Ahmedabad:સાબરમતી નદીમાં પાણી ઘટતાં રાહતઃ હજુ રિવરફ્રન્ટનો વોક- વે, લોઅર પ્રોમિનોડ બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
તાજેતરમાં ઉપરવાસમાં વરસેલા મુશળધાર વરસાદને કારણે ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી લગભગ 1.20 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતાં સાબરમતી નદી બેય કાંઠે વહેતી જોવા મળી હતી અને સુભાષબ્રિજ પાસે નદીની સપાટી ભયજનક લેવલ સુધી પહોંચી ગઈ હતી તેમજ રિવરફ્રન્ટના વોક- વે અને લોઅર પ્રોમિનોડ પર પાણી ભરાઈ જવાને કારણે AMC, SRFDL દ્વારા નાગરિકો માટે વોક- વે અને લોઅર પ્રોમિનોડ બંધ કરાયા હતા.
જોકે, વરસાદનું જોર ઘટવાને પગલે ઉપરવાસમાંથી પાણી નહીં છોડાતા સાબરમતી નદીમાં પાણીનું લેવલ ઘટયું છે. રાત્રે 8 વાગ્યે વાસણા બેરેજમાં પાણીનું લેવલ 127.75 ફુટ હતું. 27 ગેટ ખોલીને 35,326 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હજી પણ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લેતાં નદીમાં પાણી ફરી છોડવાની શક્યતા હોવાથી હાલ રિવરફ્રન્ટની બંન્ને તરફનો લોઅર પ્રોમિનોડ અને વોક- વે બંધ કરી અને સિક્યુરિટી ગોઠવવામાં આવી છે. ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને પગલે ધરોઈ ડેમ અને સંત સરોવર ડેમમાંથી 1.20 લાખ ક્યુસેક જેટલું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવતા સુભાષ બ્રિજ પાસે નદી ભયજનક લેવલ સુધી પહોંચી ગઈ હતી. રિવરફ્રન્ટના વોક વે અને લોઅર પ્રોમિનાડ પાણીમાં ડૂબી ગયા હતા. આજરોજ સંત સરોવર ડેમમાંથી પાણીની આવક ઓછી થતા નદીનું લેવલ ઘટી ગયું છે. બપોરે 2 વાગ્યા સુધી સાબરમતી નદીનું લેવલ 128 ફૂટ જેટલું હતું.
What's Your Reaction?






