Ahmedabad:સુરતમાં UPથી ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલો પેડલર 1.17 કરોડના ડ્ર્ગ્સ સાથે ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત ગ્રામ્યમાં બારડોલી ખાતે આવેલા ત્રણ વલ્લા બ્રિજના સર્વિસ રોડ પર બાતમી આધારે સ્ટેટ મોનિટરીંગ સેલે વોચ ગોઠવી 1.17 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે ઉત્તરપ્રદેશના યુવક અવનીશ પાઠકને મંગળવારે ઝડપી લીધો હતો.
તેની પાસેથી કોકેઈન, બ્રાઉન હેરોઈન અને અલ્પારોઝ ટેબ્લેટનો જથ્થો જપ્ત કર્યો હતો. ઉત્તરપ્રદેશથી ડ્રગ્સની ડિલીવરી આપવા યુવક આવ્યાની વિગત પોલીસને મળી છે. ડ્રગ્સના મુખ્ય સપ્લાયર સહિત ત્રણ ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. ઉત્તરપ્રદેશના કુષીનગરના રહેવાસી પેડલર અવનીશ પાઠકની ધરપકડ કરી તેની પાસેથી 93 ગ્રામ 570 મીલીગ્રામ કોકેઈન રૂ.93,57,000, બ્રાઉન હેરોઈન 46 ગ્રામ 560 મીલીગ્રામ રૂ.23,28,000 અને અલ્પરાઝો 20 ટેબ્લેટ રૂ.86 રૂપિયાની મળી કુલ રૂ.1,16,85,086ની મત્તાનો નશીલા પદાર્થનો જથ્થો જપ્ત કર્યો હતો. ડ્રગ્સના જથ્થા ઉપરાંત આરોપી પાસેથી રૂ.1120 ની રોક્ડ, એક મોબાઈલ ત્રણ હજારનો અન્ય વસ્તુઓ પણ જપ્ત કરી હતી.
What's Your Reaction?






