Ahmedabadમાં સુરતવાળી થાય તો નવાઈ નહીં, સંદેશ ન્યૂઝનું શહેરમાં રિયાલિટી ચેક
અમદાવાદમાં પણ સુરતવાળી જોવા મળી શકે. શહેરમાં ગટરના ખુલ્લા ઢાંકણને લઈ સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કરતાં કોઈ સુધારો જોવા ના મળ્યો. શહેરમાં અનેક સ્થાનો પર ઠેર-ઠેર ગટરના ઢાંકણા ખુલ્લા જોવા મળ્યા. સુરતમાં ગટરમાં પડી જતાં એક નિર્દોષ બાળકનું મોત નિપજ્યું છતાં પણ તંત્ર આ ઘટનાથી પદાર્થપાઠ નથી લેતું. સુરત ઘટના બાદ પણ અમદાવાદમાં અનેક સ્થાનો પર રોડ ડ્રેનેજની કામગીરીમાં ગટર ખુલ્લી હાલતમાં જોવા મળી.ગટરના ઢાંકણા ખુલ્લારસ્તા બિસ્માર હાલતમાં, અનેક સ્થાનો પર બ્રિજની કામગીરીથી ઉડે છે ધૂળની ડમરી અને ગટરોના ઢાંકણા ખુલ્લા આવી છે અમદાવાદ શહેરની સ્થિતિ. શહેરીજનો પ્રાથમિક જરૂરિયાતને લગતી આવી અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એક સ્થાનિકે જણાવ્યું કે થોડા દિવસ પહેલા જ શહેરમાં એક બાળક ગટરમાં પડ્યો હતો. પરંતુ લોકોએ તાત્કાલિક મદદ કરતાં બાળકને બચાવી લેવાયો. પરંતુ દરેક વખતે ગટરમાં પડેલ શખ્સને બચાવવામાં સફળતા મળતી નથી તે સુરત ઘટનાએ બતાવ્યું છે.ગટરના ખુલ્લા ઢાંકણા જોવા મળ્યાહાટકેશ્વર ભાઈપુરા વોર્ડમાં ગટરના ખુલ્લા ઢાંકણા જોવા મળ્યા. થોડા દિવસ પેહલા આજ ગટરમાં બાળક પડી ગયુ હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો હતો. પરંતુ ત્વરિત મદદથી તેને બચાવી લેવાયો. બાળક પડી જતાં સ્થાનિકોએ ગટરના ખુલ્લા ઢાંકણા બંધ કરવાની અનેક વખત રજૂઆત કરી. ગટરના ખુલ્લા ઢાંકણના કારણે તેમાંથી આવતી ગંધ પણ આસપાસના સ્થાનિકોને વધુ હેરાન કરે છે. તેમને હંમેશા આવા ગંઘ મારતા રોડ પરથી પસાર થવું પડે છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે કામગીરી મહિનાઓ સુધી બંધ નથી થતી અને કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ. અહીંયા નજીકમાં સ્કૂલ પણ છે જેના કારણે મોટી સંખ્યામાં બાળકો અંહી અવર-જવર કરે છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? સુરતમાં ખુલ્લી ગટરમાં પડતા બાળકનું મોતનોંધનીય છે કે સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીના સાંજે બે વર્ષનો કેદાર નામનો બાળક ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. બાળક આઈસક્રીમ લેવા ગયો અને ગટરમાં પડ્યો હતો. ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તે ના મળતાં ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું. રાતભર શોધખોળ બાદ પણ બાળક મળ્યો ન હતો. જોકે, એએમસી દ્વારા પણ કંઈ ન થતા આખરે NDRFની મદદ લેવાઈ હતી. અંતે 24 કલાક બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો. ખુલ્લી ગટરમાં પડી જવાથી માસૂમ બાળકનું મોત થતા પરિવાર સહિત સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ કરતાં સુરત મનપા સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. તેમજ જવાબદારો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ ના થાય ત્યાં સુધી પરિવાર બાળકનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી.
![Ahmedabadમાં સુરતવાળી થાય તો નવાઈ નહીં, સંદેશ ન્યૂઝનું શહેરમાં રિયાલિટી ચેક](https://epapercdn.sandesh.com/images/2025/02/07/cwDaBXf7pNzL9DduZnNtNoqAccgpoo7LeHSQ8YBC.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં પણ સુરતવાળી જોવા મળી શકે. શહેરમાં ગટરના ખુલ્લા ઢાંકણને લઈ સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કરતાં કોઈ સુધારો જોવા ના મળ્યો. શહેરમાં અનેક સ્થાનો પર ઠેર-ઠેર ગટરના ઢાંકણા ખુલ્લા જોવા મળ્યા. સુરતમાં ગટરમાં પડી જતાં એક નિર્દોષ બાળકનું મોત નિપજ્યું છતાં પણ તંત્ર આ ઘટનાથી પદાર્થપાઠ નથી લેતું. સુરત ઘટના બાદ પણ અમદાવાદમાં અનેક સ્થાનો પર રોડ ડ્રેનેજની કામગીરીમાં ગટર ખુલ્લી હાલતમાં જોવા મળી.
ગટરના ઢાંકણા ખુલ્લા
રસ્તા બિસ્માર હાલતમાં, અનેક સ્થાનો પર બ્રિજની કામગીરીથી ઉડે છે ધૂળની ડમરી અને ગટરોના ઢાંકણા ખુલ્લા આવી છે અમદાવાદ શહેરની સ્થિતિ. શહેરીજનો પ્રાથમિક જરૂરિયાતને લગતી આવી અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એક સ્થાનિકે જણાવ્યું કે થોડા દિવસ પહેલા જ શહેરમાં એક બાળક ગટરમાં પડ્યો હતો. પરંતુ લોકોએ તાત્કાલિક મદદ કરતાં બાળકને બચાવી લેવાયો. પરંતુ દરેક વખતે ગટરમાં પડેલ શખ્સને બચાવવામાં સફળતા મળતી નથી તે સુરત ઘટનાએ બતાવ્યું છે.
ગટરના ખુલ્લા ઢાંકણા જોવા મળ્યા
હાટકેશ્વર ભાઈપુરા વોર્ડમાં ગટરના ખુલ્લા ઢાંકણા જોવા મળ્યા. થોડા દિવસ પેહલા આજ ગટરમાં બાળક પડી ગયુ હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો હતો. પરંતુ ત્વરિત મદદથી તેને બચાવી લેવાયો. બાળક પડી જતાં સ્થાનિકોએ ગટરના ખુલ્લા ઢાંકણા બંધ કરવાની અનેક વખત રજૂઆત કરી. ગટરના ખુલ્લા ઢાંકણના કારણે તેમાંથી આવતી ગંધ પણ આસપાસના સ્થાનિકોને વધુ હેરાન કરે છે. તેમને હંમેશા આવા ગંઘ મારતા રોડ પરથી પસાર થવું પડે છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે કામગીરી મહિનાઓ સુધી બંધ નથી થતી અને કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ. અહીંયા નજીકમાં સ્કૂલ પણ છે જેના કારણે મોટી સંખ્યામાં બાળકો અંહી અવર-જવર કરે છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?
સુરતમાં ખુલ્લી ગટરમાં પડતા બાળકનું મોત
નોંધનીય છે કે સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીના સાંજે બે વર્ષનો કેદાર નામનો બાળક ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. બાળક આઈસક્રીમ લેવા ગયો અને ગટરમાં પડ્યો હતો. ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તે ના મળતાં ફાયર વિભાગને જાણ કરાઈ હતી.
ફાયર બ્રિગેડની ટીમે આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું. રાતભર શોધખોળ બાદ પણ બાળક મળ્યો ન હતો. જોકે, એએમસી દ્વારા પણ કંઈ ન થતા આખરે NDRFની મદદ લેવાઈ હતી. અંતે 24 કલાક બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો. ખુલ્લી ગટરમાં પડી જવાથી માસૂમ બાળકનું મોત થતા પરિવાર સહિત સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ કરતાં સુરત મનપા સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. તેમજ જવાબદારો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ ના થાય ત્યાં સુધી પરિવાર બાળકનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી.