Surat Rain: જિલ્લાના 22 રસ્તાઓ બંધ, વાહનચાલકોને ભારે હાલાકી

સુરતમાં વરસાદના કારણે જનજીવન પર મોટી અસરકામરેજમાં 1,પલસાણામાં 6, બારડોલીમાં 10 અને માંડવીમાં 5 રસ્તાઓ બંધ કરાયા ભારે પવનના કારણે શહેરમાં 39 વૃક્ષો ધરાશાયી સુરતમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે અને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે લોકોને રસ્તા પર નીકળવુ મુશ્કેલ બની ગયુ છે. ગઈકાલે રાતથી મેઘરાજા વરસી રહ્યા છે, સાથે જ ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. ત્યારે ઘણી જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે. વરસાદના કારણે જનજીવન ઠપ્પ સુરત જિલ્લામાં વરસી રહેલા વરસાદને લઈને જન જીવનને મોટી અસર થઈ છે. હાલમાં સુરત જિલ્લામાં કુલ 22 રસ્તાઓ બંધ થયા છે. લો લેવલ બ્રિજો પાણીમાં ગરકાવ થયા છે, તેમજ રસ્તાઓ પર પાણી ભરાતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. કામરેજ તાલુકામાં 1, પલસાણા તાલુકામાં 6, બારડોલી તાલુકામાં 10 અને માંડવી તાલુકામાં 5 રસ્તાઓ વરસાદી પાણીના કારણે બંધ કરવામાં આવ્યા છે. ત્યારે રસ્તાઓ બંધ થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતમાં 39 વૃક્ષો ધરાશાયી સુરતમાં વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો. 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાતા વૃક્ષોનો સોથ વળી ગયો હતો. આથી ફાયર વિભાગ સતત દોડી રહ્યું હતું. 39 જેટલા વૃક્ષો ભારે પવનથી ધરાશાયી થયા હતા. વૃક્ષો પડવાના કારણે ફાયર વિભાગ દ્વારા તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી.ગઈકાલે સાંજે છ વાગ્યા બાદ 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો અને આ સાથે જ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદી પાણી દુકાનો અને ઘરોમાં ઘુસ્યા સુરત શહેરમાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે રસ્ઓતા પર પાણી ભરાયા છે. તેમાં ખટોદરા વિસ્તારમાં પાણી ભરાતા દુકાનો અને ઘરોમાં પાણી ઘુસ્યા છે. તેમજ નીચાણવાળા વિસ્તારમાં ઢીંચણ સુધી પાણી ભરાયા છે. તેથી SMCની ટીમ પાણીના નિકાલ માટે કામે લાગી છે. સાંજથી મોડી રાત સુધી મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. તમને જણાવી દઈએ કે ગત સાંજથી વરસાદ શરૂ થયો હતો અને મોજીલુ સુરત પાણીમાં ઘેરાઈ ગયું હતુ. રવિવારની સાંજે ફરવા નીકળેલા લોકો પાણીમાં ફસાયા હતા. પરિવારોની બેહાલી થવા પામી છતાં વરસાદની મજા લોકોએ માણી હતી. કેટલાક તો વરસાદમાં ઉજાણી કરવા નીકળી પડ્યા હતા. જેમાં સરથાણા, વરાછા, કતારગામ, ઉધના, રાંદેર, અડાજણ, પાલ, સિટીલાઈટ, વેસુ, ઉધના, સચીન ખાતે પાણી પાણી જોવા મળ્યુ હતુ. સુરતમાં ચારે તરફ જળબંબાકાર અને ટ્રાફિક જામની સ્થિતિ થવા પામી હતી.

Surat Rain: જિલ્લાના 22 રસ્તાઓ બંધ, વાહનચાલકોને ભારે હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં વરસાદના કારણે જનજીવન પર મોટી અસર
  • કામરેજમાં 1,પલસાણામાં 6, બારડોલીમાં 10 અને માંડવીમાં 5 રસ્તાઓ બંધ કરાયા
  • ભારે પવનના કારણે શહેરમાં 39 વૃક્ષો ધરાશાયી

સુરતમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે અને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે લોકોને રસ્તા પર નીકળવુ મુશ્કેલ બની ગયુ છે. ગઈકાલે રાતથી મેઘરાજા વરસી રહ્યા છે, સાથે જ ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. ત્યારે ઘણી જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે.

વરસાદના કારણે જનજીવન ઠપ્પ

સુરત જિલ્લામાં વરસી રહેલા વરસાદને લઈને જન જીવનને મોટી અસર થઈ છે. હાલમાં સુરત જિલ્લામાં કુલ 22 રસ્તાઓ બંધ થયા છે. લો લેવલ બ્રિજો પાણીમાં ગરકાવ થયા છે, તેમજ રસ્તાઓ પર પાણી ભરાતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. કામરેજ તાલુકામાં 1, પલસાણા તાલુકામાં 6, બારડોલી તાલુકામાં 10 અને માંડવી તાલુકામાં 5 રસ્તાઓ વરસાદી પાણીના કારણે બંધ કરવામાં આવ્યા છે. ત્યારે રસ્તાઓ બંધ થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરતમાં 39 વૃક્ષો ધરાશાયી

સુરતમાં વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો. 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાતા વૃક્ષોનો સોથ વળી ગયો હતો. આથી ફાયર વિભાગ સતત દોડી રહ્યું હતું. 39 જેટલા વૃક્ષો ભારે પવનથી ધરાશાયી થયા હતા. વૃક્ષો પડવાના કારણે ફાયર વિભાગ દ્વારા તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી.ગઈકાલે સાંજે છ વાગ્યા બાદ 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો અને આ સાથે જ ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

વરસાદી પાણી દુકાનો અને ઘરોમાં ઘુસ્યા

સુરત શહેરમાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે રસ્ઓતા પર પાણી ભરાયા છે. તેમાં ખટોદરા વિસ્તારમાં પાણી ભરાતા દુકાનો અને ઘરોમાં પાણી ઘુસ્યા છે. તેમજ નીચાણવાળા વિસ્તારમાં ઢીંચણ સુધી પાણી ભરાયા છે. તેથી SMCની ટીમ પાણીના નિકાલ માટે કામે લાગી છે. સાંજથી મોડી રાત સુધી મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે.

તમને જણાવી દઈએ કે ગત સાંજથી વરસાદ શરૂ થયો હતો અને મોજીલુ સુરત પાણીમાં ઘેરાઈ ગયું હતુ. રવિવારની સાંજે ફરવા નીકળેલા લોકો પાણીમાં ફસાયા હતા. પરિવારોની બેહાલી થવા પામી છતાં વરસાદની મજા લોકોએ માણી હતી. કેટલાક તો વરસાદમાં ઉજાણી કરવા નીકળી પડ્યા હતા. જેમાં સરથાણા, વરાછા, કતારગામ, ઉધના, રાંદેર, અડાજણ, પાલ, સિટીલાઈટ, વેસુ, ઉધના, સચીન ખાતે પાણી પાણી જોવા મળ્યુ હતુ. સુરતમાં ચારે તરફ જળબંબાકાર અને ટ્રાફિક જામની સ્થિતિ થવા પામી હતી.