Ahmedabadમાં મકાનના કબજાને લઈ તોડબાજ પત્રકાર આગમ શાહ સામે નોંધાઈ ફરિયાદ
અમદાવાદ શહેરમાં તોડબાજા પત્રકાર આગમ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે,મકાનનો કબજો આપવાની વાત કરીને 3.95 લાખ રૂપિયા પડાવીને છેતરપિંડી આચારી છે,કલેકટર કચેરીના બોગસ દસ્તાવેજો રજૂ કરીને ઠગાઈ આચરતા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો છે.આગામ શાહ સામે અગાઉ પણ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે. તોડબાજ પત્રકાર અમદાવાદ શહેરમાં જમાવટ છાપુ ચલાવતો આગમ શાહ ઠગ નિકળ્યો છે,આગમ શાહે એલિસબ્રિજ વિસ્તારમાં મકાનનો કબજો અપાવવાની વાત કરીને રૂપિયા પડાવ્યા છે,મકાનનો કબજો અપાવી દઈશ એમ કહીને રૂપિયાની છેતરપિંડી આચરી છે ત્યારે ફરિયાદી પાસેથી તેણે રૂપિયા તો લઈ લીધા અને રૂપિયા લઈ કામ ના કર્યુ,મહત્વનું છે કે કલેકટર કચેરીના બોગસ દસ્તાવેજો રજૂ કરી ઠગાઈ આચરી છે.એલિસબ્રિજ પોલીસે આરોપી આગમ શાહ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. અગાઉ પણ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા ગુના આગમ શાહ સામે અગાઉ પણ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે તેવી માહિતી સૂત્રો તરફથી સામે આવી છે.ત્યારે હંમેશા વિવાદમાં રહેતો આગમ શાહ ફરીથી વિવાદમાં આવ્યો છે,ત્યારે પોલીસ આ ગુનામાં આગમ શાહને જામીન આપે છે કે પછી જેલ હવાલે કરે છે તે જોવાનું રહ્યું,આગમ શાહની સી.જી રોડ વિસ્તારમાં ઓફીસ આવેલી છે અને જમાવટ નામથી ન્યૂઝ પેપર પણ ચલાવે છે. નકલી ડોકયુમેન્ટ બનાવવાના ગુના વધ્યા અમદાવાદ શહેરમાં નકલી ડોકયુમેન્ટ બનાવીને ઘર અને જમીનો પચાવી પાડવાના ગુના વધ્યા છે ત્યારે વધુ એક ગુનો એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે,લોકોને ટૂંકા ગાળામાં કરોડપતિ થઈ જવું છે અને કોઈની પણ જમીન અને ઘર પોતાના નામે કરીને છેતરપિંડી કરતા હોય છે,ત્યારે પોલીસ પણ આવા ગુનેગારો સામે ગાળીયો કાસે તે જરૂરી બન્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં તોડબાજા પત્રકાર આગમ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે,મકાનનો કબજો આપવાની વાત કરીને 3.95 લાખ રૂપિયા પડાવીને છેતરપિંડી આચારી છે,કલેકટર કચેરીના બોગસ દસ્તાવેજો રજૂ કરીને ઠગાઈ આચરતા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો છે.આગામ શાહ સામે અગાઉ પણ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે.
તોડબાજ પત્રકાર
અમદાવાદ શહેરમાં જમાવટ છાપુ ચલાવતો આગમ શાહ ઠગ નિકળ્યો છે,આગમ શાહે એલિસબ્રિજ વિસ્તારમાં મકાનનો કબજો અપાવવાની વાત કરીને રૂપિયા પડાવ્યા છે,મકાનનો કબજો અપાવી દઈશ એમ કહીને રૂપિયાની છેતરપિંડી આચરી છે ત્યારે ફરિયાદી પાસેથી તેણે રૂપિયા તો લઈ લીધા અને રૂપિયા લઈ કામ ના કર્યુ,મહત્વનું છે કે કલેકટર કચેરીના બોગસ દસ્તાવેજો રજૂ કરી ઠગાઈ આચરી છે.એલિસબ્રિજ પોલીસે આરોપી આગમ શાહ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
અગાઉ પણ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા ગુના
આગમ શાહ સામે અગાઉ પણ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે તેવી માહિતી સૂત્રો તરફથી સામે આવી છે.ત્યારે હંમેશા વિવાદમાં રહેતો આગમ શાહ ફરીથી વિવાદમાં આવ્યો છે,ત્યારે પોલીસ આ ગુનામાં આગમ શાહને જામીન આપે છે કે પછી જેલ હવાલે કરે છે તે જોવાનું રહ્યું,આગમ શાહની સી.જી રોડ વિસ્તારમાં ઓફીસ આવેલી છે અને જમાવટ નામથી ન્યૂઝ પેપર પણ ચલાવે છે.
નકલી ડોકયુમેન્ટ બનાવવાના ગુના વધ્યા
અમદાવાદ શહેરમાં નકલી ડોકયુમેન્ટ બનાવીને ઘર અને જમીનો પચાવી પાડવાના ગુના વધ્યા છે ત્યારે વધુ એક ગુનો એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે,લોકોને ટૂંકા ગાળામાં કરોડપતિ થઈ જવું છે અને કોઈની પણ જમીન અને ઘર પોતાના નામે કરીને છેતરપિંડી કરતા હોય છે,ત્યારે પોલીસ પણ આવા ગુનેગારો સામે ગાળીયો કાસે તે જરૂરી બન્યું છે.