Ahmedabadના વિરમગામ શહેર અને પંથકના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી

Jun 19, 2026 - 23:00
Ahmedabadના વિરમગામ શહેર અને પંથકના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય અકળામણ બાદ હવામાનમાં પલટો આવ્યો છે. વિરમગામ શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર હાજરી નોંધાવી છે. દિવસભરના ભારે તડકા, અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠેલા સ્થાનિક રહીશોને રાત્રિ દરમિયાન શરૂ થયેલા આ ગાજવીજ સાથેના વરસાદે મોટી રાહત આપી છે. અચાનક બદલાયેલા આ હવામાનના પગલે સમગ્ર પંથકમાં પ્રસરી ગયેલી ઠંડકથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

હાંસલપુર, સોકલી સહિતના ગામડાઓમાં જમાવટ

વિરમગામ તાલુકાના અંતરિયાળ અને મુખ્ય એવા તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, હાંસલપુર, સોકલી, રહેમલપુર અને ભોજવા તેમજ વલાણા, ડુમાણા અને નીલકી પંથકમાં પવનના સુસવાટા અને વીજળીના કડાકા-ભડાકા સાથે સારો એવો વરસાદ ખાબક્યો છે. ગ્રામ્ય વિસ્તારોના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. વાવણી લાયક વરસાદની આશામાં બેઠેલા ધરતીપુત્રોમાં પણ આ સતત બીજા દિવસના વરસાદી માહોલને પગલે ખુશીની લહેર દોડી ગઈ છે.

તાપમાનમાં ઘટાડો થતાં વાતાવરણ આહલાદક બન્યું

ચોમાસાના પ્રારંભિક તબક્કામાં જ વિરમગામ અને તેની આસપાસના પંથકમાં સતત વરસી રહેલા વરસાદને કારણે સ્થાનિક નદી-નાળા અને તળાવોમાં નવા પાણીની આવક થવાની સંભાવનાઓ વધી ગઈ છે. રાત્રિના સમયે વાજતે-ગાજતે આવેલા વરસાદને પગલે મહત્તમ તાપમાનમાં એકાએક મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે લાંબા સમયથી શેકાઈ રહેલા ગ્રામજનોને એસી-કુલરના અસહ્ય ખર્ચ અને ઉકળાટમાંથી મોટી શાંતિ મળી છે અને સમગ્ર વાતાવરણ અત્યંત આહલાદક બની ગયું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0