Ahmedabadમાં રિવરફ્રન્ટની ટિકિટમાં ગોલમાલ, નાગરિકો ફ્લાવર શો જોવા આવતા થયો ખુલાસો

અમદાવાદના રિવરફ્રન્ટ પર એન્ટ્રીની ટિકિટમાં થઈ ગોલમાલ. નાગરિકો ફલાવર શો જોવા આવતા ટિકિટમાં કૌભાંડ થયું હોવાનો ખુલાસો થયો. શહેરના રિવરફ્રન્ટ ખાતે મહાનગરપાલિકા દ્વારા ફલાવર શોનું આયોજન કરાયું. ફલાવર શોમાં પ્રવેશ કરતા પહેલા રિવર ફ્રન્ટ પર એન્ટ્રી ટિકિટ લેવી પડે છે. રિવર ફ્રન્ટ એન્ટ્રીની ટિકિટ ઓનલાઈન પણ થાય છે. પરંતુ હાલમાં ઓનલાઈન ટિકિટનું વેચાણ બંધ કરાયું છે. ઓનલાઇન ટિકિટોનું વેચાણ બંધ થયા પછી પણ વેચવાની પ્રિન્ટ કરેલી ટિકિટો મળતા ફરિયાદ નોંધાઈ.ફલાવર શોમાં નાગરિકોનો ભારે ધસારોરિવરફ્રન્ટ ખાતે યોજાયેલ ફલાવર શોમાં નાગરિકોનો ભારે ધસારો હોય છે. ફલાવર શો જોવા આવનાર નાગરિકો પાસે રિવરફ્રન્ટની પ્રિન્ટ કરેલી ટીકીટ મળી આવતા વ્યવસ્થાપકોને આશ્ચર્ય થયું. કારણ કે પ્રિન્ટ કરેલી એક પણ ટિકિટ કોર્પોરેશને વેચી નથી. 70 રુ.ના દરની 27, 100ના દરની 25 ટિકિટો નાગરિકો પાસેથી મળી. કોર્પોરેશન દ્વારા વેચાણ ના થયું હોય તેવી પ્રિન્ટ કરેલી 52 ટિકિટો નાગરિકો પાસેથી મળી આવતા ટિકિટમાં ગોલમાલ થઈ હોવાનો ખુલાસો થયો. આ મામલે રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસ મથકે ગુનો નોંધાયો. કોર્પોરેશનને આર્થિક નુકસાન પહોંચાડવાના ઇરાદે ટિકિટો માર્કેટમાં વેચાઈ હોવાની શક્યતાના આધારે ફરિયાદ નોંધાઈ. રિવરફ્રન્ટ પર ફલાવર શોનું આયોજનમહાનગર પાલિકા દ્વારા જાન્યુઆરી મહિનામાં શહેરના રિવરફ્રન્ટ પર ફલાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે. શહેરમાં દર વર્ષે રિવરફ્રન્ટ પર યોજાતો ફલાવર શો નાગરિકો માટે આર્કષણનું કેન્દ્ર રહે છે. ફલાવર શોમાં રજૂ કરાતા સ્કલ્પચર્સ જોવા બાળકો સહિત વયસ્કોને પણ વધુ પસંદ આવે છે. છેલ્લા ઘણા સમયથી ફલાવર શોની મુલાકાત લેનારાઓની સંખ્યા વધી છે. ગત વર્ષે એટલે 2024માં 9.72 લાખ લોકોએ ફલાવર શોની મુલાકાત લીધી હતી. અને આ વર્ષે તેનાથી પણ વધુ લોકો મુલાકાત લે તેવી સંભાવનાને પગલે ભીડને નિયંત્રણ કરવા આ વર્ષે (2025માં) રિવરફ્રન્ટની પ્રવેશ ટિકિટમાં વધારો કરાયો છે. નાગરિકોનો ધસારો જોતાં ફલાવર શોની ટિકિટમાં 20 ટકા વધારો કરાતા 70 થી 100 રૂપિયા સુધીનો ટિકિટ દર રાખવામાં આવ્યો. ફલાવર શોમાં બે દિવસનો વધારોચાલુ વર્ષે યોજાયેલ ફલાવર શોમાં બે દિવસનો વધારો કરાયો છે. તારીખ 3 જાન્યુઆરીના રોજ શરૂ થયેલ ફલાવર શોના બે દિવસ વધુ લંબાવવામાં આવ્યો છે. આ વર્ષના ફલાવર શોમાં પ્રવાસીઓને આર્કષવા મુખ્ય આર્કષણોમાં ભારતમાં આગામી સમયમાં થનાર ઓલમ્પિક 2036નો લોગો, તેમજ બાળકોને પસંદ આવે માટે વિવિધ કાર્ટૂન કેરેક્ટર, વૃદ્ધોને પસંદ પડે તેવું બ્રિહદેશ્વર ટેમ્પલનું સ્કલ્પચર ઉપરાંત પ્રાણી પ્રેમીઓ માટે મોર, ફ્લેમિંગો, ઊંટના આર્કષણ છે. તેમજ જે લોકો ફૂલછોડમાં વધુ રસ ધરાવે છે તેમના ફ્લાવર સીટી તેમજ ફ્લાવર વેલી, ફ્લાવર આર્કનું પણ આર્કષણ છે.

Ahmedabadમાં રિવરફ્રન્ટની ટિકિટમાં ગોલમાલ, નાગરિકો ફ્લાવર શો જોવા આવતા થયો ખુલાસો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના રિવરફ્રન્ટ પર એન્ટ્રીની ટિકિટમાં થઈ ગોલમાલ. નાગરિકો ફલાવર શો જોવા આવતા ટિકિટમાં કૌભાંડ થયું હોવાનો ખુલાસો થયો. શહેરના રિવરફ્રન્ટ ખાતે મહાનગરપાલિકા દ્વારા ફલાવર શોનું આયોજન કરાયું. ફલાવર શોમાં પ્રવેશ કરતા પહેલા રિવર ફ્રન્ટ પર એન્ટ્રી ટિકિટ લેવી પડે છે. રિવર ફ્રન્ટ એન્ટ્રીની ટિકિટ ઓનલાઈન પણ થાય છે. પરંતુ હાલમાં ઓનલાઈન ટિકિટનું વેચાણ બંધ કરાયું છે. ઓનલાઇન ટિકિટોનું વેચાણ બંધ થયા પછી પણ વેચવાની પ્રિન્ટ કરેલી ટિકિટો મળતા ફરિયાદ નોંધાઈ.

ફલાવર શોમાં નાગરિકોનો ભારે ધસારો

રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ ફલાવર શોમાં નાગરિકોનો ભારે ધસારો હોય છે. ફલાવર શો જોવા આવનાર નાગરિકો પાસે રિવરફ્રન્ટની પ્રિન્ટ કરેલી ટીકીટ મળી આવતા વ્યવસ્થાપકોને આશ્ચર્ય થયું. કારણ કે પ્રિન્ટ કરેલી એક પણ ટિકિટ કોર્પોરેશને વેચી નથી. 70 રુ.ના દરની 27, 100ના દરની 25 ટિકિટો નાગરિકો પાસેથી મળી. કોર્પોરેશન દ્વારા વેચાણ ના થયું હોય તેવી પ્રિન્ટ કરેલી 52 ટિકિટો નાગરિકો પાસેથી મળી આવતા ટિકિટમાં ગોલમાલ થઈ હોવાનો ખુલાસો થયો. આ મામલે રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસ મથકે ગુનો નોંધાયો. કોર્પોરેશનને આર્થિક નુકસાન પહોંચાડવાના ઇરાદે ટિકિટો માર્કેટમાં વેચાઈ હોવાની શક્યતાના આધારે ફરિયાદ નોંધાઈ.

રિવરફ્રન્ટ પર ફલાવર શોનું આયોજન

મહાનગર પાલિકા દ્વારા જાન્યુઆરી મહિનામાં શહેરના રિવરફ્રન્ટ પર ફલાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે. શહેરમાં દર વર્ષે રિવરફ્રન્ટ પર યોજાતો ફલાવર શો નાગરિકો માટે આર્કષણનું કેન્દ્ર રહે છે. ફલાવર શોમાં રજૂ કરાતા સ્કલ્પચર્સ જોવા બાળકો સહિત વયસ્કોને પણ વધુ પસંદ આવે છે. છેલ્લા ઘણા સમયથી ફલાવર શોની મુલાકાત લેનારાઓની સંખ્યા વધી છે. ગત વર્ષે એટલે 2024માં 9.72 લાખ લોકોએ ફલાવર શોની મુલાકાત લીધી હતી. અને આ વર્ષે તેનાથી પણ વધુ લોકો મુલાકાત લે તેવી સંભાવનાને પગલે ભીડને નિયંત્રણ કરવા આ વર્ષે (2025માં) રિવરફ્રન્ટની પ્રવેશ ટિકિટમાં વધારો કરાયો છે. નાગરિકોનો ધસારો જોતાં ફલાવર શોની ટિકિટમાં 20 ટકા વધારો કરાતા 70 થી 100 રૂપિયા સુધીનો ટિકિટ દર રાખવામાં આવ્યો.

ફલાવર શોમાં બે દિવસનો વધારો

ચાલુ વર્ષે યોજાયેલ ફલાવર શોમાં બે દિવસનો વધારો કરાયો છે. તારીખ 3 જાન્યુઆરીના રોજ શરૂ થયેલ ફલાવર શોના બે દિવસ વધુ લંબાવવામાં આવ્યો છે. આ વર્ષના ફલાવર શોમાં પ્રવાસીઓને આર્કષવા મુખ્ય આર્કષણોમાં ભારતમાં આગામી સમયમાં થનાર ઓલમ્પિક 2036નો લોગો, તેમજ બાળકોને પસંદ આવે માટે વિવિધ કાર્ટૂન કેરેક્ટર, વૃદ્ધોને પસંદ પડે તેવું બ્રિહદેશ્વર ટેમ્પલનું સ્કલ્પચર ઉપરાંત પ્રાણી પ્રેમીઓ માટે મોર, ફ્લેમિંગો, ઊંટના આર્કષણ છે. તેમજ જે લોકો ફૂલછોડમાં વધુ રસ ધરાવે છે તેમના ફ્લાવર સીટી તેમજ ફ્લાવર વેલી, ફ્લાવર આર્કનું પણ આર્કષણ છે.