Ahmedabadના ચાણકયપુરી રોડ પર ભરાયા વરસાદી પાણી, સ્થાનિકો મૂકાયા મુશ્કેલીમાં
અમદાવાદના ચાણક્યપુરી રોડ પર વરસાદી પાણી ભરાયા છે.શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર સદંતર નિષ્ક્રિય હોય તેમ લાગી રહ્યું છે.નોકરિયાત વર્ગો, રાહદારીઓ સહિતના લોકો પરેશાન થઈ ગયા છે.સ્થાનિકોની અનેક રજૂઆત છતાં પાણીનો કોઈ નિકાલ નહીં થતા લોકોને વરસાદી પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે,સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જાય છે.પાણી ભરાતા લોકોને મુશ્કેલી અમદાવાદના ચાણકયપુરીમાં રોડ પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જાય છે,પાણી ભરાતા રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને તકલીફ પડી રહી છે,સાથે સાથે વિસ્તારમાં રહેતા લોકોને પણ હાલાકી પડી રહી છે,કોર્પોરેશન દ્રારા પાણીના નિકાલ માટે કોઈ પંપ પણ મૂકવામાં આવ્યા નથી,જો પંપ મૂકવામાં આવે તો પાણીનો નિકાલ સરળતાથી થઈ જાય. કોર્પોરેશનનો પ્રિ-મોન્સૂન પ્લાન પણ કામ ના આવ્યો અમદાવાદમાં સામાન્ય વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે,સાથે સાથે કોર્પોરેશન દ્રારા પ્રિ-મોન્સૂન પ્લાન બનાવવામાં આવ્યો છે તે પણ નિષ્ફળ ગયો છે,કરોડો રૂપિયા પ્રિ-મોન્સૂન પ્લાનને લઈ શહેર માટે ફાળવવામાં આવે છે તેમ છત્તા પ્લાન કોઈ કામ લાગતો નથી અને વરાસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત જ રહે છે,અમદાવાદના ઘાટલોડિયામાં આવેલો ચાણકયપુરી વિસ્તાર એવો છે કે જયાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે. વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી અમદાવાદ શહેરમાં મોડી રાત્રીથી લઈ સવાર સુધી ઝરમર વરસાદ વરસ્યો હતો,તો પરોઢીયાના સમયે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સર્જાઈ હતી,હવામાન વિભાગે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં 10 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી આપી છે,ગુજરાતમાં બે વરસાદી સિસ્ટમ હાલમાં સક્રિય બની છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના ચાણક્યપુરી રોડ પર વરસાદી પાણી ભરાયા છે.શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર સદંતર નિષ્ક્રિય હોય તેમ લાગી રહ્યું છે.નોકરિયાત વર્ગો, રાહદારીઓ સહિતના લોકો પરેશાન થઈ ગયા છે.સ્થાનિકોની અનેક રજૂઆત છતાં પાણીનો કોઈ નિકાલ નહીં થતા લોકોને વરસાદી પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે,સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જાય છે.
પાણી ભરાતા લોકોને મુશ્કેલી
અમદાવાદના ચાણકયપુરીમાં રોડ પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જાય છે,પાણી ભરાતા રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને તકલીફ પડી રહી છે,સાથે સાથે વિસ્તારમાં રહેતા લોકોને પણ હાલાકી પડી રહી છે,કોર્પોરેશન દ્રારા પાણીના નિકાલ માટે કોઈ પંપ પણ મૂકવામાં આવ્યા નથી,જો પંપ મૂકવામાં આવે તો પાણીનો નિકાલ સરળતાથી થઈ જાય.
કોર્પોરેશનનો પ્રિ-મોન્સૂન પ્લાન પણ કામ ના આવ્યો
અમદાવાદમાં સામાન્ય વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે,સાથે સાથે કોર્પોરેશન દ્રારા પ્રિ-મોન્સૂન પ્લાન બનાવવામાં આવ્યો છે તે પણ નિષ્ફળ ગયો છે,કરોડો રૂપિયા પ્રિ-મોન્સૂન પ્લાનને લઈ શહેર માટે ફાળવવામાં આવે છે તેમ છત્તા પ્લાન કોઈ કામ લાગતો નથી અને વરાસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત જ રહે છે,અમદાવાદના ઘાટલોડિયામાં આવેલો ચાણકયપુરી વિસ્તાર એવો છે કે જયાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે.
વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
અમદાવાદ શહેરમાં મોડી રાત્રીથી લઈ સવાર સુધી ઝરમર વરસાદ વરસ્યો હતો,તો પરોઢીયાના સમયે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સર્જાઈ હતી,હવામાન વિભાગે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં 10 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી આપી છે,ગુજરાતમાં બે વરસાદી સિસ્ટમ હાલમાં સક્રિય બની છે.