Ahmedabadની મણિનગર પોલીસે ચેઈન સ્નેચિંગ અને વાહન ચોરી કરતા રીઢા આરોપીઓને ઝડપ્યા
અમદાવાદ તથા કલોલ મા ચેઇન સ્નેચીંગ/વાહન ચોરી કરતા રીઢા ગુનેગારને મણિનગર પોલીસે ઝડપી પાડયા છે.પોલીસની ટીમને અધિક પોલીસ કમિશર સેકટર-૨ જયપાલસિંહ રાઠૌડ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૬ ડૉ.રવિ મોહન સૈની તથા મદદનીશ મદદનીશ પોલીસ કમિશનર 'જે' ડીવીજન પ્રદિપસિંહ જાડેજા નાઓની સૂચના તથા માર્ગદર્શન મુજબ મિલ્કત સબંધી ગુાઓ અટકાવવા તથા શોધી કાઢવા સૂચના આપી હતી.વાહન ચેકિંગ કર્યુ તો સોનાની ચેઈન મળી જે સુચના અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર ડી.પી.ઉનડકટની સર્વેલંસ સ્કોડના પો.સબ.ઇન્સ.એસ.આઇ.પટેલ તથા સ્ટાફના માણસોને મિલ્કત સબંધી/વ્હિકલ ચોરી કરતા આરોપીઓને પકડી પાડવા સારૂ સૂચના આપેલ જે આધારે પો.સ્ટે.વિસ્તારમા વાહન ચેકિંગ દરમિયાન મીરા ચાર રસ્તા ખાતે એક નંબર પ્લેટ વગરની એક્ટીવા ઉપર (૧) મુકેશ ઉર્ફે બલ્લુ બલરામ મદ્રાસી ઉ.વ.પર ધંધો મજુરી રહે પી.ડબ્લ્યુના છાપરા કોમલ પાર્ક સામે ચંડોળા તળાવ પાસે ઇસનપુર અમદાવાદ શહેર તથા (૨) ફેમસ ઉર્ફે આયુષ મોનિષભાઇ માળી ઉ.વ.ર૧ ધંધો મજુરી રહે પી.ડબ્લ્યુના છાપરા કોમલ પાર્ક સામે ચંડોળા તળાવ પાસે ઇસનપુર અમદાવાદ શહેર નાઓ મળી આવતા જેઓની અંગઝડતી તપાસ કરતા એક સોનાની તુટેલ ચેઇન તથા સોનાના બે તુટેલ મંગળસુત્ર મળી આવ્યું હતું. ચેઇન સ્નેચિંગના ગુનાની કરી કબૂલાત આવતા સદર ઇસમોના ICJS પોર્ટલ તથા પોકેટકોપ મોબાઇલ ફોનની મદદથી એક્ટીવાના એન્જીન-ચેચિસ નંબર આધારે સર્ચ કરતા સદર એક્ટીવા કલોલ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ચોરી થયેલાનુ જણાઇ આવેલ તેમજ મુકેશ ઉર્ફે બલ્લુ ચેઇન સ્નેચીંગ/લુટ/ મારામારી/આર્મ એક્ટ/વ્હિકલ ચોરીના અલગ અલગ પ્રકારના ૩૮ ગુનાઓમા પકડાયેલ હોવાનુ જણાઇ આવતા સદરી ઇસમોની વધુ પુછપરછ કરતા અમદાવાદ શહેરના સાબરમતી , મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ચેઇન સ્નેચીંગ તથા કલોલ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાથી વ્હિકલ ચોરી તથા ચેઇન સ્નેચિંગ કરેલાની કબૂલાત કરી છે. આરોપીઓ વિરૂધ્ધ દાખલ થયેલ ગુનાઓ (૧)સાબરમતી પોલીસ સ્ટેશન પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૯૨૪૦૯૧૭/૨૦૨૪ બી.એન.એસ.કલમ ૩૦૪(૨),૫૪ (૨)કલોલ સીટી પોલીસ સ્ટેશન પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૨૧૬૦૨૪૨૫૦૦૦૯/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૦૩(૨) (૩)કલોલ સીટી પોલીસ સ્ટેશન પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૨૧૬૦૨૪૨૫૦૦૪૮/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૦૪(૨),૫૪ આરોપીનો ગુનાહિત ઇતિહાસ (૧)આ કામનો આરોપી મુકેશ ઉર્ફે બલ્લુ બલરામ મદ્રાસી નાનો અમદાવાદ શહેરના ઇસનપુર, વટવા,કાગડાપીઠ ,વેજલપુર, મણીનગર, ખોખરા,અમરાઇવાડી, સાબરમતી,ચાંદખેડા, સરખેજ,નારોલ પોલીસ સ્ટેશનોમા લુટ, મારામારી,ચેઇન સ્નેચીંગ,વ્હિકલ ચોરીઓના ગુનાઓમા પકડાયેલ છે તેમજ ગાંધીનગર જીલ્લાના કલોલ પોલીસ સ્ટેશનમા ચેઇન સ્નેચીંગ,વ્હિકલ ચોરીઓના ગુનાઓમા પકડાયેલ છે તેમજ ખેડા જીલ્લાના નડીયાદ ખાતે દેશી કટ્ટા તથા લુટના ગુનાઓમા પકડાયેલ છે તેમજ ૧૦ (દસ) વાર પાસા કાપેલ છે. આરોપીઓ:- (૧) મુકેશ ઉર્ફે બલ્લુ બલરામ મદ્રાસી ઉ.વ.પર ધંધો મજુરી રહે પી.ડબ્લ્યુના છાપરા કોમલ પાર્ક સામે ચંડોળા તળાવ પાસે ઇસનપુર અમદાવાદ શહેર તથા (૨) ફેમસ ઉર્ફે આયુષ મોનિષભાઇ માળી ઉ.વ.૨૧ ધંધો મજુરી રહે પી.ડબ્લ્યુના છાપરા કોમલ પાર્ક સામે ચંડોળા તળાવ પાસે ઇસનપુર અમદાવાદ શહેર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -