Ahmedabadના મોરૈયામાં વધુ એક બોગસ હોસ્પિટલ ઝડપાઇ, સંચાલકો ફરાર

અમદાવાદના મોરૈયામાં મૌરૈયા જનરલ હોસ્પિટલ સીલ મેહુલ ચાવડા આ હોસ્પિટલ પણ ચલાવતો હતો મેહુલને જાણ થતાં હોસ્પિટલમાંથી સામાન લઈને ફરારઅમદાવાદ જિલ્લામાંથી વધુ એક બોગસ હોસ્પિટલ ઝડપાઇ..અનન્યા હોસ્પિટલમાં બોગસ ડૉક્ટર બનેલા મેહુલ ચાવડાની જ વધુ એક હોસ્પિટલ સીલ કરવામાં આવી.. મોરૈયા ખાતે શેડ ઉભો કરીને જનરલ હોસ્પિટલ ચલાવવામાં આવતી હતી. જિલ્લા આરોગ્ય વિભાગે હોસ્પિટલ સીલ કરી છે. આ હોસ્પિટલમાંથી મેડિકલ વેસ્ટ પણ મળી આવ્યો છે.અમદાવાદ જિલ્લામાંથી અગાઉ આ જ શખ્સ મેહુલ ચાવડાની નકલી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ પકડાઈ હતી.. બાવળાના કેરાલા ગામે 2 દુકાનમાં અનન્યા નામની હોસ્પિટલ ચાલી રહી હતી. આ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક સગીરાનું મોત થયું હતું. સગીરાના મોત બાદ વાયરલ થયેલા વીડિયોથી તપાસ કરતા હોસ્પિટલનો ભાંડો ફૂટ્યો હતો. હોસ્પિટલમાં ઓર્થો, ગાયનેક, સર્જરી સહિત નવ વિભાગ ધમધમતા હતા. 2 મહિનાથી હોસ્પિટલ ચાલતી હોવા છતાં સ્થાનિક આરોગ્ય વિભાગના ધ્યાનમાં ન આવ્યું, ન તો કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી. બાવળાના કેરાલા ગામની અનન્યા હોસ્પિટલમાં CDHOએ રેડ પાડી હતી અને નકલી હોસ્પિટલને સીલ કરી દીધી હતી.. અને તે સમયે જ બોગસ ડોક્ટર મેહુલ ચાવડાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને હવે તેની બીજી બોગસ હોસ્પિટલ પણ સીલ કરી દેવાઇ છે.

Ahmedabadના મોરૈયામાં વધુ એક બોગસ હોસ્પિટલ ઝડપાઇ, સંચાલકો ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદના મોરૈયામાં મૌરૈયા જનરલ હોસ્પિટલ સીલ
  • મેહુલ ચાવડા આ હોસ્પિટલ પણ ચલાવતો હતો
  • મેહુલને જાણ થતાં હોસ્પિટલમાંથી સામાન લઈને ફરાર

અમદાવાદ જિલ્લામાંથી વધુ એક બોગસ હોસ્પિટલ ઝડપાઇ..અનન્યા હોસ્પિટલમાં બોગસ ડૉક્ટર બનેલા મેહુલ ચાવડાની જ વધુ એક હોસ્પિટલ સીલ કરવામાં આવી.. મોરૈયા ખાતે શેડ ઉભો કરીને જનરલ હોસ્પિટલ ચલાવવામાં આવતી હતી. જિલ્લા આરોગ્ય વિભાગે હોસ્પિટલ સીલ કરી છે. આ હોસ્પિટલમાંથી મેડિકલ વેસ્ટ પણ મળી આવ્યો છે.

અમદાવાદ જિલ્લામાંથી અગાઉ આ જ શખ્સ મેહુલ ચાવડાની નકલી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ પકડાઈ હતી.. બાવળાના કેરાલા ગામે 2 દુકાનમાં અનન્યા નામની હોસ્પિટલ ચાલી રહી હતી. આ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક સગીરાનું મોત થયું હતું. સગીરાના મોત બાદ વાયરલ થયેલા વીડિયોથી તપાસ કરતા હોસ્પિટલનો ભાંડો ફૂટ્યો હતો.

હોસ્પિટલમાં ઓર્થો, ગાયનેક, સર્જરી સહિત નવ વિભાગ ધમધમતા હતા. 2 મહિનાથી હોસ્પિટલ ચાલતી હોવા છતાં સ્થાનિક આરોગ્ય વિભાગના ધ્યાનમાં ન આવ્યું, ન તો કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી. બાવળાના કેરાલા ગામની અનન્યા હોસ્પિટલમાં CDHOએ રેડ પાડી હતી અને નકલી હોસ્પિટલને સીલ કરી દીધી હતી.. અને તે સમયે જ બોગસ ડોક્ટર મેહુલ ચાવડાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને હવે તેની બીજી બોગસ હોસ્પિટલ પણ સીલ કરી દેવાઇ છે.