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સમગ્ર દેશમાં ખુબજ હર્ષોલ્લાસ સાથે માતાજીની શક્તિની આરાધનાનું પર્વ શારદીય નવરાત્રિ ઉજવાઇ રહ્યુ છે. ખેલૌયાઓઓ મન મુકીને ગરબે ધુમી રહ્યા છે તો બંગાળમાં દુર્ગાપૂજા મહોત્સવ શરૂ થઇ ચુક્યો છે. ગુજરાતમાં અને ખાસ તો અમદાવાદ શહેરમાં વસતા બંગાળના લોકો અહી પણ માતાજીની સાધના કરી આ ઉત્સવની ઉજવણી કરતા હોય છે તો અમદાવાદમાં આજથી દુર્ગાપૂજા મહોત્સવની ઉજવણીનો પ્રારંભ થઇ ચુક્યો છે.

પૂજા, આરતી સહિતના અનુષ્ઠાનો બંગાળી સમાજ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે

પૂજા, આરતી સહિતના અનુષ્ઠાનો બંગાળી સમાજ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે. શહેરમાં 25 જગ્યાઓ પર દુર્ગાપૂજાના વિશાળ પંડાલો કરાયા તૈયાર કરવામાં આવ્યા છે. દુર્ગા માતાજીની વિશેષ પૂજા બાદ આંખેથી પાટા દૂર કરી ઉજવાશે મહોત્સવ. દુર્ગાપૂજા મહોત્સવ દશેરા સુધી ઉજવવામાં આવશે.


નવરાત્રિના જાહેર આયોજન સાથે દુર્ગા પંડાલમાં રખાશે પોલીસ બંદોબસ્ત

નવરાત્રિના જાહેર આયોજન સાથે દુર્ગા પંડાલમાં રખાશે પોલીસ બંદોબસ્ત. કોઇ ખરાબ દુર્ઘટના ન સર્જાય તે માટે તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. ફાયર સેફટી,ટ્રાફિક વ્યવસ્થા સહિત દુર્ગાપંડાલમાં કરાઈ વ્યવસ્થા. એસજી હાઇવે પર આવેલા કાલિબારી ખાતે દુગાપુજાનું આયોજન કરાય છે. ભક્તો ખુબજ આસ્થા અને શ્રદ્ધા સાથે આ તહેવારની ઉજવણી કરતા હોય છે. મણિનગર,ઘોડાસર,વટવા,એસજી હાઇવે સહિતના સ્થળો પર દુર્ગાપૂજાના પંડાલ બનાવવામાં આવ્યા છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ તમામ પંડાલોમાં ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે. ભક્તો માતાજીની સાધના કરીને ધન્યતા અનુભવતા હોય છે.



આગામી ચાર દિવસ દરમિયાન શહેરમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

નવરાત્રિ મહોત્સવ દરમિયાન આગામી ચાર દિવસ દરમિયાન શહેરમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. ષષ્ઠીપૂજા, ચંડીપાઠ, આમંત્રણ અને અધિવાસ સાથે સપ્તમી પૂજાવિધિ કરવામાં આવશે.મહાઅષ્ટમીએ નબો પત્રિકા સાથે સપ્તમી પૂજાનું આયોજન કરાશે. અષ્ટમીની પૂજા, સંધી પૂજા અને નવમીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે.શનિવારે વિજયાદશમીના મહાપર્વે દશમી પૂજા કરાશે. માતાજીની મૂર્તિઓની વિસર્જન માટે વિશાળ અને રંગદર્શી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ વિસર્જનયાત્રા વાજતે ગાજતે સ્થાનિક મુખ્ય રાજમાર્ગો પર ફરીને માતાજીનું વિસર્જન કરાશે