Ahmedabad:ગરબા આયોજકો માટે SOP : પંડાલની કેપેસીટી પ્રમાણે દરેક ખેલૈયાઓને પ્રવેશ આપવાનો રહેશે

Sep 11, 2025 - 06:30
Ahmedabad:ગરબા આયોજકો માટે SOP : પંડાલની કેપેસીટી પ્રમાણે દરેક ખેલૈયાઓને પ્રવેશ આપવાનો રહેશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં તા.22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા નવરાત્રિ મહોત્સવને અનુલક્ષીને AMC ફાયર વિભાગ દ્વારા શહેરીજનોની સલામતીને ધ્યાનમાં રાખીને ગરબા આયોજકો માટે ગાઈડલાઈન જાહેર કરી છે. નવરાત્રીના આયોજકોએ ફાયર બ્રિગેડ ઉપરાંત AMC, પોલીસ તથા અન્ય વિભાગોનું NOC લેવાનું રહેશે. નવરાત્રિના આયોજકોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે તેમજ ઓનલાઈન જેટલા પણ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે તે તમામ ડોક્યુમેન્ટ બાદમાં તમામ ડોક્યુમેન્ટ જમાલપુર સ્ટેશન ખાતે આવેલી ઓફ્સિમાં જમા કરાવવાના રહેશે. આગ- અકસ્માત સમયે બહાર નીકળવા માટે અલગ અલગ દિશામાં બે ઈમરજન્સી ગેટ રાખવાના રહેશે. નવરાત્રી ગરબાના સંચાલકો દ્વારા ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ, રૂલ્સ અને રેગ્યુલેશન તેમજ વખતો-વખતના સુધારા, નેશનલ બિલ્ડીંગની જોગવાઈ ઉપલબ્ધ કરાવવાનું સેલ્ફ ડીક્લેરેશન રૂ. 300ના સ્ટેમ્પ પેપરમાં ફોટો નોટરી કરાવીને અચૂક રજુ કરવાનું રહેશે. ઓનલાઈન અરજી અને ઇવેન્ટ ચાલુ થવાના ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલા હાર્ડ કોપીની ફાઇલ સબમિટ કરવાની રહેશે.

નવરાત્રિ આયોજકોએ કયા - કયા નિયમોનું પાલન કરવાનું રહેશે ?

* નવરાત્રી આયોજક દ્વારા કોઇપણ મંડપ, પંડાલ કે ટ્રેમ્પી સ્ટ્રક્ચરનું સ્ટેજ બનાવે ત્યારે સ્કુલ, હોસ્પિટલ, જ્વલનશીલ પદાર્થના ગોડાઉન ઈત્યાદીથી દુર નિર્માણ કરવાનું રહેશે.

*પંડાલની કેપેસીટી મુજબના વ્યક્તિઓને પ્રવેશ આપવાનો રહેશે. વ્યક્તિદીઠ ઓછામાં ઓછી 1 ચો.મી. જગ્યા રહે તે મુજબ પ્રવેશ આપવાનો રહેશે.

*સંચાલકો દ્વારા પ્રત્યેક 100 ચો.મી. વિસ્તારને ધ્યાને લેતા તેઓના મંડપમાં માતાજી ઉત્સવના તમામ સમયગાળા દરમ્યાન 2 નંગ ABC ફાયર એક્ષ્ટીંગ્વીશર 6 કી.ગ્રા.ની ક્ષમતાના તથા 2 નંગ CO2 ફાયર એક્ષ્ટીંગ્વીશર 4.5 કી.ગ્રા.ની ક્ષમતાના અને 200 લીટર પાણી ભરીને ડ્રમ ઢાંકીને રાખવાના રહેશે.

*પંડાલમાં આગ સલામતી અર્થે પાણી નો પુરવઠો ફ્લોર એરિયાના 0.75 લી/સ્ક્વે.મી કરતા ઓછો હોવો જોઈએ નહિ તથા પાણીનો પુરવઠો ડ્રમ, બકેટ માં ઝડપથી ઉપયોગમાં લઇ શકાય તે મુજબ ગોઠવણી કરવાની રહેશે.

*પંડાલમાં ફ્ક્સિ પાર્ટીશન કરવાનું રહેશે નહિ ઈમરજન્સીના સમયે વ્યક્તિઓ સહેલાઈ થી ઈમરજન્સી એક્ઝીટ તરફ જઈ શકે તે મુજબ રસ્તા ખુલ્લા રાખવાના રહેશે.

*નવરાત્રી આયોજક દ્વારા ઓછામાં ઓછા બે (2) EMERGENCY EXIT રાખવાના રહેશે, જે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. ગેટની સામેના ભાગે 5 મીટર ખુલ્લું હોય તે મુજબનું રાખવાનું રહેશે.

*કોઇપણ મંડપ કોઇપણ પ્રકારની ભઠ્ઠી, ઇલેક્ટ્રિક સબ સ્ટેશન, ઈલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર, ઇલેક્ટ્રિક હાઈટેન્શનલાઈન કે રેલ્વે લાઈન દુર કરવાના રહેશે

*સંચાલકો દ્વારા ધાર્મિક હેતુ માટે કરવામાં આવતા હવન, નાના હવનકુંડનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પુરતી ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરવાની રહેશે.

*સંચાલકો દ્વારા મંડપમાં આવતી જનમેદનીને સુચના આપવા અચૂક પબ્લિક એડ્રેસ સીસ્ટમ રાખવાની રહેશે.

*આયોજક દ્વારા કોઈપણ સ્ટ્રક્ચરની અંદર કોઈપણ પ્રકારના સ્ટોલ બનાવવાના રહેશે નહિ તથા આગ લાગી શકે તેવા કોઇપણ પ્રકારના ઘન કે પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરવાનો રહેશે નહિ.

*નવરાત્રી આયોજક દ્વારા પંડાલમાં દૈનિક કેટલા વ્યક્તિઓ/દર્શકો/ખેલૈયાઓ પ્રવેશે છે તેનો સંપૂર્ણ દસ્તાવેજી રેકોર્ડ રાખવાનો રહેશે.

*નવરાત્રિ આયોજકો દ્વારા ડીઝલ જનરેટર સ્ટેજ અને અન્ય પંડાલ થી દુરના અંતરે રાખવાનું રહેશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0