Ahmedabadમાં ફરી લૂંટની ઘટના, હીરાવાડી રોડ પર 40 લાખની લૂંટ
અમદાવાદમાં ફરી એક વખત લૂંટની ઘટનાનો બનાવ બન્યો છે. શહેરના હીરાવાડી રોડ પર રૂપિયા 40 લાખની લૂંટની ઘટના બની છે. 2 બુકાનીધારી શખ્સો રૂપિયા 40 લાખ લૂંટીને ફરાર થઈ ગયા છે. રોડ પર અકસ્માતના બહાને કાર ચાલકને રોકીને 2 બુકાનીધારીએ લૂંટ ચલાવી છે. ત્યારે આ સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી તમને જણાવી દઈએ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી લૂંટ, મર્ડર, મારામારી અને અન્ય ઘરફોડ ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. કેટલાક વિસ્તારોમાં તો ધોળા દિવસે પણ મારામારી અને હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. શહેર પોલીસ દ્વારા અનેક વિસ્તારમાં સમયસર પેટ્રોલિંગ કરવામાં આવે અને અવાવરૂ જગ્યાઓ અને ઓછી અવર-જવર થતી હોય તેવા વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી શહેરીજનો માગ કરી રહ્યા છે. શહેરમાં લૂંટની ઘટનાઓ સતત વધી રહી છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ શહેરના ઘોડાસરમાં લૂંટની ઘટના બની હતી અને જેમાં આરોપી બે સગીરા પર હુમલો કરીને રૂપિયા 1.76 લાખ લૂંટીને ફરાર થઈ ગયો હતો, જો કે પોલીસે તાત્કાલિક તપાસ આદરીને આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી તુષાર કોષ્ટી ફરિયાદીની જ ડેરીમાં નોકરી કરતો હતો અને દારુ પીવાના કારણે નોકરીમાંથી કાઢી મુક્યો હતો અને તેની અદાવતમાં તેને લૂંટ કરી હતી. જો કે આ સિવાય પણ અગાઉ કર્ણાવતી કલબની સામે પણ લાખો રૂપિયાની લૂંટની ઘટના બની હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં ફરી એક વખત લૂંટની ઘટનાનો બનાવ બન્યો છે. શહેરના હીરાવાડી રોડ પર રૂપિયા 40 લાખની લૂંટની ઘટના બની છે. 2 બુકાનીધારી શખ્સો રૂપિયા 40 લાખ લૂંટીને ફરાર થઈ ગયા છે. રોડ પર અકસ્માતના બહાને કાર ચાલકને રોકીને 2 બુકાનીધારીએ લૂંટ ચલાવી છે. ત્યારે આ સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી
તમને જણાવી દઈએ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી લૂંટ, મર્ડર, મારામારી અને અન્ય ઘરફોડ ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. કેટલાક વિસ્તારોમાં તો ધોળા દિવસે પણ મારામારી અને હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. શહેર પોલીસ દ્વારા અનેક વિસ્તારમાં સમયસર પેટ્રોલિંગ કરવામાં આવે અને અવાવરૂ જગ્યાઓ અને ઓછી અવર-જવર થતી હોય તેવા વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી શહેરીજનો માગ કરી રહ્યા છે.
શહેરમાં લૂંટની ઘટનાઓ સતત વધી રહી છે
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ શહેરના ઘોડાસરમાં લૂંટની ઘટના બની હતી અને જેમાં આરોપી બે સગીરા પર હુમલો કરીને રૂપિયા 1.76 લાખ લૂંટીને ફરાર થઈ ગયો હતો, જો કે પોલીસે તાત્કાલિક તપાસ આદરીને આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી તુષાર કોષ્ટી ફરિયાદીની જ ડેરીમાં નોકરી કરતો હતો અને દારુ પીવાના કારણે નોકરીમાંથી કાઢી મુક્યો હતો અને તેની અદાવતમાં તેને લૂંટ કરી હતી. જો કે આ સિવાય પણ અગાઉ કર્ણાવતી કલબની સામે પણ લાખો રૂપિયાની લૂંટની ઘટના બની હતી.