Ahmedabadની મણિનગર પોલીસે બે ચેઈન સ્નેચરોને ઝડપી પાડી ગુનાનો ઉકેલ્યો ભેદ

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક તથા સંયુક્ત પોલીસ કમિશ્નર, સેક્ટર 02 જયપાલ સિંહ રાઠોડ, નાયબ પોલીસ કમિશનર, ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા અમદાવાદ શહેરમાં વાહન ચેકીંગ અને ખાસ ઝુંબેશ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા ઈ ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટ નો ઉપયોગ કરવા શહેરના તમામ થાણા અમલદારોને ખાસ સુચનાઓ કરવામાં આવેલ છે. મણિનગર વિસ્તારમાંથી થઈ હતી ચેઈન સ્નેચિંગ તા. 04.01.2025 ના રોજ રાતના દશેક વાગ્યાના સુમારે મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરાભાઈ ટાવર તરફથી પોતાના ઘરે જેસંગ પાર્ક સોસાયટી ખાતે જતા ફરિયાદી ચાહત હિમાંશુભાઈ ઉપાધ્યાય રહે. 08, જેસિંગ પાર્ક, મણિનગર, અમદાવાદ રસ્તે ચાલીને જતા હતા, દરમિયાન બે મોટર સાયકલમાં આવેલ અજાણ્યા ઈસમો, જે પૈકી એક જાકીટ પહેરેલ હતો, તેને ફરિયાદીની સોનાની ચેઈન 07 ગ્રામ વજનનો કિંમત રૂ. 50,000/- નો ખેંચીને જતા રહેતા, મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ચેઈન સ્નેચિંગ બાબતે ફરિયાદ નોંધાવતા, મણિનગર પીઆઈ ડી.પી.ઉનડકટ, ડી સ્ટાફ પીએસઆઈ એસ.આઇ.પટેલ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ચોરી કરનારે તેના મિત્રનું બાઈક લીધુ જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.પી. ઉનડકટ, પીએસઆઇ એસ.આઈ.પટેલ, તથા સ્ટાફના હે.કો. મહેન્દ્રસિંહ, કિરીટસિંહ, દોલાભાઈ, અર્જુનસિંહ, પો . કો. અનિલભાઈ, રાહુલસિંહ, સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા બનાવ સંબંધે સીસીટીવી ફૂટેજ આધારે ચેઈન સ્નેચિંગ કરનાર બંને ઈસમો બર્ગ મેન મોટર સાયકલ નંબર GJ 27FM 0983 લઈને આવેલાની હકીકત જાણવા મળતા, આ મોટર સાયકલ બાબતે પોકેટ કોપ એપ્લિકેશન આધારે તપાસ કરતા આ મોટર સાયકલ ખોખરા ખાતે રહેતા સુરેશ મહેન્દ્રભાઈ વાઘેલાનું હોવાની હકીકત તથા સરનામું મળેલ હતું. પોકેટ કોપ એપ્લિકેશનના આધારે ગુનો ઉકેલાયો માલિક બબાતે તપાસ કરતા, આ સુરેશ વાઘેલા કોઈ છોકરીને ભગાડી ગયો હોઈ, ક્યાંક જતો રહેલ હોવાની તેમજ આ મોટર સાયકલ હાલમાં તેનો મિત્ર નથથું પવાર વાપરતો હોવાની બાતમી હકીકત આધારે નથુ પવાર નાં નામ આધારે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, તેનો ગુન્હાહિત ઇતિહાસ તપાસતા મારામારી તથા ચેઈન સ્નેચિંગનાં ગુન્હામાં પણ પકડાયેલ હોઈ, તેને રાઉન્ડ અપ કરી, પૂછપરછ હાથ ધરવામાં આવતા, સહ આરોપી મેહુલ જાદવ સાથે ચેઈન સનેચીગ નો ગુન્હો કર્યાની કબૂલાત કરતાં, આરોપીઓ (1) નથુ ભાનુભાઇ પવાર ઉવ. 24 રહે. કાશી વિશ્વનાથ ની ચાલી, ભાઇપુરા, ખોખરા, અમદાવાદ તથા (2) મેહુલ મુળજીભાઈ જાદવ ઉવ. 20 રહે. રામદેવનગર નાં છાપરા, ભાઈપુરા, ખોખરા, અમદાવાદની કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ પાસેથી સોનાની ચેઇન કિંમત રૂ. 30,000/- તથા ગુન્હામાં વાપરેલ બર્ગ મેન મોટર સાયકલ કિંમત રૂ. 70,000/- મળી, કુલ રૂ. 1,00,000/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે. આરોપીને અગાઉ પાસ પણ થઈ છે જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.પી. ઉનડકટ, પીએસઆઇ એસ.આઈ.પટેલ, તથા સ્ટાફના હે.કો. મહેન્દ્રસિંહ, કિરીટસિંહ, દોલાભાઈ અર્જુનસિંહ, પો . કો. અનિલભાઈ, રાહુલસિંહ, સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા પકડાયેલ આરોપીઓ નથુ પવાર તથા મેહુલ જાદવ બાબતે બાબતે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા તેમજ રેકર્ડ ઉપર ખાતરી કરતા, આરોપી નથુ પવાર ભૂતકાળમાં અપહરણ, ધાડ, ચેઈન સ્નેચિંગ, મારામારી અડધો ડઝન જેટલા ગુન્હાઓમાં અમદાવાદ શહેરના ખોખરા, સોલા હાઇકોર્ટ, જીઆઈડીસી વટવા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ છે અને એક વખત પાસા ધારા હેઠળ જેલની હવા ખાઇ ચૂકેલ હોવાની તેમજ આરોપી મેહુલ જાદવ પણ મારામારીના ગુનામાં પકડાયેલ હોવાની વિગતો, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતી. આરોપીની પૂછપરછ કરાઈ પકડાયેલ આરોપી ની પૂછપરછ કરવામાં આવતા, આરોપી નથુ પવાર જુગારમાં રૂપિયા હારી ગયો હોઈ તથા આરોપી મેહુલ જાદવને પણ રૂપિયાની જરૂરિયાત હોય, આ ગુન્હો કરેલ હોવાની કબૂલાત પણ કરવામાં આવેલ છે.કડાયેલ આરોપી દ્વારા અન્ય કોઈ વિસ્તારમાં ચેઈન સ્નેચિંગ નાં ગુનાઓ આચરવામાં આવેલ છે કે કેમ...? બીજા કોઈ ગુનામાં વોન્ટેડ છે કે કેમ...? તે બાબતે પૂછપરછ કરી, પોલીસ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામા આવેલ છે.

Ahmedabadની મણિનગર પોલીસે બે ચેઈન સ્નેચરોને ઝડપી પાડી ગુનાનો ઉકેલ્યો ભેદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક તથા સંયુક્ત પોલીસ કમિશ્નર, સેક્ટર 02 જયપાલ સિંહ રાઠોડ, નાયબ પોલીસ કમિશનર, ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા અમદાવાદ શહેરમાં વાહન ચેકીંગ અને ખાસ ઝુંબેશ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા ઈ ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટ નો ઉપયોગ કરવા શહેરના તમામ થાણા અમલદારોને ખાસ સુચનાઓ કરવામાં આવેલ છે.

મણિનગર વિસ્તારમાંથી થઈ હતી ચેઈન સ્નેચિંગ

તા. 04.01.2025 ના રોજ રાતના દશેક વાગ્યાના સુમારે મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરાભાઈ ટાવર તરફથી પોતાના ઘરે જેસંગ પાર્ક સોસાયટી ખાતે જતા ફરિયાદી ચાહત હિમાંશુભાઈ ઉપાધ્યાય રહે. 08, જેસિંગ પાર્ક, મણિનગર, અમદાવાદ રસ્તે ચાલીને જતા હતા, દરમિયાન બે મોટર સાયકલમાં આવેલ અજાણ્યા ઈસમો, જે પૈકી એક જાકીટ પહેરેલ હતો, તેને ફરિયાદીની સોનાની ચેઈન 07 ગ્રામ વજનનો કિંમત રૂ. 50,000/- નો ખેંચીને જતા રહેતા, મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ચેઈન સ્નેચિંગ બાબતે ફરિયાદ નોંધાવતા, મણિનગર પીઆઈ ડી.પી.ઉનડકટ, ડી સ્ટાફ પીએસઆઈ એસ.આઇ.પટેલ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

ચોરી કરનારે તેના મિત્રનું બાઈક લીધુ

જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.પી. ઉનડકટ, પીએસઆઇ એસ.આઈ.પટેલ, તથા સ્ટાફના હે.કો. મહેન્દ્રસિંહ, કિરીટસિંહ, દોલાભાઈ, અર્જુનસિંહ, પો . કો. અનિલભાઈ, રાહુલસિંહ, સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા બનાવ સંબંધે સીસીટીવી ફૂટેજ આધારે ચેઈન સ્નેચિંગ કરનાર બંને ઈસમો બર્ગ મેન મોટર સાયકલ નંબર GJ 27FM 0983 લઈને આવેલાની હકીકત જાણવા મળતા, આ મોટર સાયકલ બાબતે પોકેટ કોપ એપ્લિકેશન આધારે તપાસ કરતા આ મોટર સાયકલ ખોખરા ખાતે રહેતા સુરેશ મહેન્દ્રભાઈ વાઘેલાનું હોવાની હકીકત તથા સરનામું મળેલ હતું.

પોકેટ કોપ એપ્લિકેશનના આધારે ગુનો ઉકેલાયો

માલિક બબાતે તપાસ કરતા, આ સુરેશ વાઘેલા કોઈ છોકરીને ભગાડી ગયો હોઈ, ક્યાંક જતો રહેલ હોવાની તેમજ આ મોટર સાયકલ હાલમાં તેનો મિત્ર નથથું પવાર વાપરતો હોવાની બાતમી હકીકત આધારે નથુ પવાર નાં નામ આધારે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, તેનો ગુન્હાહિત ઇતિહાસ તપાસતા મારામારી તથા ચેઈન સ્નેચિંગનાં ગુન્હામાં પણ પકડાયેલ હોઈ, તેને રાઉન્ડ અપ કરી, પૂછપરછ હાથ ધરવામાં આવતા, સહ આરોપી મેહુલ જાદવ સાથે ચેઈન સનેચીગ નો ગુન્હો કર્યાની કબૂલાત કરતાં, આરોપીઓ (1) નથુ ભાનુભાઇ પવાર ઉવ. 24 રહે. કાશી વિશ્વનાથ ની ચાલી, ભાઇપુરા, ખોખરા, અમદાવાદ તથા (2) મેહુલ મુળજીભાઈ જાદવ ઉવ. 20 રહે. રામદેવનગર નાં છાપરા, ભાઈપુરા, ખોખરા, અમદાવાદની કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ પાસેથી સોનાની ચેઇન કિંમત રૂ. 30,000/- તથા ગુન્હામાં વાપરેલ બર્ગ મેન મોટર સાયકલ કિંમત રૂ. 70,000/- મળી, કુલ રૂ. 1,00,000/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.

આરોપીને અગાઉ પાસ પણ થઈ છે

જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.પી. ઉનડકટ, પીએસઆઇ એસ.આઈ.પટેલ, તથા સ્ટાફના હે.કો. મહેન્દ્રસિંહ, કિરીટસિંહ, દોલાભાઈ અર્જુનસિંહ, પો . કો. અનિલભાઈ, રાહુલસિંહ, સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા પકડાયેલ આરોપીઓ નથુ પવાર તથા મેહુલ જાદવ બાબતે બાબતે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા તેમજ રેકર્ડ ઉપર ખાતરી કરતા, આરોપી નથુ પવાર ભૂતકાળમાં અપહરણ, ધાડ, ચેઈન સ્નેચિંગ, મારામારી અડધો ડઝન જેટલા ગુન્હાઓમાં અમદાવાદ શહેરના ખોખરા, સોલા હાઇકોર્ટ, જીઆઈડીસી વટવા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ છે અને એક વખત પાસા ધારા હેઠળ જેલની હવા ખાઇ ચૂકેલ હોવાની તેમજ આરોપી મેહુલ જાદવ પણ મારામારીના ગુનામાં પકડાયેલ હોવાની વિગતો, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતી.

આરોપીની પૂછપરછ કરાઈ

પકડાયેલ આરોપી ની પૂછપરછ કરવામાં આવતા, આરોપી નથુ પવાર જુગારમાં રૂપિયા હારી ગયો હોઈ તથા આરોપી મેહુલ જાદવને પણ રૂપિયાની જરૂરિયાત હોય, આ ગુન્હો કરેલ હોવાની કબૂલાત પણ કરવામાં આવેલ છે.કડાયેલ આરોપી દ્વારા અન્ય કોઈ વિસ્તારમાં ચેઈન સ્નેચિંગ નાં ગુનાઓ આચરવામાં આવેલ છે કે કેમ...? બીજા કોઈ ગુનામાં વોન્ટેડ છે કે કેમ...? તે બાબતે પૂછપરછ કરી, પોલીસ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામા આવેલ છે.