Ahmedabad: અભિવ્યક્તિમાં ઈશાની દવેનું સુર એ રાષ્ટ્ર અને રણજીત બારોટના જાઝ ફ્યુઝનનું ધમાકેદાર પરફોર્મન્સ

Nov 27, 2026 - 23:00
Ahmedabad: અભિવ્યક્તિમાં ઈશાની દવેનું સુર એ રાષ્ટ્ર અને રણજીત બારોટના જાઝ ફ્યુઝનનું ધમાકેદાર પરફોર્મન્સ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં ટૉરેન્ટ ગ્રુપના યુએનએમ ફાઉન્ડેશન પ્રેરિત અભિવ્યક્તિ સિટી આર્ટ્સ પ્રોજેક્ટની 8મી આવૃત્તિનો ભવ્ય પ્રારંભ થયો છે.શ્રેયસ ફાઉન્ડેશન એમ્ફીથિયેટર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જાણીતા ગાયિકા ઈશાની દવેની ‘સૂર-એ-રાષ્ટ્ર’ પ્રસ્તુતિ અને રણજીત બારોટના ‘જાઝ ફ્યુઝન’ સંગીતે 2500થી વધુ કલારસિકોને મંત્રમુગ્ધ કર્યા હતા.આ મહોત્સવ ભારતીય સાંસ્કૃતિક વારસા, કલા અને સાહિત્યિક વિવિધતાને મંચ પૂરો પાડી રહ્યો છે.






પ્રથમ દિવસે કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાતના કલાકારોની રજૂઆત

અભિવ્યક્તિના પ્રથમ દિવસે કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાતના કલાકારોએ નૃત્ય, સંગીત અને નાટ્યકલાના માધ્યમથી નવીન રચનાઓ રજૂ કરી હતી.સંગીતમાં દિલ્હીના ગ્રુપ ‘દાલ ફ્રાય’ દ્વારા ‘લયા લિમિટલેસ’ વાદ્યસંગીતની પ્રસ્તુતિ કરાઈ હતી, જેમાં ભારતીય લય અને તાલનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. મુંબઈના ‘ચક્રવર્તી સમ્રાટ’ દ્વારા પ્રસ્તુત ‘ધ બેંગાલ ફ્યુઝન પ્રોજેક્ટ’માં બંગાળના લોકસંગીત, બાઉલ અને રવીન્દ્ર સંગીતને રોક અને પોપ સંગીત સાથે જોડવામાં આવ્યા હતા. નાટ્ય વિભાગમાં અમિત ઠક્કરની ઉત્તર ગુજરાતના લોકસંગીત આધારિત કૃતિ ‘ખમ્મા’ અને કેરળના પૂજા મોહનરાજ તથા શંકર વેંકટેશ્વરન દ્વારા સ્થળાંતરની વ્યથા દર્શાવતું નાટક ‘કૃષ્ણન્સ ડેરી’ રજૂ થયું હતું. ક્રિશ લખિયાનીનું નાટક ‘ધ લાસ્ટ રન’ અને નિહાંશુ રાવલનું રાજકીય વ્યંગ્ય ‘રાજલીલા’ પણ પ્રેક્ષકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.


પર્વતારોહક અરુણિમા સિન્હાના અદમ્ય સાહસ પર પ્રસ્તુતિ

નૃત્ય વિભાગમાં ‘ટીમ અરુણિમા’ના નવ કથક કલાકારોએ પર્વતારોહક અરુણિમા સિન્હાના અદમ્ય સાહસ પર ‘અરુણિમા – ધ સમિટ વિધિન’ પ્રસ્તુત કર્યું હતું. તિરુવનંતપુરમના અવિનીશ અને આદર્શે કથકલી અને ભરતનાટ્યમ શૈલીમાં ‘સર્પા સાગા’ તથા પુણેની મૈત્રેયી નિર્ગુડેએ કથક આધારિત ‘એલિયન્સ પી.ઓ.વી.’ રજૂ કર્યું હતું. સાહિત્ય ક્ષેત્રે મુંબઈના દર્શિતા ચતુર્વેદીએ પિતા-પુત્રીના સંબંધો પર ‘હિટલર પાપા’ અને યશલીન જે.એ ‘ધ રોડ ટ્રિપ’ વાર્તા રજૂ કરી શ્રોતાઓને ભાવુક કર્યા હતા. કલાપ્રેમીઓ માટે અટીરા, ગુજરાત યુનિવર્સિટી અને શ્રેયસ ફાઉન્ડેશન ખાતે 95 વિઝ્યુઅલ આર્ટ ઇન્સ્ટોલેશન્સ મૂકવામાં આવ્યા છે, જેમાં કુદરતી અને રિસાયકલ સામગ્રીનો ઉપયોગ કરાયો છે.


કલાને સામાન્ય જનજીવન સાથે જોડવા પ્રતિબદ્ધ 

ટૉરેન્ટ ગ્રુપના મહેતા પરિવાર સંચાલિત ‘યુએનએમ ફાઉન્ડેશન’ કલાને સામાન્ય જનજીવન સાથે જોડવા પ્રતિબદ્ધ છે અને આ તમામ કાર્યક્રમોમાં પ્રવેશ સંપૂર્ણ વિનામૂલ્યે રખાયો છે. ફાઉન્ડેશન આરોગ્ય ક્ષેત્રે અમદાવાદમાં યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ, સુરતમાં યુએનએમ ચિલ્ડ્રન હોસ્પિટલ તથા વ્યારા ખાતે મેડિકલ કોલેજનું નિર્માણ કરી રહ્યું છે. પર્યાવરણ ક્ષેત્રે ‘પ્રતીતિ’ હેઠળ 17 ઉદ્યાનો અને 24 તળાવોનું સંવર્ધન કરાયું છે. જ્યારે શિક્ષણમાં ‘શિક્ષા સેતુ’ દ્વારા વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં 7 આવૃત્તિઓમાં 10 લાખથી વધુ લોકોએ આ મહોત્સવ માણ્યો છે. આ ઉપરાંત ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગરના કોબા ખાતે આવેલા સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું સંચાલન કરવામાં આવે છે, જ્યાં જૈન ધર્મના ઐતિહાસિક સંગ્રહ સચવાયેલા છે. સંસ્થા દ્વારા વિવિધ સામાજિક પહેલો મારફતે 3 કરોડથી વધુ નાગરિકોના જીવન પર સકારાત્મક અસર ઊભી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં યોજાશે આયર્નમેન 70.3 ટ્રાયથ્લોન, સાબરમતીમાં 1.9 કિ.મી સ્વિમિંગ કરશે એથ્લીટ્સ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0