Ahmedabadમાં ગરીબો પર શૂરી પોલીસ પૈસાદારોના એક ફોન પર પીગળી જાય !

અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પોલીસ કોમ્બિંગ નાઈટ કરી રહી છે,શહેરમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ કોમ્બિંગ નાઈટ કરે છે અને આ કોમ્બિંગ નાઈટમાં પોલીસ કોન્સ્ટેબલ,હેડ કોન્સ્ટેબલ,પીઆઈ,ડીવાયએસપી અને ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ હાજર હોય છે,પોલીસ વાહન ચેકિંગ કરે છે અને ગુનાનો દંડ પણ ભરાવે છે પરંતુ આની પાછળની આખી સ્ટોરી અલગ છે,જે તમે વાંચશો તો તમે સમજી શકશો. પોલીસને ટાર્ગેટ અપાય છે પોલીસ સ્ટેશન મૂજબ ? પોલીસના સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે આ કોમ્બિંગ નાઈટ દરમિયાન અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં વાહન ડિટેઈન કરવા તેમજ પ્રોહિબિશનના કેસ નોંધવાના હોય છે,જેમાં પોલીસ ટાર્ગેટ પૂરો કરવા માટે પણ કોઈ પણ નાના વ્યકિતના વાહનો ડિટેઈન કરી દેતી હોય છે તેવો ગણગણાટ શરૂ થયો છે,ત્યારે નાના માણસો અને નોકરીયાત વર્ગોને તેનો મેમો આરટીઓનો આપવામાં આવે છે એટલે માણસ તેનો સમય અને નોકરી ધંધો બગાડીને આરટીઓમાં લાઈનમાં ઉભો રહે અને આરટીઓમાં પણ વાહન છોડાવવા માટે એક થી બે દિવસ થઈ જાય છે એટલી મોટી લાઈન હોય છે. પોલીસની હાલમાં શું સ્થિતિ છે પોલીસની સ્થિતિ પ્રમાણે વાત કરવામાં આવે તો,હાલમાં પોલીસ હેરાન થઈ ગઈ છે કેમ કે સાંજના સમયે ફૂટ પેટ્રોલિંગ અને ત્યારબાદ કોમ્બિંગ નાઈટ હોવાથી પોલીસને જમવા શુદ્ધાનો સમય પણ મળતો નથી તેવી સ્થિતિનું સર્જન થયું છે,અને સવારે તો ફરીથી પોલીસ સ્ટેશન આવવાનું કેમકે પોલીસ સ્ટેશન અરજીઓ તેમજ અરજદારો આવતા હોય છે,માટે પોલીસ સાંજથી લઈ મોડી રાત સુધી તેમની ફરજ બજાવે છે અને સવારે 11 વાગતા સુધીમાં પોલીસ સ્ટેશન પહોંચી ફરીથી તેમની ફરજ બજાવે છે. 01 - સાંજે 5 થી 7 વાગ્યા સુધી વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવું 02 - રાત્રે 8 થી મોડી રાત સુધી વાહન ચેકિંગ કરવું 03 - મેમો બનાવવા અને વાહનચાલકોના વાહન ડિટેઈન કરીને પોલીસ સ્ટેશન લઈ જવા 04 - ગુનેગારો ચેક કરવા તેમજ તેમના ઘરે પણ ચેક કરવું ઘણા પોલીસ સ્ટેશનમાં પોલીસની મહેકમ પણ નથી એક સાથે કોમ્બિંગ નાઈટ હોવાથી સમગ્ર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ફરજમાં હાજર રહે છે,પરંતુ ઘણા પોલીસ સ્ટેશનતો એવા છે કે જયાં પોલીસનું પૂરતું મહેકમ નહી હોવાના કારણે તકલીફ પડી રહી છે અને ઓછા સ્ટાફમાં પણ કામગીરી કરવાની રહેતી હોય છે,તેવો પોલીસ બળાપો કાઢી રહી છે,ત્યારે અમદાવાદ શહેરમાં પોલીસની કોમ્બિંગ નાઈટમાં થોડો ઘણો સુધારો આવે તેવું પોલીસકર્મીઓ ઈચ્છી રહ્યાં છે. જમવાનો પણ સમય નથી મળતો ! પોલીસનું કહેવું છે કે,સાંજે ફૂટ પેટ્રોલિંગનો સમય હોવાથી અને ત્યારબાદ કોમ્બિંગ નાઈટ શરૂ થતી હોય છે જેના કારણે ઘણીવાર જમવાનો પણ સમય મળતો નથી જેના કારણે જમવાનું પણ છૂટી જાય છે,ઘરે જઈ શકાય તેવી સ્થિતિ હોતી નથી,ત્યારે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તમે કોમ્બિંગ નાઈટમાં થોડા સુધારા સમયને લઈ કરો જેથી પોલીસને પણ થોડો સમય મળે,કોમ્બિંગ નાઈટ શહેરમાં જરૂરી છે,જેના કારણે ગુનેગારો પણ કાબુમાં રહે. નાના માણસોને ફટકારાય છે દંડ ! પોલીસના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો પોલીસનું કહેવું છે કે ટાર્ગેટ પૂરા કરવા માટે વાહનો ડિટેઈન કરવામાં આવે છે,પરંતુ મોટી વગ ધરાવતા વ્યકિતનો ફોન આવે છે ત્યારે ભલામણમાં તેવા લોકોને છોડી પણ દેવામાં આવે છે અને નાના માણસો સામે ગુના નોંધવામાં આવે છે,એક પોલીસ સ્ટેશન અને કોમ્બિંગની કામગીરી મોટી હોય છે તેવો પોલીસમાં ગણગણાટ શરૂ થયો છે. શંકાસ્પદ ફોર વ્હીલરને સંપૂર્ણ તપાસવામાં આવે છે પોલીસ દ્વારા રાત્રે 9 વાગ્યાથી બેરિકેડિંગ કરીને રસ્તે જતા શંકાસ્પદ વાહનોને રોકીને ચેકિંગ કરવામાં આવ્યું હતું. તૂટેલી નંબર પ્લેટ, નંબર પ્લેટ વિનાનાં વાહનો, બ્લેક ફિલ્મ લગાવેલી ગાડીઓ, લાઇસન્સ વિના વાહન ચલાવનાર, પૂરતા કાગળ વગર વાહન ચલાવતા વાહનચાલકોને રોકીને વાહન જપ્ત કરીને RTOનો મેમો આપવામાં આવ્યો હતો. શંકાસ્પદ ફોર વ્હીલરને સંપૂર્ણ તપાસવામાં આવી રહી હતી.

Ahmedabadમાં ગરીબો પર શૂરી પોલીસ પૈસાદારોના એક ફોન પર પીગળી જાય !

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પોલીસ કોમ્બિંગ નાઈટ કરી રહી છે,શહેરમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ કોમ્બિંગ નાઈટ કરે છે અને આ કોમ્બિંગ નાઈટમાં પોલીસ કોન્સ્ટેબલ,હેડ કોન્સ્ટેબલ,પીઆઈ,ડીવાયએસપી અને ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ હાજર હોય છે,પોલીસ વાહન ચેકિંગ કરે છે અને ગુનાનો દંડ પણ ભરાવે છે પરંતુ આની પાછળની આખી સ્ટોરી અલગ છે,જે તમે વાંચશો તો તમે સમજી શકશો.

પોલીસને ટાર્ગેટ અપાય છે પોલીસ સ્ટેશન મૂજબ ?

પોલીસના સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે આ કોમ્બિંગ નાઈટ દરમિયાન અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં વાહન ડિટેઈન કરવા તેમજ પ્રોહિબિશનના કેસ નોંધવાના હોય છે,જેમાં પોલીસ ટાર્ગેટ પૂરો કરવા માટે પણ કોઈ પણ નાના વ્યકિતના વાહનો ડિટેઈન કરી દેતી હોય છે તેવો ગણગણાટ શરૂ થયો છે,ત્યારે નાના માણસો અને નોકરીયાત વર્ગોને તેનો મેમો આરટીઓનો આપવામાં આવે છે એટલે માણસ તેનો સમય અને નોકરી ધંધો બગાડીને આરટીઓમાં લાઈનમાં ઉભો રહે અને આરટીઓમાં પણ વાહન છોડાવવા માટે એક થી બે દિવસ થઈ જાય છે એટલી મોટી લાઈન હોય છે.

પોલીસની હાલમાં શું સ્થિતિ છે

પોલીસની સ્થિતિ પ્રમાણે વાત કરવામાં આવે તો,હાલમાં પોલીસ હેરાન થઈ ગઈ છે કેમ કે સાંજના સમયે ફૂટ પેટ્રોલિંગ અને ત્યારબાદ કોમ્બિંગ નાઈટ હોવાથી પોલીસને જમવા શુદ્ધાનો સમય પણ મળતો નથી તેવી સ્થિતિનું સર્જન થયું છે,અને સવારે તો ફરીથી પોલીસ સ્ટેશન આવવાનું કેમકે પોલીસ સ્ટેશન અરજીઓ તેમજ અરજદારો આવતા હોય છે,માટે પોલીસ સાંજથી લઈ મોડી રાત સુધી તેમની ફરજ બજાવે છે અને સવારે 11 વાગતા સુધીમાં પોલીસ સ્ટેશન પહોંચી ફરીથી તેમની ફરજ બજાવે છે.

01 - સાંજે 5 થી 7 વાગ્યા સુધી વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવું

02 - રાત્રે 8 થી મોડી રાત સુધી વાહન ચેકિંગ કરવું

03 - મેમો બનાવવા અને વાહનચાલકોના વાહન ડિટેઈન કરીને પોલીસ સ્ટેશન લઈ જવા

04 - ગુનેગારો ચેક કરવા તેમજ તેમના ઘરે પણ ચેક કરવું

ઘણા પોલીસ સ્ટેશનમાં પોલીસની મહેકમ પણ નથી

એક સાથે કોમ્બિંગ નાઈટ હોવાથી સમગ્ર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ફરજમાં હાજર રહે છે,પરંતુ ઘણા પોલીસ સ્ટેશનતો એવા છે કે જયાં પોલીસનું પૂરતું મહેકમ નહી હોવાના કારણે તકલીફ પડી રહી છે અને ઓછા સ્ટાફમાં પણ કામગીરી કરવાની રહેતી હોય છે,તેવો પોલીસ બળાપો કાઢી રહી છે,ત્યારે અમદાવાદ શહેરમાં પોલીસની કોમ્બિંગ નાઈટમાં થોડો ઘણો સુધારો આવે તેવું પોલીસકર્મીઓ ઈચ્છી રહ્યાં છે.

જમવાનો પણ સમય નથી મળતો !

પોલીસનું કહેવું છે કે,સાંજે ફૂટ પેટ્રોલિંગનો સમય હોવાથી અને ત્યારબાદ કોમ્બિંગ નાઈટ શરૂ થતી હોય છે જેના કારણે ઘણીવાર જમવાનો પણ સમય મળતો નથી જેના કારણે જમવાનું પણ છૂટી જાય છે,ઘરે જઈ શકાય તેવી સ્થિતિ હોતી નથી,ત્યારે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તમે કોમ્બિંગ નાઈટમાં થોડા સુધારા સમયને લઈ કરો જેથી પોલીસને પણ થોડો સમય મળે,કોમ્બિંગ નાઈટ શહેરમાં જરૂરી છે,જેના કારણે ગુનેગારો પણ કાબુમાં રહે.

નાના માણસોને ફટકારાય છે દંડ !

પોલીસના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો પોલીસનું કહેવું છે કે ટાર્ગેટ પૂરા કરવા માટે વાહનો ડિટેઈન કરવામાં આવે છે,પરંતુ મોટી વગ ધરાવતા વ્યકિતનો ફોન આવે છે ત્યારે ભલામણમાં તેવા લોકોને છોડી પણ દેવામાં આવે છે અને નાના માણસો સામે ગુના નોંધવામાં આવે છે,એક પોલીસ સ્ટેશન અને કોમ્બિંગની કામગીરી મોટી હોય છે તેવો પોલીસમાં ગણગણાટ શરૂ થયો છે.

શંકાસ્પદ ફોર વ્હીલરને સંપૂર્ણ તપાસવામાં આવે છે

પોલીસ દ્વારા રાત્રે 9 વાગ્યાથી બેરિકેડિંગ કરીને રસ્તે જતા શંકાસ્પદ વાહનોને રોકીને ચેકિંગ કરવામાં આવ્યું હતું. તૂટેલી નંબર પ્લેટ, નંબર પ્લેટ વિનાનાં વાહનો, બ્લેક ફિલ્મ લગાવેલી ગાડીઓ, લાઇસન્સ વિના વાહન ચલાવનાર, પૂરતા કાગળ વગર વાહન ચલાવતા વાહનચાલકોને રોકીને વાહન જપ્ત કરીને RTOનો મેમો આપવામાં આવ્યો હતો. શંકાસ્પદ ફોર વ્હીલરને સંપૂર્ણ તપાસવામાં આવી રહી હતી.