Ahmedabad: અમદાવાદ-ગાંધીનગર વચ્ચે હવે દોઢ કલાકને બદલે અડધા કલાકે મેટ્રો દોડશે

Feb 14, 2025 - 06:30
Ahmedabad: અમદાવાદ-ગાંધીનગર વચ્ચે હવે દોઢ કલાકને બદલે અડધા કલાકે મેટ્રો દોડશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદથી ગાંધીનગર વચ્ચે આગામી તા. 15 ફેબ્રુઆરીથી હવે સીધી મેટ્રો ટ્રેન દોડાવાશે. વાસણા એપીએમસીથી ઉપડતી ટ્રેન સીધી સેક્ટર-1 અને ગિફ્ટ સિટી માટે ઉપડશે. મુસાફરોએ હવે મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર માટે બીજી મેટ્રો ટ્રેન બદલવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. ગાંધીનગર માટે પહેલાં દોઢેક કલાકે એક ટ્રેન મળતી હતી જે હવે દર અડધા કલાકે એક ટ્રેન મળી રહેશે.

મોટેરાથી સવારે 8:00 કલાકે મેટ્રો ઉપડીને જેએનએલયુ 8:27 કલાકે અને ગિફ્ટ સિટી 8:43 કલાકે પહોંચશે. દર અડધા કલાકના અંતરે ટ્રેન મળી રહેશે. મોટેરાથી છેલ્લી ટ્રેન સાંજે 5:52 કલાકે ઉપડીને 6:35 કલાકે ગિફ્ટ સિટી પહોંચશે. પરતમાં ગિફ્ટ સિટીથી સવારે 9:03 કલાકે મેટ્રો ઉપડીને 9:46 કલાકે મોટેરા પહોંચશે. ગિફ્ટ સિટીથી છેલ્લી મેટ્રો 6:55 કલાકે ઉપડશે. ગિફ્ટ સિટી માટે બંને બાજુ કુલ 6-6 ટ્રિપો હશે. બીજી તરફ જેએનએલયુ સ્ટેશનથી ગિફ્ટ સિટી ઓફિસ જવા માટે દર અડધા કલાકે એસટી બસ સેવા પણ ચાલુ છે. એપીએમસીથી સેક્ટર-1 માટે 14 ટ્રિપો અને સેક્ટર-1 થી મોટેરા માટે 15 ટ્રીપો દોડાવાશે. મોટેરાથી છેલ્લે મોડી સાંજે 8:22 કલાકે મેટ્રો મળી રહેશે જે 7:17 કલાકે સેક્ટર-1 પહોંચાડશે. સેક્ટર-1થી સાંજે 7:21 થી મેટ્રો ઉપડશે જે 8:16 કલાકે મોટેરા પહોંચાડશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0