Ahmedabadના Vastralમાં ખરાબ રોડને લઈ સ્થાનિકો વિફર્યા, થાળી-વેલણ વગાડી કર્યો વિરોધ,જુઓ Video

અમદાવાદમાં બિસ્માત રોડ રસ્તાને લઇ હાલાકી વસ્ત્રાલમાં ખરાબ રોડ રસ્તા લઈને સ્થાનિકોનો વિરોધ 150 થી પણ વધુ લોકો પહોંચ્યા AMC કચેરીએ અમદાવાદનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે,પરંતુ વસ્ત્રાલ વિસ્તારમાં રોડ-રસ્તાને લઈ સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે,સ્થાનિકોનું કહેવું છે કે રોડ રસ્તાને લઈ તકલીફ પડી રહી છે,રોડ કાચો હોવાથી ઘરની બહાર નિકળવું મુશ્કેલ થયું છે,બીજી તરફ કોર્પોરેટર પરેશ પટેલનું કહેવું છે કે,આગળ રજૂઆત કરી છે અને ટૂંક સમયમાં રોડ-રસ્તાનું કામ શરૂ કરવામાં આવશે. સ્થાનિકો વિફર્યા રોડને લઈ વસ્ત્રાલ વિસ્તારનો લોકો રોડ રસ્તાને લઈ વિફર્યા છે,આજે તો સ્થાનિકો એવા કંટાળ્યા કે વેલણ અને થાળી લઈને કોર્પોરેશનની ઓફીસ પહોંચ્યા અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો.સ્થાનિકોએ કોર્પોરેટરને આવેદનપત્ર પણ આપ્યું અને કહ્યું કે મત આપ્યા છે તો સામે સુવિધા તો આપવી પડે ને.સ્થાનિક કોર્પોરેટર પરેશ પટેલે કહ્યું કે આ બાબતને લઈ ધારાસભ્ય સાથે ચર્ચા કરવામાં આવશે અને તેનું નિરાકરણ લાવવામાં આવશે. કઈ કઈ સોસાયટીના સ્થાનિકોએ કર્યો વિરોધ વસ્ત્રાલમાં આવેલી વેદાંત રેસીડેન્સી 2, સંસ્કૃતિ સ્કાય,વ્રજવાટીકાના સ્થાનિકોએ રોડ-રસ્તાને લઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે,આ ત્રણ ફલેટમાં 800થી વધુ ફલેટો આવેલા છે,ત્યારે સ્થાનિકોએ એ પણ આક્ષેપ કર્યો છે કે,વરસાદના સમયે પાણી ભરાઈ જાય છે અને લાંબા સમય સુધી પાણી ઉતરતું નથી જેના કારણે તકલીફ પડી રહી છે.તો આ વિસ્તારમાં ગંદકીથી 50 ડેન્ગ્યુના પણ કેસ નોંધાયા છે. ધારાસભ્ય અને કોર્પોરેટર આ સમસ્યાનું નિરાકરણ લાવો મહત્વનું છે કે વસ્ત્રાલ વિસ્તાર ખૂબ મોટો વિસ્તાર છે ત્યારે સમસ્યા પણ સ્થાનિકોની કોઈ નાની નથી,સ્થાનિકોનું કહેવું છે કે રોડ સારો હોવો જરૂરી છે,ત્યારે વટવા વિધાનસભાના ધારાસભ્ય અને કોર્પોરેટરોએ સાથે મળીને સ્થાનિકોએ આ સમસ્યાનું નિરાકરણ લાવવું જરૂરી બન્યું છે,જો ધારાસભ્ય અને કોર્પોરેટર તેમની વાત નહી સાંભળે તો સ્થાનિકો કયા જશે તે પણ એક સવાલ છે.એસી ઓફીસની ચેમ્બર છોડીને બહાર આવો અને લોકોની સમસ્યા જાણશો તો જ તમને ખબર પડશે કે વિકાસ કયાં જઈ રહ્યો છે.

Ahmedabadના Vastralમાં ખરાબ રોડને લઈ સ્થાનિકો વિફર્યા, થાળી-વેલણ વગાડી કર્યો વિરોધ,જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં બિસ્માત રોડ રસ્તાને લઇ હાલાકી
  • વસ્ત્રાલમાં ખરાબ રોડ રસ્તા લઈને સ્થાનિકોનો વિરોધ
  • 150 થી પણ વધુ લોકો પહોંચ્યા AMC કચેરીએ

અમદાવાદનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે,પરંતુ વસ્ત્રાલ વિસ્તારમાં રોડ-રસ્તાને લઈ સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે,સ્થાનિકોનું કહેવું છે કે રોડ રસ્તાને લઈ તકલીફ પડી રહી છે,રોડ કાચો હોવાથી ઘરની બહાર નિકળવું મુશ્કેલ થયું છે,બીજી તરફ કોર્પોરેટર પરેશ પટેલનું કહેવું છે કે,આગળ રજૂઆત કરી છે અને ટૂંક સમયમાં રોડ-રસ્તાનું કામ શરૂ કરવામાં આવશે.

સ્થાનિકો વિફર્યા રોડને લઈ

વસ્ત્રાલ વિસ્તારનો લોકો રોડ રસ્તાને લઈ વિફર્યા છે,આજે તો સ્થાનિકો એવા કંટાળ્યા કે વેલણ અને થાળી લઈને કોર્પોરેશનની ઓફીસ પહોંચ્યા અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો.સ્થાનિકોએ કોર્પોરેટરને આવેદનપત્ર પણ આપ્યું અને કહ્યું કે મત આપ્યા છે તો સામે સુવિધા તો આપવી પડે ને.સ્થાનિક કોર્પોરેટર પરેશ પટેલે કહ્યું કે આ બાબતને લઈ ધારાસભ્ય સાથે ચર્ચા કરવામાં આવશે અને તેનું નિરાકરણ લાવવામાં આવશે.


કઈ કઈ સોસાયટીના સ્થાનિકોએ કર્યો વિરોધ

વસ્ત્રાલમાં આવેલી વેદાંત રેસીડેન્સી 2, સંસ્કૃતિ સ્કાય,વ્રજવાટીકાના સ્થાનિકોએ રોડ-રસ્તાને લઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે,આ ત્રણ ફલેટમાં 800થી વધુ ફલેટો આવેલા છે,ત્યારે સ્થાનિકોએ એ પણ આક્ષેપ કર્યો છે કે,વરસાદના સમયે પાણી ભરાઈ જાય છે અને લાંબા સમય સુધી પાણી ઉતરતું નથી જેના કારણે તકલીફ પડી રહી છે.તો આ વિસ્તારમાં ગંદકીથી 50 ડેન્ગ્યુના પણ કેસ નોંધાયા છે.


ધારાસભ્ય અને કોર્પોરેટર આ સમસ્યાનું નિરાકરણ લાવો

મહત્વનું છે કે વસ્ત્રાલ વિસ્તાર ખૂબ મોટો વિસ્તાર છે ત્યારે સમસ્યા પણ સ્થાનિકોની કોઈ નાની નથી,સ્થાનિકોનું કહેવું છે કે રોડ સારો હોવો જરૂરી છે,ત્યારે વટવા વિધાનસભાના ધારાસભ્ય અને કોર્પોરેટરોએ સાથે મળીને સ્થાનિકોએ આ સમસ્યાનું નિરાકરણ લાવવું જરૂરી બન્યું છે,જો ધારાસભ્ય અને કોર્પોરેટર તેમની વાત નહી સાંભળે તો સ્થાનિકો કયા જશે તે પણ એક સવાલ છે.એસી ઓફીસની ચેમ્બર છોડીને બહાર આવો અને લોકોની સમસ્યા જાણશો તો જ તમને ખબર પડશે કે વિકાસ કયાં જઈ રહ્યો છે.