Ahmedabadના બાપુનગરમાં 10 વર્ષના બાળકની પિતાએ હત્યા કરતા ચકચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં એક હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના બાપુનાગર વિસ્તારમાં રહેતા પિતાએ જ બાળકની સોડિયમ નાઈટ્રેટ પાણીમાં ભેળવીને પીવડાવી દીધું હતું. જેના કારણે 10 વર્ષના માસૂમનું મૃત્યું નિપજતા ભારે ચકચાર મચી જવા પામી છે. હાલ આ મામલે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ હાથ ધરી છે.
બાપુનગર વિસ્તારમાં એક ખૂબ જ હચમચાવતી ઘટના સામે આવી છે. જ્યાં પિતાએ જ પોતાના પુત્રની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. સોડિયમ નાઈટ્રાઈટ પાણીમાં પીવડાવી હત્યા કરી હતી. 10 વર્ષના પુત્રની પિતાએ હત્યા કરી હતી. પત્ની મહેસાણા જતા પિતાએ બાળકોની હત્યા કરીને આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું. જ્યારે પુત્ર મૃત્યુ પામતા પિતા ફરાર થયો હતો. જોકે, પોલીસે તેને દબોચી દીધો છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, શહેરના બાપુનગરના નર્મદા આવાસમાં રહેતા કલ્પેશ ગોહિલે પોતાના 10 વર્ષીય બાળક ઓમને 30 ગ્રામ જેટલું સોડિયમ નાઈટ્રેટ પાણીમાં ભેળવીને પીવડાવીને હત્યા કરી નાખી હતી. પ્રાથમિક તપાસમાં આ માહિતી સામે આવી હતી. અમુક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પતિ-પત્ની વચ્ચે ચાલતી તકરારને લઈને માસૂમની હત્યા નિપજાવી હતી. આ મામલે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?






