Ahmedabadના વટામણ-બગોદરા હાઈવે પર અકસ્માત, કાર ડ્રાઈવરનું મોત, 3 લોકો ગંભીર

અમદાવાદના વટામણ-બગોદરા હાઈવે પર ટેન્કર પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. તેવામાં વટામણ-બગોદરા હાઈવે પર કાર અને ટેન્કરનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પાણીના ટેન્કરની પાછળ કાર ઘુસી જતા કારના ડ્રાઇવરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતમાં બે બાળકોનો સમાવેશ થાય છે. હાઇવેની વચ્ચે આવેલા ડિવાઇડરમાં ઝાડને પાણી પીવડાવી રહેલા પાણીના ટેન્કરની પાછળ કાર ઘુસી જતા કારચાલકનું મોત થયું હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે. કારનો ડ્રાઇવર કારમાં ફસાઈ રહેતા કારની અંદર જ જીવ ગુમાવ્યો હતો. ઇજાગ્રસ્ત લોકોને વટામણ 108 મારફતે ધોળકાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા ત્યાર બાદબેને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે 108 મારફતે અમદાવાદની હોસ્પિટલ ખસેડાયા છે.  કોઠ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. 

Ahmedabadના વટામણ-બગોદરા હાઈવે પર અકસ્માત, કાર ડ્રાઈવરનું મોત, 3 લોકો ગંભીર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના વટામણ-બગોદરા હાઈવે પર ટેન્કર પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. તેવામાં વટામણ-બગોદરા હાઈવે પર કાર અને ટેન્કરનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પાણીના ટેન્કરની પાછળ કાર ઘુસી જતા કારના ડ્રાઇવરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતમાં બે બાળકોનો સમાવેશ થાય છે. હાઇવેની વચ્ચે આવેલા ડિવાઇડરમાં ઝાડને પાણી પીવડાવી રહેલા પાણીના ટેન્કરની પાછળ કાર ઘુસી જતા કારચાલકનું મોત થયું હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે.

કારનો ડ્રાઇવર કારમાં ફસાઈ રહેતા કારની અંદર જ જીવ ગુમાવ્યો હતો. ઇજાગ્રસ્ત લોકોને વટામણ 108 મારફતે ધોળકાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા ત્યાર બાદબેને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે 108 મારફતે અમદાવાદની હોસ્પિટલ ખસેડાયા છે.  કોઠ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.