Ahmedabadના હાટકેશ્વરનો બ્રિજ પુન:બનાવવા સ્થાનિક કંપનીઓએ હાથ અધ્ધર કર્યા

હાટકેશ્વર બ્રિજ બનાવવા સ્થાનિક કંપની રાજી નથી સ્થાનિક કંપનીઓએ નવો બ્રિજ બનાવવા કર્યો ઇન્કાર બ્રિજ પુનઃ બનાવવા નાગપુરના કોન્ટ્રાકટરનું ટેન્ડર હાટકેશ્વર બ્રિજના ટેન્ડર ઇવેલ્યુશનની કામગીરી શરૂ કરાઈ છે,જેમાં આગામી દિવસમાં હાટકેશ્વર બ્રિજની કામગીરી થશે શરૂ.બ્રિજમાં ભષ્ટ્રાચારનો આક્ષેપ લાગ્યો હતો તો આ બ્રિજનો તમામ ખર્ચ અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી લેવાશે.અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરે બનાવ્યો હતો હાટકેશ્વર બ્રિજ,આ બ્રિજ વર્ષ 2017માં બનાવવામાં આવ્યો હતો. બ્રિજ પર પડયા હતા ગાબડા થોડા જ દિવસમાં હાટકેશ્વર બ્રિજ પર ગાબડા પડયા હતા,તેને લઈ બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો,તે પછી કોર્પોરેશન દ્રારા ત્રણ વાર ટેન્ડર બહાર પાડયું પણ ગુજરાતના કોઈ કોન્ટ્રાકર દ્રારા આ ટેન્ડર ભરવામાં આવ્યું ન હતુ.ત્યારે મહારાષ્ટ્રના નાગપુરના એક કોન્ટ્રાકટર દ્રારા આ ટેન્ડર ભરવામાં આવ્યું છે અને તેને કામ સોંપવામાં આવ્યું છે.સ્થાનિક કંપનીઓએ નવો બ્રિજ બનાવવા કર્યો હતો ઇન્કાર.હાલમાં ટેન્ડર ઈવેલ્યુશનની કામગીરી ચાલી રહી છે. 2017માં બ્રિજ બનાવ્યા પછી 4 વર્ષથી ઓછા સમયમાં જ ગાબડાં પડવાનું શરૂ થયું હતું. અગાઉ પણ કોઈ કોન્ટ્રાકટરે રસ ના દાખવ્યો અમદાવાદમાં વિવાદીત હાટકેશ્વર બ્રિજને તોડી પાડવામાં આવશે. AMCએ બ્રિજને રિપેર કરવાને બદલે નવો બનાવવાનો નિર્ણય કર્યો છે. સંપૂર્ણ બ્રિજને તોડીને નવો બનાવવા માટે EPC ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. બ્રિજની ડિઝાઈન, બાંધકામની કામગીરી એક જ કોન્ટ્રાક્ટરને અપાશેઅગાઉ ડિઝાઇન, બાંધકામ અને પ્રોજેક્ટ અલગ અલગ એજન્સીઓએ કર્યું હતું..હાટકેશ્વર બ્રિજના સ્પાનને તોડીને રિપેર કરવાનો નિર્ણય કરાયો હતો. જો કે રિપેરીંગના ટેન્ડર માટે કોઈ પણ કોન્ટ્રાક્ટરે રસ નહતો દાખવ્યો. જેથી AMCએ 51.70 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવાનો ટેન્ડર બહાર પાડયું હતુ. આઈઆઈટી રૂરકીનો રિપોર્ટ હતો આઈઆઈટી રૂરકીના રિપોર્ટના આધારે ત્રણ સભ્યની પેનલે હયાત બ્રિજના 8 સ્પાનને નવેસરથી બનાવવા અભિપ્રાય આપ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, ત્રીજી વખત ટેન્ડરની સમયમર્યાદામાં વધારો કરાયો હતો. સુરતની એક એજન્સીએ પત્ર લખી કામગીરીમાં રસ દાખવ્યો હતો. જો કે પછીથી કોઈ વાતચીત થઈ ન હતી. કોન્ટ્રાકટર પાસેથી ડોકયુમેન્ટ મંગાવ્યા નાગપુરની કંપનીએ બ્રિજની કામગીરી કરવામાં રસ દાખવ્યો છે. બિડરે જીએસટી, વાર્ષિક ટર્નઓવર સહિતના ડોક્યુમેન્ટ જમા નથી કરાવ્યા. તેથી આ ડોક્યુમેન્ટ મંગાવાયા છે. એજન્સી હયાત બ્રિજનો ટેસ્ટ કરાવશે. તેમાં જે સામે આવશે તેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે.  

Ahmedabadના હાટકેશ્વરનો બ્રિજ પુન:બનાવવા સ્થાનિક કંપનીઓએ હાથ અધ્ધર કર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હાટકેશ્વર બ્રિજ બનાવવા સ્થાનિક કંપની રાજી નથી
  • સ્થાનિક કંપનીઓએ નવો બ્રિજ બનાવવા કર્યો ઇન્કાર
  • બ્રિજ પુનઃ બનાવવા નાગપુરના કોન્ટ્રાકટરનું ટેન્ડર

હાટકેશ્વર બ્રિજના ટેન્ડર ઇવેલ્યુશનની કામગીરી શરૂ કરાઈ છે,જેમાં આગામી દિવસમાં હાટકેશ્વર બ્રિજની કામગીરી થશે શરૂ.બ્રિજમાં ભષ્ટ્રાચારનો આક્ષેપ લાગ્યો હતો તો આ બ્રિજનો તમામ ખર્ચ અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી લેવાશે.અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરે બનાવ્યો હતો હાટકેશ્વર બ્રિજ,આ બ્રિજ વર્ષ 2017માં બનાવવામાં આવ્યો હતો.

બ્રિજ પર પડયા હતા ગાબડા

થોડા જ દિવસમાં હાટકેશ્વર બ્રિજ પર ગાબડા પડયા હતા,તેને લઈ બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો,તે પછી કોર્પોરેશન દ્રારા ત્રણ વાર ટેન્ડર બહાર પાડયું પણ ગુજરાતના કોઈ કોન્ટ્રાકર દ્રારા આ ટેન્ડર ભરવામાં આવ્યું ન હતુ.ત્યારે મહારાષ્ટ્રના નાગપુરના એક કોન્ટ્રાકટર દ્રારા આ ટેન્ડર ભરવામાં આવ્યું છે અને તેને કામ સોંપવામાં આવ્યું છે.સ્થાનિક કંપનીઓએ નવો બ્રિજ બનાવવા કર્યો હતો ઇન્કાર.હાલમાં ટેન્ડર ઈવેલ્યુશનની કામગીરી ચાલી રહી છે. 2017માં બ્રિજ બનાવ્યા પછી 4 વર્ષથી ઓછા સમયમાં જ ગાબડાં પડવાનું શરૂ થયું હતું.

અગાઉ પણ કોઈ કોન્ટ્રાકટરે રસ ના દાખવ્યો

અમદાવાદમાં વિવાદીત હાટકેશ્વર બ્રિજને તોડી પાડવામાં આવશે. AMCએ બ્રિજને રિપેર કરવાને બદલે નવો બનાવવાનો નિર્ણય કર્યો છે. સંપૂર્ણ બ્રિજને તોડીને નવો બનાવવા માટે EPC ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. બ્રિજની ડિઝાઈન, બાંધકામની કામગીરી એક જ કોન્ટ્રાક્ટરને અપાશેઅગાઉ ડિઝાઇન, બાંધકામ અને પ્રોજેક્ટ અલગ અલગ એજન્સીઓએ કર્યું હતું..હાટકેશ્વર બ્રિજના સ્પાનને તોડીને રિપેર કરવાનો નિર્ણય કરાયો હતો. જો કે રિપેરીંગના ટેન્ડર માટે કોઈ પણ કોન્ટ્રાક્ટરે રસ નહતો દાખવ્યો. જેથી AMCએ 51.70 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવાનો ટેન્ડર બહાર પાડયું હતુ.

આઈઆઈટી રૂરકીનો રિપોર્ટ હતો

આઈઆઈટી રૂરકીના રિપોર્ટના આધારે ત્રણ સભ્યની પેનલે હયાત બ્રિજના 8 સ્પાનને નવેસરથી બનાવવા અભિપ્રાય આપ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, ત્રીજી વખત ટેન્ડરની સમયમર્યાદામાં વધારો કરાયો હતો. સુરતની એક એજન્સીએ પત્ર લખી કામગીરીમાં રસ દાખવ્યો હતો. જો કે પછીથી કોઈ વાતચીત થઈ ન હતી.

કોન્ટ્રાકટર પાસેથી ડોકયુમેન્ટ મંગાવ્યા

નાગપુરની કંપનીએ બ્રિજની કામગીરી કરવામાં રસ દાખવ્યો છે. બિડરે જીએસટી, વાર્ષિક ટર્નઓવર સહિતના ડોક્યુમેન્ટ જમા નથી કરાવ્યા. તેથી આ ડોક્યુમેન્ટ મંગાવાયા છે. એજન્સી હયાત બ્રિજનો ટેસ્ટ કરાવશે. તેમાં જે સામે આવશે તેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે.