Botad જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં અનન્ય પ્રદાન પુરૂં પાડનારી મહિલાશક્તિની જાણો વિશેષ વાતો

વર્તમાન સમયમાં જો ઘર પરિવારનું ગુજરાન યોગ્ય રીતે ચલાવવું હોય તો પતિ-પત્ની બંનેએ આર્થિક રીતે સબળ થવાની જરૂર છે,સરકાર દ્વારા મહિલાઓના વિકાસ માટે અનેક યોજનાઓ અમલી : મહિલાઓ ઈચ્છે તો નાના-મોટા ગૃહ ઉદ્યોગ શરૂ કરી શકે છે અથવા સખી મંડળો થકી વ્યવસાય કરી શકે છે,નવરાત્રીના પાવન પર્વ દરમિયાન નવ દેવીઓની પૂજા અર્ચના કરવામાં આવે છે. શક્તિની આ દેવીઓ સમગ્ર માનવ સૃષ્ટિને ઉર્જા પૂરી પાડે છે. વિશિષ્ટ રીતે ઉજવણી નવરાત્રીના તહેવાર નિમિત્તે બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા વિશિષ્ટ રીતે ઉજવણી થવા જઈ રહી છે. જેમાં નવગુર્જરી... નવશકિત શ્રેણી અંતર્ગત જિલ્લાની એવી મહિલાઓને કહાની આવરી લેવામાં આવી છે કે જેમણે કોઈ ક્ષેત્રમાં અનન્ય પ્રદાન કર્યું હોય, ત્યારે બીજી નવરાત્રીએ વાત પ્રાકૃતિક ખેતીના અભિગમને ખરા અર્થમાં સાર્થક કરતા બોટાદના એવા મહિલાની.કે જેમના અનુભવો ખરેખર તમામ મહિલાઓ માટે પ્રેરકબળ પૂરું પાડનારા સાબિત થશે. ગાય આધારિત ખેતી કરી રહ્યા છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં રહેતા રેખાબેન વઘાસીયા વર્ષ 1995થી ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. હાલ તેઓ ગઢડા ખાતે વૃંદાવન પ્રાકૃતિક ફાર્મ ચલાવી રહ્યાં છે, જ્યાં પ્રાકૃતિક કૃષિ થકી રેખાબેન શેરડી, અંજીર, સીતાફળ, આમળા, જમરૂખ સહિતના પાકોનું મતલબ ઉત્પાદન મેળવી રહ્યા છે, માત્ર આટલું જ નહીં પરંતુ રેખાબેન અન્ય મહિલાઓનો ઉત્સાહ જળવાઈ રહે તેઓ પણ પોતાના ક્ષેત્રોમાં આગળ આવી શકે તે માટે તેમને નવું પૂરું પાડી રહ્યા છે. તેઓ પોતાના ખેતરમાં જ વિવિધ તાલીમોનું આયોજન કરે છે. જેમાં બોટાદ જિલ્લાની અનેક મહિલાઓ ઉપસ્થિત રહી ખેતી વિશે જ્ઞાન પ્રાપ્ત કરે છે. પતિ-પત્ની બંનેએ આર્થિક રીતે સબળ થવાની જરૂર રેખાબેન વઘાસીયા જણાવે છે કે, અત્યારનો સમય પુરુષ અને સ્ત્રીએ સાથે મળીને ચાલવાનો સમય છે. વર્તમાન સમયમાં જો ઘર પરિવારનું ગુજરાન યોગ્ય રીતે ચલાવવું હોય તો પતિ-પત્ની બંનેએ આર્થિક રીતે સબળ થવાની જરૂર છે. આપણાં દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણાં રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ મહિલાઓના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલી છે. મહિલાઓ ઈચ્છે તો નાના-મોટા ગૃહ ઉદ્યોગ શરૂ કરી શકે છે અથવા સખી મંડળો થકી વ્યવસાય કરી શકે છે. સરકાર દ્વારા રાજ્યભરમાં વિવિધ સરસ મેળાઓનું આયોજન થાય છે, જેના થકી સખી મંડળો અને ગૃહ ઉદ્યોગની બહેનો પોતાના ઉત્પાદનોનું વેચાણ સરળતાથી કરી શકે છે. સરસ મેળાનું આયોજન થાય છે સાથો સાથ સરકાર દ્વારા જે સ્થળો પર સરસ મેળાનું આયોજન થાય છે ત્યાં સુધી જવા-આવવાની તેમજ ત્યાં રહેવાની વ્યવસ્થાઓ પણ કરી આપવામાં આપવામાં આવે છે. પરંતુ આ તમામ માટે જરૂર છે તો મહિલાઓએ જાગૃત થવાની દરેક વ્યક્તિ સફળતા તો જ પ્રાપ્ત કરી શકે જો તેની સાથે તેના પરિવારનો સહયોગ હોય, માટે જો પરિવારમાં પતિ અને પત્ની બંને સાથે મળીને કાર્ય કરવાની જરૂર છે. મહિલાઓ પણ મેળવી શકે છે વિશેષ સેવા રેખાબેનએ વધુમાં જણાવ્યું હતું કે, આપણાં બોટાદ જિલ્લાના કલેક્ટર પણ પોતે મહિલા છે, અને તેઓ મહિલાઓના વિકાસ માટે અનેકવિધ પ્રયાસો કરી રહ્યા છે. મને પણ તેમના દ્વારા સતત માર્ગદર્શન મળ્યું છે.બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા નવગુર્જરી. નવશકિત શ્રેણી વિશે વાત કરતા રેખાબેન એ જણાવ્યું હતું કે, આ શ્રેણી થકી જિલ્લાની મહિલાઓને પ્રોત્સાહન મળી રહેશે. તેમ જ મહિલાઓ પોતે પણ દરેક કાર્ય કરીને સફળતા મેળવી શકે છે તેવો આત્મવિશ્વાસ પ્રાપ્ત થશે.

Botad જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં અનન્ય પ્રદાન પુરૂં પાડનારી મહિલાશક્તિની જાણો વિશેષ વાતો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વર્તમાન સમયમાં જો ઘર પરિવારનું ગુજરાન યોગ્ય રીતે ચલાવવું હોય તો પતિ-પત્ની બંનેએ આર્થિક રીતે સબળ થવાની જરૂર છે,સરકાર દ્વારા મહિલાઓના વિકાસ માટે અનેક યોજનાઓ અમલી : મહિલાઓ ઈચ્છે તો નાના-મોટા ગૃહ ઉદ્યોગ શરૂ કરી શકે છે અથવા સખી મંડળો થકી વ્યવસાય કરી શકે છે,નવરાત્રીના પાવન પર્વ દરમિયાન નવ દેવીઓની પૂજા અર્ચના કરવામાં આવે છે. શક્તિની આ દેવીઓ સમગ્ર માનવ સૃષ્ટિને ઉર્જા પૂરી પાડે છે.

વિશિષ્ટ રીતે ઉજવણી

નવરાત્રીના તહેવાર નિમિત્તે બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા વિશિષ્ટ રીતે ઉજવણી થવા જઈ રહી છે. જેમાં નવગુર્જરી... નવશકિત શ્રેણી અંતર્ગત જિલ્લાની એવી મહિલાઓને કહાની આવરી લેવામાં આવી છે કે જેમણે કોઈ ક્ષેત્રમાં અનન્ય પ્રદાન કર્યું હોય, ત્યારે બીજી નવરાત્રીએ વાત પ્રાકૃતિક ખેતીના અભિગમને ખરા અર્થમાં સાર્થક કરતા બોટાદના એવા મહિલાની.કે જેમના અનુભવો ખરેખર તમામ મહિલાઓ માટે પ્રેરકબળ પૂરું પાડનારા સાબિત થશે.

ગાય આધારિત ખેતી કરી રહ્યા છે

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં રહેતા રેખાબેન વઘાસીયા વર્ષ 1995થી ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. હાલ તેઓ ગઢડા ખાતે વૃંદાવન પ્રાકૃતિક ફાર્મ ચલાવી રહ્યાં છે, જ્યાં પ્રાકૃતિક કૃષિ થકી રેખાબેન શેરડી, અંજીર, સીતાફળ, આમળા, જમરૂખ સહિતના પાકોનું મતલબ ઉત્પાદન મેળવી રહ્યા છે, માત્ર આટલું જ નહીં પરંતુ રેખાબેન અન્ય મહિલાઓનો ઉત્સાહ જળવાઈ રહે તેઓ પણ પોતાના ક્ષેત્રોમાં આગળ આવી શકે તે માટે તેમને નવું પૂરું પાડી રહ્યા છે. તેઓ પોતાના ખેતરમાં જ વિવિધ તાલીમોનું આયોજન કરે છે. જેમાં બોટાદ જિલ્લાની અનેક મહિલાઓ ઉપસ્થિત રહી ખેતી વિશે જ્ઞાન પ્રાપ્ત કરે છે.

પતિ-પત્ની બંનેએ આર્થિક રીતે સબળ થવાની જરૂર

રેખાબેન વઘાસીયા જણાવે છે કે, અત્યારનો સમય પુરુષ અને સ્ત્રીએ સાથે મળીને ચાલવાનો સમય છે. વર્તમાન સમયમાં જો ઘર પરિવારનું ગુજરાન યોગ્ય રીતે ચલાવવું હોય તો પતિ-પત્ની બંનેએ આર્થિક રીતે સબળ થવાની જરૂર છે. આપણાં દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણાં રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ મહિલાઓના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલી છે. મહિલાઓ ઈચ્છે તો નાના-મોટા ગૃહ ઉદ્યોગ શરૂ કરી શકે છે અથવા સખી મંડળો થકી વ્યવસાય કરી શકે છે. સરકાર દ્વારા રાજ્યભરમાં વિવિધ સરસ મેળાઓનું આયોજન થાય છે, જેના થકી સખી મંડળો અને ગૃહ ઉદ્યોગની બહેનો પોતાના ઉત્પાદનોનું વેચાણ સરળતાથી કરી શકે છે.


સરસ મેળાનું આયોજન થાય છે

સાથો સાથ સરકાર દ્વારા જે સ્થળો પર સરસ મેળાનું આયોજન થાય છે ત્યાં સુધી જવા-આવવાની તેમજ ત્યાં રહેવાની વ્યવસ્થાઓ પણ કરી આપવામાં આપવામાં આવે છે. પરંતુ આ તમામ માટે જરૂર છે તો મહિલાઓએ જાગૃત થવાની દરેક વ્યક્તિ સફળતા તો જ પ્રાપ્ત કરી શકે જો તેની સાથે તેના પરિવારનો સહયોગ હોય, માટે જો પરિવારમાં પતિ અને પત્ની બંને સાથે મળીને કાર્ય કરવાની જરૂર છે.

મહિલાઓ પણ મેળવી શકે છે વિશેષ સેવા

રેખાબેનએ વધુમાં જણાવ્યું હતું કે, આપણાં બોટાદ જિલ્લાના કલેક્ટર પણ પોતે મહિલા છે, અને તેઓ મહિલાઓના વિકાસ માટે અનેકવિધ પ્રયાસો કરી રહ્યા છે. મને પણ તેમના દ્વારા સતત માર્ગદર્શન મળ્યું છે.બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા નવગુર્જરી. નવશકિત શ્રેણી વિશે વાત કરતા રેખાબેન એ જણાવ્યું હતું કે, આ શ્રેણી થકી જિલ્લાની મહિલાઓને પ્રોત્સાહન મળી રહેશે. તેમ જ મહિલાઓ પોતે પણ દરેક કાર્ય કરીને સફળતા મેળવી શકે છે તેવો આત્મવિશ્વાસ પ્રાપ્ત થશે.